Jignesh Mevani: ગુજરાતમાં મંત્રીઓ ડ્રગ્સ-કૂટણખાના માંથી મોટી કમાણી કરી રહ્યા છે!

  • Gujarat
  • December 20, 2025
  • 0 Comments

Jignesh Mevani: ગુજરાતમાં ડ્રગ્સ-દારૂ બંધ કરાવવા મેદાને પડેલા યુવા નેતા જીગ્નેશ મેવાણીએ થરાદમાં દારૂ-ડ્રગ્સ મુદ્દે પોલીસના પટ્ટા ઉતારવાની વાત કરીને ભારે તહેલકો મચાવ્યા બાદ હવે તેઓએ આંદોલનના દ્વિતીય ચરણમાં ખેડા જિલ્લાના ફાગવેલ ગામેથી સરકારને લલકાર કરી કહ્યું હતું કે મંત્રીઓને ડ્રગ્સ-કૂટણખાનામાંથી મોટી કમાણી થઈ રહી છે.

આજે 20મી ડિસેમ્બરે બીજા તબક્કામાં શરૂ થયેલી જન આક્રોશ યાત્રાના પ્રારંભે સૌ પ્રથમ કોંગ્રેસના અગ્રણીઓ દ્વારા કપડવંજ તાલુકાના ફાગવેલ ધામ ખાતે વીર ભાથીજી મહારાજના મંદિરે શાસ્ત્રોક્ત વિધિસર ધ્વજારોહણ કરાયા બાદ ભાથીજીના આશીર્વાદ લીધા હતા ત્યારબાદ જિજ્ઞેશ મેવાણી, ગેનીબેન ઠાકોર અને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ઉપસ્થિત જનમેદનીને સંબોધિત કરી હતી.

મેવાણીએ કહ્યું કે ગુજરાતમાં 25 લાખ લોકો ડ્રગ્સના બંધાણી બની ચૂક્યા છે અને મુખ્યમંત્રી ચૂપ છે. નશાના રવાડે ચડેલા લોકો ઘરનાં વાસણો પણ વેચી રહ્યા છે, છતાંપણ મંત્રીઓને કોઈ ફેર પડતો નથી.ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ ઉમેર્યુ કે તેઓની દારૂ ઝૂબેશ દરમિયાન પોલીસ પરિવારને આગળ કરી અવાજ દબાવવાનો પ્રયાસ જરૂર કર્યો પણ તે લોકો દ્વારા જનતામાં જાગૃતિ લાવવા દારૂ-ડ્રગ્સ માટે જાગૃતિની એક અપીલ પણ ન થઈ.

તેઓએ ઉમેર્યુ કે કોંગ્રેસ દ્વારા સૌરાષ્ટ્રમાં ટ્રેક્ટર યાત્રા બાદ ઉત્તર ગુજરાતમાં જન આક્રોશ રેલીને લોકોનો સારો પ્રતિસાદ મળ્યો છે ત્યારે હવે જન આક્રોશ રેલીનું આ બીજું ચરણ છે, જે અહીંથી યાત્રા નીકળી દાહોદ જશે.યાત્રામાં આજ મુદ્દો રહેશે ગુજરાતમાં રાજકીય પરિવર્તનનો સંકલ્પ લઈને કોંગ્રેસ દ્વારા શરૂ કરવામાં આવેલી ‘જન આક્રોશ યાત્રા’ના દ્વિતીય ચરણનો ખેડા જિલ્લાના ફાગવેલથી પ્રારંભ થયો છે અને લોકોને વ્યસન છોડવા અપીલ કરવામાં આવશે અને ગુજરાતમાં ઘુસી ગયેલા દારૂ-ડ્રગ્સના નેટવર્કને તોડવા માટે પ્રયાસો કરવામાં આવશે.

આ પણ વાંચો:

Defamation claim: ‘The Gujarat Report’ સત્ય ઉજાગર કરતું રહેશે!પત્રકારત્વની ફરજો નિભાવતા રહીશું! ‘ડર’ અમારી ‘Dictionary’માંજ નથી!

Padaliya News:બનાસકાંઠાના પાડલીયા ગામમાં થયેલા ઘર્ષણમાં PI ગોહિલને તીર વાગતા બેભાન થઈ ગયા! કુલ 47 ઘાયલ! શુ છે સમગ્ર વિવાદ?વાંચો

H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?

PM Modi: મોદી સરકારના રાજમાં બેટીઓ શાળા છોડી રહી છે! મોદીનું ‘બેટી પઢાવો’ સૂત્રનું ‘સુરસુરીયુ’ થઈ ગયું!

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

Loss to farmers: ખેડૂતોને લૂંટવા નીકળી પડ્યા વચેટિયા! 3 રૂપિયે કિલો બટેટા ખરીદી ₹22માં કિલો વેચી રહયા છે!! આ ઉઘાડી લૂંટ માટે કોઈ કાયદો બનશે ખરો?
  • March 17, 2026

■ગુજરાતમાં બટાકાના ભાવ 60 ટકા ઘટી જતા રૂ.6500 કરોડનું ખેડૂતોને નુકસાન ■વધારે વાવેતર અને ખાડી યુદ્ધને લીધે નિકાસ અટકતા વચેટિયાઓને જલસો પડી ગયો છે. (દિલીપ પટેલ દ્વારા) અમદાવાદ, 17 માર્ચ…

Continue reading
ACB: ગુપ્તચર ખાતાના PI લાંચ લેતા ઝડપાયા! DYSP બને તે પહેલાંજ ‘ખેલ’ થઈ ગયો!! IBના અધિકારી ACBની જાળમાં ફસાયા!
  • March 15, 2026

ACB: સરકારી ખાતાઓમાં ઉંચા સરકારી પગાર અને પદ-પ્રતિષ્ઠા અને સગવડો મળતી હોવાછતાં કેટલાક એટલા બધા લોભિયા હોય છે કે પગારથી સંતોષ થતો નથી અને બે નંબરના પૈસા ક્યાંથી આવે તેમાં…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ali Larijani: અલી લારીજાના જિનાઝા(جنازہ)માં સેંકડો લોકો જોડાયા! ઈરાનીઓમાં અમેરિકા વિરુદ્ધ માહોલ

  • March 18, 2026
  • 2 views
Ali Larijani: અલી લારીજાના જિનાઝા(جنازہ)માં સેંકડો લોકો જોડાયા! ઈરાનીઓમાં અમેરિકા વિરુદ્ધ માહોલ

BJP: રાજ્યની આંગણવાડી બહેનોએ કામથી અળગા રહી શરૂ કર્યું આંદોલન; બહેનોની પડતર માંગણીઓ સરકાર સાંભળતી નથી

  • March 18, 2026
  • 5 views
BJP: રાજ્યની આંગણવાડી બહેનોએ કામથી અળગા રહી શરૂ કર્યું આંદોલન; બહેનોની પડતર માંગણીઓ સરકાર સાંભળતી નથી

NIA: ભારત વિરોધી જૂથોને તાલીમ આપવા પકડાયેલો અમેરિકન મેથ્યુ વેનડાઇક કોણ છે?નિર્મલા સીતારમનનું કાર્યાલય તેને કેમ ફોલો કરે છે?

  • March 18, 2026
  • 4 views
NIA: ભારત વિરોધી જૂથોને તાલીમ આપવા પકડાયેલો અમેરિકન મેથ્યુ વેનડાઇક કોણ છે?નિર્મલા સીતારમનનું કાર્યાલય તેને કેમ ફોલો કરે છે?

PM Modi: બંગાળમાં ચૂંટણી જીતવા ગર્જના કરી રહેલા મોદી ‘સત્તા’ મળતા જ ગુજરાતને ભૂલી ગયા છે!

  • March 18, 2026
  • 6 views
PM Modi: બંગાળમાં ચૂંટણી જીતવા ગર્જના કરી રહેલા મોદી ‘સત્તા’ મળતા જ ગુજરાતને ભૂલી ગયા છે!

Loss To Farmers: ગુજરાતના ખેડૂતોને લાગ્યું યુદ્ધનું ગ્રહણ,બટાકાની નિકાસ નહિ થતાં રૂ.6500 કરોડનું નુકસાન

  • March 18, 2026
  • 5 views
Loss To Farmers: ગુજરાતના ખેડૂતોને લાગ્યું યુદ્ધનું ગ્રહણ,બટાકાની નિકાસ નહિ થતાં રૂ.6500 કરોડનું નુકસાન

Iran War Update: અલી લારીજાની બાદ હવે કોનો વારો ? ઇઝરાયલે કહ્યું, “અમે મોજતબાને પણ મારી નાખીશું!” નેતન્યાહુનો નવો વિડીયો જાહેર, ઈરાનીઓને કહ્યું “નવરોઝ મુબારક”

  • March 18, 2026
  • 5 views
Iran War Update: અલી લારીજાની બાદ હવે કોનો વારો ? ઇઝરાયલે કહ્યું, “અમે મોજતબાને પણ  મારી નાખીશું!” નેતન્યાહુનો નવો વિડીયો જાહેર, ઈરાનીઓને કહ્યું “નવરોઝ મુબારક”