
- ગેસના ભાવ આસમાને, AAPનો હંગામો: ભાજપની બોટલ બની જનતાને ભારે!
Gujarat LPG Gas Price Increase AAP Protest: દેશભરમાં સતત મોંઘવારી વધી રહી છે. તાજેતરમાં જ ગેસ સેલિન્ડર સહિત પેટ્રોલ-ડિઝલના ભાવામાં વધારો કરાયો છે. ત્ચારે રાજકોટમાં ગેસ સિલિન્ડરના ભાવામાં રુપિયા 50નો વધારો થતાં લોકોમાં વિરોધ જોવા મળી રહ્યો છે. આજે રાજકોટ કલેક્ટર કચેરી ખાતે AAP પાર્ટી ગેસ બોટલના પોસ્ટરો લઈ વિરોધ નોંધાવ્યો છે. ગેસ બોટલમાં ભાજપની ઓળખ સમા કમળનું ઉધુ ચિતરવામાં આવ્યું છે. સાથે સાથે ભાજપ સામે સૂત્રચ્ચાર કરાયા છે.
તાજેતરમાં જ સરકારે ગેસ સિલિન્ડરના ભાવમાં 50 રુપિયાનો કરાયો છે. જેથી લોકોનું બજેટ ખોરવાયું છે. સતત મોંઘવારીનો મોમ્બમારો કરતી સરકાર સામે લોકો હવે રોષે ભારાયા છે. ત્યારે રાજકોટમાં AAP પાર્ટી ગેસના ભાવ વધારાનો વિરોધ કર્યો છે. ભાવ ઓછો થાય તેવી માગ કરી રહ્યા છે.
જો આ માગણીઓ સંતોષવામાં નહીં આવે તો AAP પાર્ટી રસ્તા રોકો અને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવા જણાવી રહી છે. AAPએ કહ્યું કે ગેસના બાટલાના ભાવમાં વધારો થતા બહેનોને લાકડાથી રસોઈ કરવી કે શું તેવા સવાલ ઉપસ્થિત થયા છે. ગુજરાત રાજ્યમાં ગેસના બાટલાનો ભાવ વધારે છે. કારણ કે લોકોએ ભાજપને મત આપેલા છે, જ્યારે અન્ય રાજ્યોમાં આ જ ભાજપ સરકાર રૂ. 500માં ગેસનો બાટલો આપવાની વાતો કરે છે.
રાજકોટ AAP પાર્ટીના અધ્યક્ષ દિનેશ જોશીએ રાજકોટ કલેક્ટરને કેન્દ્રિય પેટ્રોલિયમ મંત્રીને ઉદ્બોધિને આવેદનપત્ર આપ્યું છે. જેમાં ગેસના ભાવ ઓછા કરવા માગ કરી છે. જો ભાવ ઘટાડવામાં નહીં આવે તો આંદોલનની ચિમકી ઉચ્ચારી છે.
આ પણ વાંચોઃ NADIAD: હસતાં મુખે શરુ કરાયેલી સીટી બસ બંધ, ફરી શરુ નહીં થાય આંદોલન કરાશે | City bus service close
આ પણ વાંચોઃ મોંઘવારીના માર વચ્ચે PM MODI શ્રીલંકામાં બેસી ક્રિકેટની ચિંતા કરે છે?
આ પણ વાંચોઃ ટ્રમ્પના ટેરિફની ગુજરાતના હીરા ઉદ્યોગ પર શું અસર થઈ રહી છે? જાણો | Trump tariffs
આ પણ વાંચોઃ શું 26/11ના માસ્ટરમાઇન્ડ તહવ્વુર રાણાને આજે ભારત લાવાશે? | Tahawwur Rana Extradition
આ પણ વાંચોઃ અમદાવાદમાં કોંગ્રેસનું અધિવેશન, મોદીના ગઢ ગુજરાતને જીતવું કોંગ્રેસને કેટલું મુશ્કેલ? | Ahmedabad








