
Gujarat politics: ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકારમાં મંત્રીમંડળનું વિસ્તાર આજે નિશ્ચિત થયું છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની હાજરીમાં ગાંધીનગરના પ્રતિષ્ઠિત મહાત્મા મંદિરમાં સવારે 11:30 વાગ્યે નવા મંત્રીઓ શપથ લેશે. આ અવસર પર જૂના મંત્રીઓમાંથી કેટલાકને ફરીથી તક મળી છે, જેમને મુખ્યમંત્રીએ વ્યક્તિગત રીતે ફોન કરીને આ જાણ કરી છે.આ વિસ્તારમાં જૂના મંત્રીમંડળમાંથી 6 મંત્રીઓને ફરી તક મળી છે, જ્યારે 16 નવા નેતાઓને મંત્રી તરીકે જવાબદારી સોંપવામાં આવી છે.
6 જૂના અને 16 નવા મંત્રીઓની પસંદગી
ગઈકાલે 16 ઓક્ટોબરના રોજ તમામ 16 મંત્રીઓએ પોતાના રાજીનામા મુખ્યમંત્રીને સોંપ્યા હતા, જેના પછી આજે નવું મંત્રીમંડળ રચાયું છે. મુખ્યમંત્રીએ રાજ્યપાલને નવા મંત્રીઓની યાદી સુપરત કરી હતી, જેમાં વિવિધ જિલ્લાઓ અને સમુદાયોનું પ્રતિનિધિત્વ સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે આ વિસ્તારથી સરકારને નવી ઉર્જા મળશે અને વિભાગ વહેંચણી પર અંખો રહેશે.
અનુભવી નેતાઓપર ફરી વિશ્વાસ
જૂના મંત્રીમંડળમાંથી 6 નેતાઓને ફરી સ્થાન મળ્યું છે, જેમને મુખ્યમંત્રીએ વ્યક્તિગત રીતે ફોન કરીને જાણ કરી હતી
આટલા મંત્રીઓ રિપીટ
પ્રફુલ પાનસેરિયા (રિપીટ)
કુંવરજી બાવળિયા (રિપીટ)
ઋષિકેશ પટેલ (રિપીટ)
પરસોત્તમ સોલંકી (રિપીટ)
કનુ દેસાઈ (રિપીટ)
હર્ષ સંઘવી (રિપીટ)
આ રિપીટ મંત્રીઓના અનુભવથી સરકારને લાભ થશે, ખાસ કરીને વહીવટી વિભાગોમાં.
નવા ચહેરાઓને તક
નવા મંત્રીમંડળમાં 16 નવા ધારાસભ્યોને સ્થાન મળ્યું છે, જેમાં મહિલા નેતાઓ અને વિવિધ વિસ્તારોના પ્રતિનિધિઓનો સમાવેશ છે. આ યાદી નીચે મુજબ છે
લવિંગજી ઠાકોર રાધનપુરના ધારાસભ્ય (નવા મંત્રી)
કુમાર કાનાણી વરાછાના ધારાસભ્ય (નવા મંત્રી)
નરેશ પટેલ, ગણદેવીના ધારાસભ્ય (નવા મંત્રી)
કાંતિ અમૃતિયા, મોરબીના ધારાસભ્ય (નવા મંત્રી)
કૌશિક વેકરિયા, અમરેલી ધારાસભ્ય (નવા મંત્રી)
રિવાબા જાડેજા જામનગર ઉત્તરના ધારાસભ્ય (નવા મંત્રી)
અર્જુન મોઢવાડિયા પોરબંદરના ધારાસભ્ય (નવા મંત્રી)
જીતુ વાઘાણી ભાવનગર પશ્ચિમના ધાયાસભ્ય (નવા મંત્રી)
દર્શના વાઘેલા, અસારવા ધારાસભ્ય અમદાવાદ (નવા મંત્રી)
જયરામ ગામીત નિઝરના ધારાસભ્ય (નવા મંત્રી)
પી. સી. બરંડા, ભીલોડાના ધારાસભ્ય (નવા મંત્રી)
પ્રદ્યુમ્ન વાજા કોડીનારના ધારાસભ્ય (નવા મંત્રી)
ત્રિકમભાઈ છાંગા અંજારના ધારાસભ્ય (નવા મંત્રી)
મનીષા વકીલ, વડોદરાના ધારાસભ્ય (નવા મંત્રી)
રમેશ કટારા, ફતેપુરાના ધારાસભ્ય (નવા મંત્રી)
ઈશ્વરસિંહ પટેલ, અંકલેશ્વરના ધારાસભ્ય (નવા મંત્રી)
આ નવા મંત્રીઓમાં દર્શના વાઘેલા અને મનીષા વકીલ જેવી મહિલા નેતાઓનો સમાવેશ થયો છે, જે મહિલા સશક્તિકરણનું પ્રતીક છે. વધુમાં, રાધનપુરથી લવિંગજી ઠાકોર અને મોરબીથી કાંતિ અમૃતિયા જેવા અનુભવી ધારાસભ્યોને તક મળી છે.
શપથગ્રહણ સમારોહ અને આગળની તૈયારીઓ
મહાત્મા મંદિરમાં યોજાયેલા આ સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વરિષ્ઠ ભાજપ નેતાઓ અને વિધાયકો હાજર રહ્યા. રાજ્યપાલે તમામ મંત્રીઓને શપથ અન શપથ લેવડાવી. આ વિસ્તાર પછી વિભાગ વહેંચણીની જાહેરાત ટૂંક સમયમાં થવાની છે, જેમાં રિપીટ મંત્રીઓને મહત્વના વિભાગો મળી શકે છે.રાજકારણીઓનું માનવું છે કે આ વિસ્તારથી ભૂપેન્દ્ર પટેલ સરકાર વધુ સક્રિય બનશે અને રાજ્યના વિકાસ માટે નવી યોજનાઓને ધક્કો આપશે. આગામી વિધાનસભા બેઠકમાં નાયબ મુખ્યમંત્રીની પદવી પર પણ ચર્ચા થઈ શકે છે.
જુઓ નવનિયુક્ત મંત્રીઓની યાદી

Gujarat politics
આ પણ વાંચો:
Botad: બોટાદ કડદા વિરુદ્ધ ‘કડક’ આંદોલન, AAP નેતા રાજુ કરપડા-પ્રવીણ રામની ધરપકડ









