
Gujarat Rain forecast : અરબી સમુદ્રમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે ગુજરાતમાં આગામી 2 નવેમ્બર સુધી કમોસમી વરસાદની આગાહી વચ્ચે હાલ ગુજરાતમાં હાલ કમોસમી વરસાદી માહોલ જામ્યો છે અને રાત્રિ દરમિયાન પણ અનેક વિસ્તારોમાં વરસાદ ચાલુ રહેતા વાતાવરણ ઠંડુગાર થઈ ગયુ છે.
ત્યારે આજે તા.27 ઓક્ટોબરે પણ ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં વરસાદની સ્થિતિ યથાવત રહેવાની આગાહી કરવામાં આવી છે. આજે ગુજરાતનાં મોટા ભાગના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે જેમાં કચ્છની સાથે સાથે સૌરાષ્ટ્રના તમામ જિલ્લા, ઉત્તર ગુજરાતનાં તમામ જિલ્લા તથા ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, અમદાવાદ, ખેડા, ગાંધીનગર, ખેડામાં વરસાદનું ઍલર્ટ આપવામાં આવ્યું છે.
દરમિયાન આજે સવારના 10 વાગ્યા સુધી ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને બોટાદમાં રેડ ઍલર્ટ અપાયું છે. જ્યારે અમદાવાદ, પોરબંદર, જુનાગઢ, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, સુરત, નવસારી, તાપી, વલસાડ સહિતના જિલ્લામાં ઓરેન્જ ઍલર્ટ આપવામાં આવ્યું છે.આવતીકાલે પણ તા.28 ઓક્ટોબરે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.આગામી તા.૧ નવેમ્બર સુધી રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં વરસાદ થવાની સંભાવના છે. આ આગાહી ખાસ કરીને દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓ માટે છે, જ્યાં ભા૨ે પડવાની શક્યતા છે.
હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર અરબી સમુદ્રમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશન ને કારણે ગુજરાતમાં આગામી 2 નવેમ્બર સુધી કમોસમી વરસાદ પડશે,આ વરસાદની તીવ્રતા 25 થી 30 ઓક્ટોબર દરમિયાન વધુ રહેશે, જ્યારે 31 ઓક્ટોબરથી 2 નવેમ્બર દરમિયાન તેમાં ઘટાડો થશે.સૌથી વધુ અસર સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગો અને દક્ષિણ ગુજરાત માં જોવા મળશે.
બીજી તરફ ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં વરસાદ પડતા ખેડૂતોમાં ચિંતાની લાગણી પ્રસરી છે,હાલમાં ખેતરોમાં ડાંગર, કપાસ, મગફળી, તલ અને અન્ય પાકો તૈયાર થઈ ગયા છે અથવા લણણીના આરે છે ત્યારે કમોસમી વરસાદના કારણે આ પાકોમાં નુકસાન થવાની ભીતિ ઉભી થઈ છે,જેનાથી ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે.
આ પણ વાંચો:
Gujarat Rain News: ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે વરસાદની શક્યતા, જાણો ક્યા વિસ્તારોને ઘમરોળશે મેઘરાજા
Rajasthan: ગુજરાતના યાત્રાળુંઓને બંધક બનાવતી રાજસ્થાનની સરકાર, અમિત ચાવડા બરાબરના ગર્જ્યા








