ગુજરાત સમાચાર પર IT-ED ના દિલધડ દરોડા બાદ સન્નાટો!, છાપુ ચલાવતી કંપનીનું શેર માર્કેટમાં રોકાણ કેમ?

IT-ED Red Gujarat Samachar: ગુજરાત સમાચાર પર IT-ED દ્વારા દરોડા પાડવામાં આવ્યા ત્યારથી દેશભરમાં ખળભળાટ મચ્યો છે. આ દરોડા 14 અને 15 મે દરમિયાન પડ્યા હતા. જેમાં ગુજરાત સમાચારના માલિક બાહુબલી શાહની ED એ ધરપકડ કરી હતી. હાલ તેઓ જમીન પર બહાર છે.

આ બે દિવસની રેડ દરમિયાન ગુજરાત સહિત દેશભરમાં ભારે ઉહાપોહ રહ્યો. જોકે તે હવે શાંત પડી ગયો છે. દરોડા અંગે ગુજરાત સમાચારે કે તપાસ એજન્સીઓએ નિવેદન હજુ સુધી આપ્યું નથી. પ્રેસ રિલિઝ પણ કરાઈ નથી. તો લોકો સવાલ કરી રહ્યા છે કે ગુજરાત સમાચાર અને IT-ED વચ્ચે શું રંધ્ધાઈ રહ્યું છે.  અત્યાર સુધી તપાસ એજન્સીઓને ગુજરાત સમાચાર, GSTV માંથી શું મળ્યું તે પણ જણાવ્યું નથી.

ઉલ્લેખનીય છે કે અગાઉના કેસોમાં તપાસ એજન્સીઓએ તપાસમાં શું શું મળ્યું તેની જાણ કરી હતી. જો કે હજુ સુધી ગુજરાત સમાચાર પર પડેલા દરોડા અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી.

ત્યારે આજ મુદ્દે ‘ધ ગુજરાત રિપોર્ટ’ પર પત્રકાર હિંમાસુ ભાયાની અને મયૂર જાની દ્વારા ચર્ચા કરાઈ છે. તેમણે આર્થિક અને રાજિકીય કારણોથી ગુજરાત સમાચાર રેડ કેમ પાડવામાં આવી તે અંગે વાત કરી છે.

લોકપ્રકાશન લિમિટેડ એક અનલિસ્ટેડ પબ્લિક કંપની છે, એટલે કે તે શેર માર્કેટમાં લિસ્ટેડ નથી. તેના શેરો BSE (બોમ્બે સ્ટોક એક્સચેન્જ) અથવા NSE (નેશનલ સ્ટોક એક્સચેન્જ) જેવા સ્ટોક એક્સચેન્જ પર ટ્રેડ થતા નથી. લોકપ્રકાશનના ડિરેક્ટર બહુબલી શાહ સાથે સંકળાયેલી આ કંપની શેર માર્કેટમાં રોકાણ કરે છે.

પત્રકાર હિંમાસુ ભાયાની અને મયૂર જાનીના એનાલિસમાં જાણવા મળ્યું છે કે ગુજરાત સમાચારની માતૃસંસ્થા લોકપ્રકાશન લીમિટેડ અને માલિક શ્રેયાંસ શાહનું સરકારી કંપનીમાં 23.84 ટકા રોકાણ છે. એટલે કે શેર ખરીદેલા છે. માલિક શ્રેયાંસ શાહ અને લોકપ્રકાશન બંનેએ જે કંપનીમાં રોકાણ કર્યું છે તે તેનું નામ ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિમિટેડ (GACL) છે. કંપની સ્થાપના અને શેર માર્કેટમાં 1971માં લિસ્ટિગ થઈ હતી. GACL ગુજરાત સરકારની સંપૂર્ણ માલિકીની કંપની છે. જેનું હેડ ક્વાર્ટર વડોદરા છે. તે સતત નફો કરી રહી છે.

GACL કંપનીની

આપણું નાણાંકીય વર્ષ 31 માર્ચ 2024-25માં પુરુ થયું હતુ. જે બાદ GACL કંપનીની વિગતો બહાર આવી હતી. તેના ઓથેન્ટિક ડેટા સામે આવ્યા હતા. તેમાં જણાવાયું છે કે GACL કંપનીના કુલ શેર 7,34,36,928 શેર BSE અને NSE માં લીસ્ટેડ છે. આમાંથી 46.28 ટકા શેર એટલે કે 3,39, 86,310 શેર પ્રમોટર અને પ્રમોટરના જૂથ પાસે છે. જ્યારે ગુજરાત સરકાર પાસે આ કંપનીના માત્ર 21 શેર છે. પ્રમોટર એટલે કંપનીના માલિક અને પ્રમોટરના જૂથના રોકાણનો હિંસો છે તે.

પ્રમોટર જૂથમાં ગુજરાત સરકાર પોતે છે, ગુજરાત સરકારના અન્ય જાહેર એકમો, જેમકે ગુજરાત સ્ટેટ ઈન્વેસ્ટમેન્ટ, ગુજરાત ઈન્ડસ્ટ્રિયલ કોર્પોરેશન લમિટેડ, ગુજરાત મિનર્લ ડેવલોપમેન્ટ કોર્પોરેશન લીમિટેડ, ગુજરાત મેરી ટાઈમ બોર્ડ, ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ. આ સાત કંપનીઓ મુખ્ય શેરધારકો છે.

GACL માં પબ્લિક શેર હોલ્ડિંગ 53.72 ટકા છે. તેના કુલ શેર 3,94,50,18 છે.

આ 53.72 ટકામાંથી 39.73 ટકા શેર હોલ્ડિંગ છે તે કોર્પોરેટ કંપનીઓનું છે. જેના શેર 2,18,32,462 છે.

હવે રસપ્રદ વાત એ છે કે આ 39.73 ટકામાંથી 22.08 ટકા શેર હોલ્ડિંગ ગુજરાત સમાચારની માતૃસંસ્થા લોકપ્રકાશન લીમિટેડની માલિકીનું છે.

22.08 ટકા એટલે શેરની સંખ્યા 1,62,15,732 થાય. મતલબ કોર્પોરેટ હોલ્ડિંગના કુલ 74. 027 ટકા ખાલી શેર લોકપ્રકાશન લીમિટેડ પાસે છે. તે પણ વોટિંગ રાઈટવાળા શેર છે.

ગુજરાત સમાચારના શ્રેયાંસ શાહ અને GACL તેમનું રોકાણ 

શ્રેયાંશ શાતિલાલ શાહ પાસે વ્યક્તિગત રીતે ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિમિટેડ (GACL)ના શેર 12,95,913 શેર છે. જે આખી કંપનીના 1.76 ટકા શેર તેમની પાસે છે. એટલે કે કુલ 7 કરોડ જે શરે છે તેના 1.76 ટકા શરે શ્રેયાંશ શાહ પાસે છે.

હવે લોકપ્રકાશનના 22.08 ટકા અને શ્રેયાંસ શાહના 1.76 ટકા મળી કુલ 23.84 ટકા શેર હોલ્ડિંગ થયું.

આ શેર હોલ્ડિંગ GACLકંપનું સૌથી વધુ માનવામાં આવે છે.

કંપની શું બનાવે છે?

GACL ઓર્ગેનિક અને નોન ઓર્ગેનિક પ્રોડક્ટ બનાવે છે. ક્લોરિન, કોસ્ટિક સોડા બનાવે છે. તે ભારત સહિત વિશ્વભરમાં વેપાર કરે છે. આ બનાવટ પ્લાસ્ટિકમાં વપરાય છે. ત્યારે સવાલ એ થઈ રહ્યા છે કે અખબારી કંપની લોકપ્રકાશન લીમિટેડને આવી કંપનીમાં કેમ રોકાણ કરવાનો રસ પડ્યો. પત્રકારત્વ રોકાણ છોડી આમાં કેમ કર્યું?

નાણાંકીય વર્ષ 31 માર્ચ 2024-25 સુધી લોક પ્રકાશનનો કુલ પોર્ટફોલિયો 1258.9 કરોડનો છે. આ પોર્ટફોલિયો માત્ર સ્ટોકમાર્કેટનો છે. આ પોર્ટફોલિયામાં તમિલનાડુ ન્યૂઝ પ્રિન્ટ લિમિટેડ, આંધ્ર પેપરના, જીઆઈસી હાઉસિંગ ફાઈનાન્સ અને ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિમિટેડના, મંગલમ સિમેન્ટ લીમિટેડ, જેમ્સ વોરંટ ટી લિમિટેડ સહિત અન્ય શેર્સનો સમાવેશ થાય છે.

લોકપ્રકાશન લિમિટેડના 1258.9 ફોર્ટફોલિયોનું સોથી વધુ વેલ્યુએશન GACLના શેરની છે. જેની વેલ્યુએશન 76.21 છે. જો GACLના શેર નીચે જાય તો લોકપ્રકાશન લીમિટેડ કંપનીને ફટકો પડી શકે છે. અને GACL કંપનીના શેરમાં ઘટાડો શરુ થઈ ગયો છે. જોકે આમાં લોકપ્રકાશન લીમિટેડનીને નુકસાન જવાનું નથી. કારણ કે તે નફામાં નુકસાન કરે છે. લોકપ્રકાશને વર્ષ 2013થી શેર લેવાનું ચાલુ કર્યું હતુ.

લોકપ્રકાશ લીમિટેડ અને શ્રેયાંસ શાહનું રોકાણ અને ગુજરાત સમાચાર પર રેડ

ગુજરાત સમાચારમાં રેડ પાડવાનું કારણ GACLના 22.08 ટકા લોકપ્રકાશ લીમિટેડ અને  શ્રેયાંસ શાહ પાસે 1.76 શેર છે. આ શેર હોલ્ડિંગ સરકાર કરતાં પણ 6થી 7 ટકા વધું છે. ED ની રેડ પાછળનું આ પણ એક કારણ હોઈ શકે.  જ્યારે ગુજરાત સમાચાર પર રેડ પડી ત્યારે મુંબઈમાં GACL ના શેરોની ચર્ચાઓ વધી ગઈ હતી.

 GACLના શેર ગુજરાત સમાચાર ગૃપે વેચવા દબાણ કર્યું હોય. બીજી તરફ આ કંપની સરકારની સતત નફો કરતી કંપની છે. બલ્ક ડીલ અને બ્લોક ડીલનો ડેટા સ્ટોક એક્ચેન્જ પર નથી. આ ડેટા BSE અને NSE દેખાઈ જો કે આ ડેટા દેખાતો નથી. લોકપ્રકાશને કયા કયા સમયે GACLના શેર ખરીદાયા તેના ડેટા નથી.

ત્યારે ગુજરાત સમાચાર પર રેડ પાડવાની વધુ વિગતો અન્ય કારણો આવીડિયોમાં જુઓ

 

 

આ પણ વાંચો:

Gujarat: મંદીનો માર સહન કરતાં રત્નકલાકારોને અર્થિક સહાય કરવા સરકાર તૈયાર!

UP: ઉત્તર પ્રદેશમાં વરસાદનો કહેર, 60 લોકોએ જીવ ગુમાવ્યા, જીવન અસ્તવ્યસ્ત

Gujarat Rain:આજે ગુજરાતમાં વરસાદનું યલો એલર્ટ, માછીમારોને દરિયો ન ખેડવા સુચના

Sabarkantha: રેતી ખનન માફિયાઓ સામે પૂર્વ સાંસદની લાલ આંખ, ગેરકાયદે ખનન બંધ કરો નહીં તો….!

Sabarkantha: પ્રાંતિજમાં ડમ્પરે બાઈકને ટક્કર મારી, બે યુવાન કાળનો કોળિયો બન્યા, પિતાને ઈજાઓ

Sabarkantha Accident: પ્રાંતિજ નજીક કારની ટક્કરે રિક્ષાએ મારી પલટી, રિક્ષાચાલક ગંભીર!

Vadodara: મંદિરમાં ઘૂસી વિધર્મીએ પુજારીને માર માર્યો

પાણી બંધ કરશો, તો તમારા શ્વાસ બંધ કરીશું, Pakistani સેનાની આતંકી ભાષા

Vadodara: 12 વર્ષથી સરકારી જમીન પર દબાણ કરનાર યુસુફ પઠાણ પર તંત્રની મીઠી નજર, નોટીસ સુધ્ધા પણ નથી આપી

 

Related Posts

Amit Shah: લોકસભામાં રાહુલની ચેલેન્જ પર અમિત શાહ ગુસ્સે ભરાયા કહ્યુ, ‘મેરી સ્પીચ કા ક્રમ મેં તય કરુંગા! ઔર કોઈ નહિ!!’જુઓ વિશેષ ચર્ચા
  • December 12, 2025

Amit Shah: લોકસભામાં ચૂંટણી સુધારા પર ચર્ચા દરમિયાન અમિત શાહ અને રાહુલ ગાંધી વચ્ચે જામી પડી હતી જ્યારે રાહુલે વોટ ચોરીની પ્રેસ કોન્ફરન્સ પર ચર્ચાની માંગ કરતા અમિત શાહ અચાનક…

Continue reading
Vande Mataram: સાંસદ ઇકરા હસને “વંદે માતરમ્”નો સાચો અર્થ સમજાવ્યો! જનતા દંગ રહી ગઈ! જુઓ,વિડીયો
  • December 11, 2025

Vande Mataram: સંસદમાં ‘વંદે માતરમ’ની 150મી વર્ષગાંઠ ઉપર સંસદમાં ભારે ચર્ચા ઉઠી છે,બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે ‘આનંદમઠ’માં લખેલા આ ગીત મુદ્દે વિવાદ ઉઠ્યો છે. PM નરેન્દ્ર મોદીએ આ ગીત મામલે કોંગ્રેસ ઉપર…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Messi Event: કોલકાતાના સ્ટેડિયમમાં તોડફોડ,પોલીસે ઇવેન્ટના મુખ્ય આયોજકની ધરપકડ કરી

  • December 13, 2025
  • 2 views
Messi Event: કોલકાતાના સ્ટેડિયમમાં તોડફોડ,પોલીસે ઇવેન્ટના મુખ્ય આયોજકની ધરપકડ કરી

H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?

  • December 13, 2025
  • 4 views
H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?

Farmers Protest: સરકારનો નવો કાયદો ખેડૂતોને નુકશાન અને મોટા કૃષિ વ્યવસાયો અને બિયારણ કંપનીઓને ફાયદો કરાવશે!

  • December 13, 2025
  • 3 views
Farmers Protest: સરકારનો નવો કાયદો ખેડૂતોને નુકશાન અને  મોટા કૃષિ વ્યવસાયો અને બિયારણ કંપનીઓને ફાયદો કરાવશે!

Tariff-News: ભારત પરનો 50% ટેરિફ નાબૂદ કરો! US સંસદમાં પ્રસ્તાવ રજૂ!

  • December 13, 2025
  • 5 views
Tariff-News: ભારત પરનો 50% ટેરિફ નાબૂદ કરો! US સંસદમાં પ્રસ્તાવ રજૂ!

PM Modi: મોદી સરકારના રાજમાં બેટીઓ શાળા છોડી રહી છે! મોદીનું ‘બેટી પઢાવો’ સૂત્રનું ‘સુરસુરીયુ’ થઈ ગયું!

  • December 13, 2025
  • 10 views
PM Modi: મોદી સરકારના રાજમાં બેટીઓ શાળા છોડી રહી છે! મોદીનું  ‘બેટી પઢાવો’ સૂત્રનું ‘સુરસુરીયુ’ થઈ ગયું!

Cricket Match Fixing: મેચ ફિક્સિંગના આરોપમાં ચાર ભારતીય ક્રિકેટર ખેલાડીઓ સસ્પેન્ડ,FIR દાખલ

  • December 13, 2025
  • 8 views
Cricket Match Fixing: મેચ ફિક્સિંગના આરોપમાં ચાર ભારતીય ક્રિકેટર ખેલાડીઓ સસ્પેન્ડ,FIR દાખલ