
Gujarat politics: વડાપ્રધાન નરેન્દ્ર મોદી તાજેતરમાં બે દિવસ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. આ દરમિયાન તેમણે નરોડા હરિદર્શન ચાર રસ્તાથી નિકોલ ખોડલધામ ગ્રાઉન્ડ સુધી રોડ શો યોજ્યો હતો. જે બાદ સભામાં પીએમ મોદી 5477 કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. ત્યારે સભામાં પીએમ મોદીએ મોટી મોટી વાતો કરી પરંતું નરેન્દ્ર મોદીએ 2012 ના નરોડા નિકોલ ભાષણમાં શું કહ્યું હતું અને ગુજરાતની રેલીઓમાં મોદીના બેવડા ચહેરાવાળા નિવેદનો શું હતા તે અંગે વરિષ્ઠ પત્રકાર દિલીપ પટેલે ધ ગુજરાત રિપોર્ટની વિશિષ્ટ સિસિઝમાં ખાસ ચર્ચા કરી હતી.
ગુજરાતમાં નરેન્દ્ર મોદીની ચોકીદાર પ્રતિજ્ઞા
મોદીના 12 વર્ષ જૂના વચનોની હકીકત તપાસ કરતા મોટા ખુલાસા થયા છે. ત્યારે નરેન્દ્ર મોદીએ ચોકીદારનું પહેલું સુત્ર આ સભામાં આપ્યું હતુ તેમણે કહ્યું હતુ કે, હું ગાંધીનગરમાં મુખ્યમંત્રી તરીકે નહીં ચોકીદાર તરીકે આવ્યો છું. અને જ્યાં સુધી હું અહીં બેઠો છું ગાંધીનગરની તીજોરી પર કોઈ પંજો નહીં પડવા દઉ. જ્યારે બીજી બાજુ મોદીએ 9 વર્ષના શાસનમાં 25 લાખ કરોડ રુ. સરકારી બેંકોના ઉદ્યોગોના મોફ કરી દીધા. અદાણી અંબાણી જેવા ઉદ્યોગપતિઓને હરાજી વગર જમીન આપી દીધી. લૂંટ ચલાવી.
2012 મોદીના ગુજરાત રેલીઓમાંથી તૂટેલા વચનો
આમ મોદીના જૂના ભાષણોમાં રાજકીય વિરોધાભાસ જોવા મળી રહ્યો છે. નરેન્દ્ર મોદીના શબ્દો વિરુદ્ધ આજની વાસ્તવિકતા સામે આવી રહી છે. ગુજરાતની ચૂંટણીમાં ભાજપનો પ્રચાર ખુલ્લો પડ્યો છે. મોદીએ 2012 ની રેલીમાં મતદારોને કેવી રીતે ગેરમાર્ગે દોર્યા ? ગુજરાતના લોકો મોદીના જૂના દાવાઓ યાદ રાખે છે . વધુમાં શું ખુલાસા થયા જુઓ વીડિયો…
આ પણ વાંચો:
UP News: ઝાડ પરથી થયો પૈસાનો વરસાદ! લોકો રુ. 500 રૂપિયાની નોટો લૂંટવા કરી પડાપડી
Jammu Kashmir Flood : વૈષ્ણોદેવી માર્ગ પર ભૂસ્ખલનમાં 30 લોકોના મોત, આજે પણ વાદળ ફાટવાનો ભય
Surat: ભાઈએ ત્રણ વર્ષના બાળકનું કર્યું અપહરણ, ટ્રેનના શૌચાલયની કચરાપેટીમાંથી મળી બાળકની લાશ!
That Critical Moment Of Crisis: કટોકટીની નિર્ણાયક પળ, આ માર્ગ પકડશો તો હારીને પણ જીતી જશો!