
Gujarat Rain forecast: ગુજરાતમાં હાલ વરસાદી માહોલ ચાલુ છે અને હવામાન વિભાગે આગામી 17થી 22 સપ્ટેમ્બર સુધી રાજ્યના 28 જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. આ દરમિયાન 30-40 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે, સાથે મેઘગર્જના પણ જોવા મળશે. આ વરસાદ નવરાત્રિ દરમિયાન ખેલૈયાઓ માટે અડચણરૂપ બની શકે છે.
ગુજરાતમાં 6 દિવસ સુધી ગાજવીજ સાથે વરસાદની આગાહી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, અમદાવાદ, સુરેન્દ્રનગર, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, અરવલ્લી, મહીસાગર, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જેવા જિલ્લાઓમાં છૂટાછવાયા વિસ્તારોમાં ધીમીધારે વરસાદ પડવાની શક્યતા છે.
અંબાલાલ પટેલની મોટી આગાહી
અંબાલાલ પટેલે પણ નવરાત્રિના છઠ્ઠા દિવસથી લઈને દશેરા સુધી રાજ્યના વિવિધ ભાગોમાં ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે, 20 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં વરસાદનું જોર રહેશે. ખાસ કરીને વડોદરા, અમદાવાદ, ગાંધીનગર અને સુરતમાં ભારે વરસાદી ઝાપટાંની આગાહી છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ જેવા કે સુરત, વલસાડ, તાપી, ડાંગ, મહીસાગર, નર્મદા, તેમજ દમણ અને દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદની સંભાવના છે.આ ઉપરાંત, સૌરાષ્ટ્રમાં 17 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમરેલી, જૂનાગઢ, બોટાદ, ભાવનગર, રાજકોટ, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, મોરબી, કચ્છ, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જેવા વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા છે. દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદી ઝાપટાં સાથે નવરાત્રિ દરમિયાન ગાજવીજ અને તેજ પવનની આગાહી છે.
લોકોને સાવચેતી રાખવાની સલાહ
આગામી 6 દિવસ સુધી રાજ્યના આ વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહેશે, જેના કારણે લોકોને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવે છે.
આ પણ વાંચો:
Womens safety in India: ઘર, શાળા, ઓફિસ કે જાહેર રસ્તા, મહિલાઓ માટે ક્યાંય નથી સલામતી!
Bhavnagar: ‘તમારું ભાષણ અમને પસંદ નથી’ મોરારિબાપુના ગામ લોકોએ સ્વામિનારાયણના સંતોને ભગાડ્યાં
Bhubaneswar: સિવિલ સર્વિસીસ પરીક્ષામાં ટોપર લાંચ લેતા રંગેહાથ ઝડપાયો, ઘરમાંથી મળ્યો ખજાનો
Heavy rain in Dehradun: દેહરાદૂનમાં વાદળ ફાટ્યું, ટપકેશ્વર મહાદેવ મંદિર થયું જળમગ્ન








