
Gujarat News: ભારતમાંથી અંગ્રેજોએ ઉચાળા ભર્યા અને ત્યારબાદ અખંડ ભારતના નિર્માણ માટે સરદાર વલ્લભભાઈ પટેલે રજવાડાનું એકીકરણ કરવાના પ્રયાસો કર્યા જેની પહેલ ભાવનગર સ્ટેટે કરી મહારાજા કૃષ્ણ કુમાર સિંહે સમગ્ર દેશમાં સૌથી પહેલું રજવાડું દેશને સમર્પિત કર્યું આ ઘટના ખુબજ ઐતિહાસિક માનવામાં આવે છે કારણકે પેઢીઓથી બાપદાદાએ તલવારના જોરે અને લોહી રેડીને વસાવેલી અબજોની મિલ્કત સમુ આખું રજવાડુ આપી દેવું કંઇ સહેલું નહોતું અને તેઓની પહેલ રંગ લાવી અને સરદાર પટેલના અભિયાનમાં વેગ મળ્યો જો આ કામમાં થોડુંપણ મોડું થયું હોતતો યુરોપિયન યુનિયન જેવુંજ “સૌરાષ્ટ્રના રજવાડાઓ”નું કાયદેસરનું યુનિયન બની ગયું હોત અને આજે ઇતિહાસ જુદો લખાયો હોત આપણે રાજકોટ કે ભાવનગર જવા વિઝા લેવાની જરૂર પડતી હોત.
પરંતુ આ બધું કૃષ્ણકુમારસિંહની પહેલને આભારી છે,સરદાર વલ્લભભાઈ પટેલ બધા રજવાડા એક કરીને એક અખંડ ભારત દેશ બનાવવા માંગતા હતા જેના એક કાયદા અને તેના અમલ અંગેની ફોર્મ્યુલા લઈને દરેક સ્ટેટ પાસે ગયા હતા જેમાં અખંડ ભારતની વાત હતી પ્રજા વત્સલ રાજવી ભાવનગર સ્ટેટના મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ સરદાર પટેલની આ વાત ખુબજ ઊંડી અસર કરતા તેઓએ જ પ્રથમ દેશને પોતાનું રાજ્ય સમર્પિત કરી દીધું રાજ્ય સોંપવું એટલે તેની સાથે બધોજ વહીવટ સત્તા, સૈનિકો વગરે આવી જાય આમ,મહારાજાકૃષ્ણકુમારસિંહજીની પહેલ રંગ લાવી અને ત્યારબાદ બધાજ રાજાઓએ પણ કૃષ્ણકુમારસિંહજીના પગલે પગલે પોતાના નાના મોટા રાજ્યો સરદાર પટેલને દેશના એકીકરણમાં સોંપી દીધા અને ત્યારબાદ સરદાર પટેલના હાથ મજબૂત થયા કારણકે બધી સત્તા,સેના અને ખજાનો મળતા દેશને એક કરવામાં સરળ બન્યું.
આ વાત આજની પેઢી જાણે તે પણ જરૂરી છે જેમાં દેશના અખંડ નિર્માણ માટે રાજવીઓનું કેટલું યોગદાન હતું હવે જ્યારે કેવડીયમાં સરદાર વલ્લભભાઈ પટેલની વિશાળ પ્રતિમા બની ત્યારે દેશના એકીકરણના પાયામાં રજવાડાઓની ભૂમિકા અંગેની વાત વિસરાઈ જતા ત્યાં એક એવું મ્યૂઝિયમ બનાવવું જોઇએ કે આજના જનરેશનને ખ્યાલ આવે કે ખરેખર હકીકત શુ હતી જે શાળાઓમાં ભણાવવામાં આવે છે તે વાસ્તવિક રીતે વિસ્તુત ઇતિહાસની એકજ સ્થળે ઝાંકી હોયતો આપણા દેશ અંગે બાળકો સાચી સમજ કેળવી શકે તેવું મ્યુઝિયમ બનાવવા માટે છેલ્લા કેટલાય સમયથી માંગ ઉઠી છે.
મ્યૂઝિયમની વ્યાખ્યા એટલે તલવાર અને ભાલા કે હથિયાર નહિ પણ સરદાર પટેલની પ્રતિમા જે જગ્યાએ છે તે ખૂબ વિશાળ જગ્યા છે ત્યાં કોઈ નજીકની જગ્યાએ દેશને પ્રથમ પોતાનું રાજ્ય અર્પણ કરનાર મહારાજા કૃષ્ણકુમારસિંહની પ્રતિમા મુકાય. આ ઉપરાંત તેમણે રજવાડું આપ્યું તેના કાગળ, કેટલા પાદરના ધણી હતા.
પાદર એટલે શું? આ બધી વિગતો હોય.
આ સાથે ત્યાં ભાવનગરની વિશેષતાઓ અને ભાવનગરના રજવાડાની એન્ટિક વસ્તુઓ પણ રાખવામાં આવે. આ પ્રકારના દરેક રજવાડાનું પ્રદર્શન હોવું જોઇએ.
આ માંગ રાજપૂત સમાજ સહિત સાહિત્યવિદિતો અને શિક્ષણ જગતના બુદ્ધિજીવી વર્ગના મત મુજબ રહી હતી જેનાથી આવનારી દેશની જનતા આપણા દેશ અંગે સાચી સમજ કેળવી શકે તે પ્રકારની હતી અને આખરે સરકારે ત્યાં મ્યુઝિયમ બનાવવાનું નક્કી કર્યું છે અને ટૂંક સમયમાં ત્યાં કામની શરૂઆત થઈ જશે.
વિગતો મુજબ રજવાડાનું મ્યૂઝિયમ 5.5 એકરમાં બનશે જેનું નામ મોરકી મ્યૂઝિયમ અપાયું છે.
રજવાડાનું મ્યૂઝિયમ કેવડિયાના લીંબડી ગામ સ્થિત 5.5 એકર જમીન પર બનશે, આ મ્યુઝિયમમાં રજવાડાઓ અને તેમના શાહી વારસાનો પરિચય હશે.
રજવાડાઓના એકીકરણની વાત અને તેમાં સરદાર પટેલની ભૂમિકા અંગે પ્રદર્શન હશે.’હોલ ઓફ યુનિટી’ દ્વારા અગાઉના રજવાડાઓનું યોગદાન પણ બતાવવામાં આવશે.
મ્યૂઝિયમમાં વર્ષ 1700 થી લઇને 1950 સુધીના રાજવી પરિવારોના અને રજવાડાઓના એકત્રીકરણના ઇતિહાસને વર્ણવવામાં આવશે સાથે જ સરદાર પટેલે રજવાડાઓને એક કરવામાં ભજવેલી ભૂમિકાની વાત પણ હશે.એકીકરણ વખતે રજવાડાઓએ સરકારને જે-જે ડોક્યુમેન્ટ્સ આપ્યા હતા તે ઓરિજનલ ડોક્યુમેન્ટ્સનું ડિજિટલ સ્વરૂપે પ્રેઝન્ટેશન પણ હશે.
મ્યૂઝિયમમાં કુલ પાંચ ગેલેરી હશે
આ ગેલેરી પૈકી પહેલી ગેલેરીમાં રજવાડા વિશેની માહિતી અને વર્ગીકરણ હશે.
બીજી ગેલેરીમાં રાજાઓનું જીવન અને તેમના રીત રિવાજો અને રાજ્ય સંરક્ષણ વિશેની માહિતી હશે.
ત્રીજી ગેલેરીમાં ભારતના એકીકરણનો ઇતિહાસ, બ્રિટિશરોનું સામ્રાજ્ય, સરદાર વલ્લભભાઇ પટેલનું યોગદાન હશે.
જ્યારે ચોથી ગેલેરીમાં રજવાડાના બલિદાનની કહાનીઓ,મ્યૂઝિયમમાં યોગદાન આપનારાઓનો ઉલ્લેખ હશે. પાંચમી ગેલેરી રિસેપ્શન અને લોબી સાથે કનેક્ટેડ હશે,તેને ચિલ્ડ્રન ગેલેરી નામ અપાશે. પાંચમી ગેલેરી પાસે મ્યૂઝિયમ શોપ અને મ્યૂઝિયમ કેફે પણ હશે.
રજવાડાઓના ઇતિહાસ અને દેશ માટેની એકતાની મહાનતાને દર્શાવતું આ મ્યૂઝિયમ કુલ 367 કરોડના ખર્ચે બનાવવામાં આવશે. આ પ્રોજેક્ટ સપ્ટેમ્બર, 2027 પહેલાં પૂરો કરવામાં આવશે.
પ્રોજેક્ટ માટે આર્કિટેક્ચર કામ રતનજીવ બાટલી બોય નામની કંપની કરશે. જ્યારે મ્યૂઝિયમમાં મુકાનારા કન્ટેન્ટનો પ્રોજેક્ટ બકુલ રાજ મહેતા & એસોસિયેટ્સને સોંપાયો હોવાની વિગતો સામે આવી છે.આમ,આખરે સરકાર દ્વારા મોડે મોડે પણ ભારતના નિર્માણના ઇતિહાસમાં સરદાર પટેલના અભિયાનમાં પાયાની જેઓની ભૂમિકા રહી છે તે વાત ઉજાગર કરવા મ્યુઝિયમ સ્વરૂપે દર્શાવવામાં આવશે તે મ્યુઝિયમ બનવા જઇ રહ્યું છે જેનાથી આજની નવી પેઢી સત્ય હકીકતથી પરિચિત થઈ શકશે.
આ પણ વાંચો:
UP: મૌલવીએ મસ્જિદમાં સફાઈ કરતી છોકરીને પીંખી નાખી, ગર્ભવતી થતાં ફૂટ્યો ભાંડો
UP: મદરેસામાં મૌલવીએ બાળકી સાથે કર્યું ગંદુ કામ, સ્થાનિકો રોષે ભરાયા
Vadodara: મૌલવીની કરતૂત, સ્નાન કરતી મહિલાનો વીડિયો ઉતાર્યો, કેમેરા તપાસતાં પકડાયો
Politics: ભાજપ ફરી હિંદુ- મુસ્લીમનો તડકો લગાવા માંગે છે!, કેમ છે બિહારમાં કપરાં ચઢાણ?, જુઓ વીડિયો









