Katch: રેપ કેસમાં ફસાવી દેવાની ધમકી આપી મકાનનો દસ્તાવેજ, કાર પડાવી લીધી, 4ની ધરપકડ

Katch rape case threat: ગુજરાતમાં હવે લોકો છેતરપીંડી કે ખોટા કેસનો ભોગ બની રહ્યા છે. સડયંત્રબાજો  લોકો પાસેથી  પૈસા પડાવવા અનેક પૈંતરા કરતાં હોય છે. કોઈ કામ ધંધો ન હોય એટલે નકલી ઓફિસ, કોર્ટ, કચેરીઓ ઉભી કરી લોકોને છેતરવાનું અને ધમકીઓ આપી રુપિયા પડાવવાનું કામ થતું હોય છે. ત્યારે  કચ્છના મુંદ્રાના યુવકને રેપ કેસમાં ફસાવી દેવાની ધમકી આપી મકાનના દસ્તાવેજ અને કાર પડાવી લેવાની ઘટનામાં પોલીસે 4 આરોપીને દબોચ્યા છે. મુંદ્રા પોલીસે આરોપીની ઓફિસમાં તપાસ કરતાં મોટી સખ્યામાં સરકારી દસ્તાવેજ મળી આવ્યા છે.

મુંદ્રાના યુવકને રેપ કેસમાં ફસાવી દેવાની ધમકી આપી યુવકના 30 લાખના મકાનના ઓરીજનલ દસ્તાવેજ અને 5 લાખની કિંમતની કાર 4 શખ્સોએ પડાવી લીધી હતી. મળતી વિગતો મુજબ ફરિયાદી યુવક વિરુદ્ધમાં મુંદ્રા પોલીસ સ્ટેશનમાં એક યુવતીએ અરજી આપી હતી. જેના આધારે આરોપીએ સામેથી યુવકનો સંપર્ક કર્યો હતો. યુવકને રેપ કેસમાં ફિટ કરવી દેવાની ધમકી આપી આપી હતી. બાદમાં આરોપીએ સમાધાન માટે ઓફર કરી હતી. મુંદ્રાના પાવાપૂરી ચાર રસ્તા પાસે ઓફિસ ખોલી ચાર શખ્સો લોકો સાથે છેતરપીંડી કરતાં હતા.

ફરિયાદી યુવકને ચારેય યુવકે ઘણો હેરાન કર્યો હતો. જે બાદ યુવકે 4 શખ્સો વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીના કલાકોમાં ચારેય આરોપીની ધરપકડ કરી છે. આ ગુનામાં ઝડપાયેલો મુદ્દામાલ આરોપીએ મોહમદ શકીલ અને મહમદ રફીક ખોજાની ઓફિસમાં રાખ્યો હોવાની કબુલાત કરી છે. પોલીસે ચારેય આરોપીને સાથે રાખીને ઓફિસમાં તપાસ કરતાં મોટી સખ્યામાં સરકારી દસ્તાવેજ મળી આવ્યા છે.

પોલીસને આરોપીની ઓફિસમાંથી અલગ અલગ વ્યક્તિના કોરા ચેક 26 , સરકારી કોરા સ્ટેમ્પ 46 , જમીન વેચાણ કરેલ દસ્તાવેજ 24 , વિલ વસિયતનામા 6 , જુદા જુદા વ્યક્તિના સોગંધનામાં 23 , પાવર ઓફ એટર્ની 36 , સાટા કરાર 44 મળી આવ્યા છે. આ સાથેજ ચેકબુક પાસબુક 12, મરણ સર્ટિફિકેટ 42, ત્રણ પેન ડ્રાઈવ, રૂપિયા ગણવા માટેનું મશીન, બે છરી મળી આવી છે. સાથે જ પોલીસે આરોપી પાસેથી ત્રણ કાર, 7 મોબાઈલ અને 3.23 લાખ રોકડ, સહિતનો મુદામાલ કબજે કર્યો છે.

આરોપીની ઓફિસમાં મોટી સખ્યામાં સરકારી દસ્તાવેજ મળી આવતા પોલીસ વિવિધ દિશામાં તપાસ હાથ ધરી છે. આરોપી અનેક ગુનાઓને અંજામ આપ્યો હોવાની શક્યતા છે. મુંદ્રા પોલીસે આરોપી મોહમદ શકીલ ઘુઇયા, મહમદ રફીક હાજી ખોજા, હિમાંશુ નવીનભાઈ મકવાણા, મુસ્તાક અલારખીયા વિરુદ્ધ બીએનએસની કલમ 308(6), 61(2), 3(5) મુજબ ગુનો નોંધી આરોપી રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચોઃ

Vadodara: M.S. યુનિવર્સિટીમાં જમ્મુ-કાશ્મીરના વિદ્યાર્થીએ ગળાફાંસો ખાધો

ગેનીબેન ઠાકોરને ગદ્દાર કોણે કહ્યા? પાટડી પોલીસ સ્ટેશનમાં રજૂઆત | Geniben Thakor

પાટણ બાદ રાજકોટ કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં દોડધામ | Patan | Bomb Threat

મોગલના નામે ભૂવીના ધતિંગ, 20 મિનિટમાં 250 સિગારેટ પીતી, ભક્તો વસ્તુ ચઢાવે તે પતિને પાછી આપી આવતી! | Saravkundla | Bhuvi |

 

Related Posts

Surat Workers Protest: સુરતમાં 400થી 500 શ્રમિકો રસ્તા પર ઉતર્યા, શ્રમ કાયદાના અમલ અને સાપ્તાહિક રજાની માંગ સાથે કલેક્ટરને આવેદન
  • September 13, 2026

Surat Workers Protest: સુરતમાં 400થી 500 જેટલા શ્રમિકો એકસાથે ભેગા થઈ વિરોધ પ્રદર્શન કરતાં શ્રમિકોના હકો અને શ્રમ કાયદાના અમલનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. એમ્બ્રોઇડરી સહિત અલગ અલગ ક્ષેત્રોમાં…

Continue reading
Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીમાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણી, પરિવર્તન પેનલની જીત બાદ રાજકીય સમીકરણોમાં મોટો વળાંક
  • September 13, 2026

Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીની બહુચર્ચિત ચૂંટણી બાદ આજે આખરે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે. પ્રમુખ તરીકે મુકેશચંદ્ર નગીનભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે અનિલભાઈ હરિભાઈ પટેલની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા

  • September 16, 2026
  • 3 views
Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા

Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા

  • September 16, 2026
  • 4 views
Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા

UAPA Bail Long Custody: UAPA કેસોમાં લાંબી કસ્ટડી સામે જામીનનો સવાલ, અદાલતોના તાજેતરના નિર્ણયો ચર્ચામાં

  • September 16, 2026
  • 5 views
UAPA Bail Long Custody: UAPA કેસોમાં લાંબી કસ્ટડી સામે જામીનનો સવાલ, અદાલતોના તાજેતરના નિર્ણયો ચર્ચામાં

Manipur Violence: નવી સરકાર બાદ મણિપુરમાં કુકી-જો અને નાગા વચ્ચે હિંસાનો નવો તબક્કો, 27ના મોત અને 100થી વધુ ઘરો સળગ્યા

  • September 16, 2026
  • 9 views
Manipur Violence: નવી સરકાર બાદ મણિપુરમાં કુકી-જો અને નાગા વચ્ચે હિંસાનો નવો તબક્કો, 27ના મોત અને 100થી વધુ ઘરો સળગ્યા

‘ફિક્સર વકીલો’ની ઓળખ કરી કૉલેજિયમને માહિતી આપવી જોઈએ – Mahesh Jethmalani

  • September 16, 2026
  • 9 views
‘ફિક્સર વકીલો’ની ઓળખ કરી કૉલેજિયમને માહિતી આપવી જોઈએ – Mahesh Jethmalani

Umar Khalid Documentary Screening: ABVPના વિરોધ બાદ NLSIUમાં ઉમર ખાલિદની ડૉક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ સ્થગિત

  • September 16, 2026
  • 12 views
Umar Khalid Documentary Screening: ABVPના વિરોધ બાદ NLSIUમાં ઉમર ખાલિદની ડૉક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ સ્થગિત