
Gujarat Rain Forecast:ગુજરાતમાં ચોમાસું બરાબરનું જામ્યું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 142 તાલુકામાં વરસાદ નોંધાયો, જેમાં નાંદોદમાં 8.8 ઈંચ, દાહોદમાં 7.6 ઈંચ અને તિલકવાડામાં 7 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે પાવીજેતપુર, ધરમપુર, શહેરા, કપરાડા અને વાપીમાં 6 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા સતત ધમાકેદાર વરસાદ વરસાવી રહ્યા છે.
અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા
હવામાન વિભાગે આજે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે. અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. ઉત્તરપ્રદેશમાં રચાયેલું લો-પ્રેશર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનમાં ફેરવાતા ગુજરાત અને રાજસ્થાનમાં ભારે વરસાદનું અનુમાન છે. 5 જુલાઈ સુધી રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદની આગાહી છે, જેમાં ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે.

આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદની આગાહી
આજે 9 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું અનુમાન છે, જ્યારે દમણ અને દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.અમદાવાદમાં ગઈકાલે આખો દિવસ વાદળછાયું વાતાવરણ રહ્યું, અને સેલા, સીલજ, બોપલ, સાઉથ બોપલ, એસજી હાઈવે જેવા વિસ્તારોમાં મોડી રાત સુધી ઝરમર વરસાદ વરસ્યો છે. ત્યારે આગામી ત્રણ કલાકમાં અરવલ્લી, મહીસાગર અને દાહોદમાં ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા છે, જ્યાં પવનની ગતિ 41 થી 61 કિલોમીટર રહેશે. આ સિવાય ખેડા, પંચમહાલ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, સુરત, ભરૂચ, આણંદ અને વડોદરામાં મધ્યમથી ભારે વરસાદનું અનુમાન છે. જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, બોટાદ, ભાવનગર, ગીર સોમનાથ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
ગુજરાતમાં ભારે વરસાદને લઈને અંબાલાલ પટેલની આગાહી#gujaratrain #Gujarat #Rain #SuratRain #heavyrain #monsoon #weatherupdate #forecast #Ambalalpatel #thegujaratreport pic.twitter.com/pBlfjBAbvA
— The Gujarat Report (@TGujarat_Report) June 25, 2025
આગામી દિવસોમાં વરસાદનું જોર વધશે
દક્ષિણ ગુજરાતમાં હજુ વધુ વરસાદની શક્યતા છે, જ્યારે સૌરાષ્ટ્રના દક્ષિણ વિસ્તારોમાં પણ ભારે વરસાદનું અનુમાન છે. આગામી દિવસોમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર વધશે. કચ્છમાં પણ વરસાદનું પ્રમાણ વધવાની શક્યતા છે. ખાસ કરીને પૂર્વ, મધ્ય અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ જેવા કે તાપી, ભરૂચ, ડાંગ, સુરત, વલસાડ, પંચમહાલ, ખેડા, દાહોદ, સાબરકાંઠા અને અરવલ્લીમાં ભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો જેવા કે ગીર સોમનાથ, ભાવનગર અને પોરબંદરમાં પણ ભારે વરસાદની શક્યતા છે.
30 જૂન સુધી ભારે વરસાદની આગાહી
આગામી 2-3 દિવસમાં સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર વધશે, ખાસ કરીને બોટાદ, રાજકોટ અને દેવભૂમિ દ્વારકામાં. બનાસકાંઠામાં 30 જૂન સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ આગામી દિવસોમાં વરસાદનું પ્રમાણ વધશે. 2 જુલાઈ સુધી ઉત્તર ગુજરાત અને કચ્છમાં ભારે વરસાદની શક્યતા છે.
આ પણ વાંચો:
Israel-Iran war: ઈરાને લીધો HORMUZ PASS બંધ કરવાનો નિર્ણય, જાણો દેશ અને દુનિયામાં શું થશે અસર?
Vadodara માં પાણી નહીં ભરાય એવું ‘પિન્કી પ્રોમિસ’ મેયર ન આપી શક્યા..
Iran Israel War: ઈઝરાયલ ઈરાન સામે ઝૂક્યું!, નેતન્યાહૂએ યુદ્ધવિરામની જાહેરાત કરી
Israel iran War: ઈરાન અને ઈઝરાયલ વચ્ચે સીઝફાયરના ટ્રમ્પે ફૂક્યાં બણગા, જાણો દાવામાં કેટલી હકીકત
Israel iran War: ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધના 12 દિવસ, જાણો કોને કેટલું નુકસાન થયું?
Gujarat Rain Update: છેલ્લા 24 કલાકમાં રાજ્યના 170 તાલુકાઓમાં મેઘ મહેર, આજે કયા વિસ્તારોમાં આગાહી








