
Gujarat Politics: વડાપ્રધાન મોદી અને અમિત શાહના ગઢ ગણાતાં ગુજરાતમાં મુખ્યમંત્રી અને મંત્રી મંડળને બદલવાની લાંબા સમયથી ચર્ચાઓ ચાલી રહી છે. કારણ કે રાજ્યમાં સતત ભાજપ વિરોધી વાતાવરણ બની રહ્યું છે. પોલીસની છબી ખરડાઈ રહી છે. અનેક અપરાધિક ઘટનાઓ અને દુર્ઘટનાઓ બની રહી છે.
જેમાં ભૂપેન્દ્ર પટેલ સરકારની ભારે ટીકા થઈ રહી છે. ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીની કામગારીને લઈ પણ સવાલો થઈ રહ્યા છે. હાલ સરકારના રાજમાં ગુજરાતમાં સતત ઝડપથી હત્યા, બળત્કાર જેવી ઘટનાઓ બની રહી છે. છતાં સરકાર કડક કાર્યવાહી કરી નથી. જેના કારણે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને તેમનું મંત્રી મંડળ બદલાઈ શકે છે.
આ માટે મોદી અને અમિત શાહ અનેકવાર ગુજરાતની મુલાકાત રહ્યા છે. જોકે હજુ સુધી તે માટે કોઈ નિર્ણય લઈ શક્યા નથી. કારણ કે આ વખતે વડાપ્રધાન મોદી અને શાહ કોણે મુખ્યમંત્રી બનાવવા તે મુંઝવણો અને અડચણોનો સામનો કરી રહ્યા છે. બીજી તરફ ગુજરાતમાં જાતિ આધારિત રાજકારણ થાય છે. કારણ કે જો કોઈ પાટીદાર મુખ્યમંત્રી બને તો ઓબીસી અને એસસી સમાજ નારાજ થાય.
ચર્ચાઓ ચાલી રહી છે કે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અનંદીબેન પટેલ ફરી ગુજરાતની કમાન સોંપાઈ શકે છે. જોકે ચર્ચા એ પણ છે કે તેમની આયુ ઘણી છે. જેથી તેમને કમાન ના પણ સોંપાઈ. બીજી તરફ વરિષ્ઠ રાજકીય વિશ્લેષક જય નારાયણ વ્યાસ માને છે કે આનંદીબેનને ફરી મુખ્યમંત્રી બને તો ભાજપ માટે સારુ રહેશે.
જુઓ નીચેના વીડિયોમાં મોદી અને શાહ ગુજરાતના મુખ્યમંત્રી અને મંત્રી મંડળ બદલવામાં કઈ કઈ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે?









