
Gujarat Rain Forecast: ગુજરાતમાં થોડા વિરામ બાદ ફરી એક વાર મેઘરાજાની એન્ટ્રી થઈ છે ગઈ કાલથી રાજ્યના વિવિધ વિભોગમાં ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે. આજે મોડી રાતથી અમદાવાદ ,સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે રાજ્યમાં આજે હવામાન વિભાગ દ્વારા સાર્વત્રિક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં ખાસ કરીને દ.ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ સિવાય નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આમ હવામાન વિભાગ દ્વારા આજે 19 જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
મુંબઈમાં ભારે વરસાદથી તબાહી
મુંબઈમાં ભારે વરસાદે તબાહી મચાવી છે. ઘણી જગ્યાએ પાણી ભરાઈ જવાથી લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. રસ્તાઓ અને રેલ્વે ટ્રેક પર પાણી ભરાઈ જવાથી પરિવહન સેવાઓ પણ પ્રભાવિત થઈ છે. વિક્રોલીમાં ભૂસ્ખલનમાં બે લોકોના મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. હવામાન વિભાગે રાજ્યમાં ઘણી જગ્યાએ ભારે વરસાદની આગાહી કરી છે.
અનેક વિસ્તારોમાં પાણી ભરાયા
મુંબઈમાં ભારે વરસાદને કારણે શહેરના ઘણા ભાગોમાં પાણી ભરાઈ ગયા હતા. કિંગ્સ સર્કલ, દાદર, નવી મુંબઈ, વાશી સહિત શહેરના ઘણા વિસ્તારોમાં લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. મુંબઈના પશ્ચિમ અને પૂર્વીય ઉપનગરોમાં રાત્રે 1 થી 4 વાગ્યા દરમિયાન ભારે વરસાદ નોંધાયો હતો. પશ્ચિમી ઉપનગરોમાં, મરોલ ફાયર સ્ટેશન ખાતે સૌથી વધુ 207 મીમી વરસાદ નોંધાયો હતો, જ્યારે સાંતાક્રુઝમાં નારિયાલવાડી સ્કૂલમાં 202 મીમી વરસાદ પડ્યો હતો.
મુંબઈમાં આજે વરસાદનું રેડ એલર્ટ
હજુ પણ મુંબઈમાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. મુંબઈમાં આજે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આજે અને આવતી કાલે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો
PM Modi on RSS: 75મા જન્મદિવસ પહેલા મોદીનો RSSને ખુશ કરવાનો પ્રયાસ? વિપક્ષ લાલઘૂમ
PM Modi on RSS: 75મા જન્મદિવસ પહેલા મોદીનો RSSને ખુશ કરવાનો પ્રયાસ? વિપક્ષ લાલઘૂમ
Kishtwar Cloudburst: કિશ્તવાડમાં આભ ફાટવાથી 60 લોકોના મોત અને 120 ઘાયલ, ગુમ થયેલા લોકોની શોધખોળ ચાલુ
UP News: વારાણસીમાં ટ્રેનમાં બેસીને પોતાની બેનના ઘરે જતી યુવતીને અલ્તાફे છેતરી કર્યું આવું