Gujarat: નિવૃત્તિ વેતન માત્ર રૂ. 1200 મહિને, સરકારી કંપનીઓના નિવૃત્ત કર્મચારીઓની ખરાબ હાલત

 -દિલીપ પટેલ

Gujarat Retirement Salary: EPS-95 આધારિત પેન્શનરો – નિવૃત્તિ પછીનું વેતન – ઓછી રકમના કારણે દયનીય રીતે જીવી રહ્યાં છે. ગુજરાતમાં 4 લાખ EPS-95 આધારિત પેન્શનરોને રૂ. 1200 જેટલુ નજીવું પેન્શન મળી રહ્યું છે. દેશમાં 78 લાખ પેન્શનરો છે. આ પેન્શનરો સામાન્ય રીતે સરકારી કંપનીઓ, કોર્પોરેશન કે સરકારનો હિસ્સો ધરાવતી સંસ્થામાં કામ કરીને નિવૃત્ત થયેલા છે.

માંગણી
EPS-95ના પેન્શનરોને લઘુત્તમ રૂ. 10 હજાર નિવૃત્તિ પગાર આપવા અને સર્વોચ્ચ અદાલતના ચુકાદાનો અમલ કરવાની માંગ કરી રહ્યાં છે. દેશની સર્વોચ્ચ અદાલતે આપેલા ઉંચી પેન્શન સંબંધિત આદેશોની તાત્કાલિક અમલવારી કરવામાં આવે. પેન્શનરો માટે ફાસ્ટ ટ્રેક તાત્કાલિક ફરિયાદ નિવારણ વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવે. પેન્શનરો એ જીવનના શ્રેષ્ઠ વર્ષો કામ કરીને પસાર કર્યા છે. હવે તેમનું જીવન ગૌરવપૂર્ણ અને સન્માન સાથે જીવી શકે. તે માટે સરકાર અને EPFOની જવાબદારી છે. જીવન જીવવાનો ન્યાયપૂર્ણ અધિકાર આપે.

દેશમાં અને ગુજરાતમાં પેન્શનરોની દયનીય સ્થિતિ સામે કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકાર મૌન છે. એમ્પ્લોય પેન્શન સ્કીમ-95 જેમાં કર્મચારીના 10 ટકા, જે એકમમાં કામ કરતા હોય તેના 10 ટકા અને કેન્દ્ર સરકારના 1.16 ટકાનું આર્થિક બચત યોગદાન હોય છે.

રૂ. 1200થી 1500 જેવી નજીવી રકમને લીધે નિવૃત્ત પેન્શનરોને જીવન જીવવું મુશ્કેલ બની રહ્યું છે. ઉંમર, આરોગ્ય, મોંઘવારી સામે આટલી રકમમાં જીવી શકાય તેમ નથી. નજીવી રકમમાં આર્થિક – શારીરિક અને માનસિક હાલાકી ભોગવી રહ્યા છે. દવાઓના ખર્ચ અને રોજિંદા જીવન ખર્ચ સામે આવા અતિ ઓછા પેન્શનમાં જીવવું અત્યંત મુશ્કેલ છે. ઘણા પેન્શનરો ગંભીર રોગથી પીડાય રહ્યા છે, પણ આર્થિક તકલીફોના લીધે યોગ્ય સારવાર પણ લઈ શકતા નથી. નિવૃત્ત થયેલા કર્મચારીઓની હાલત અત્યંત દયનીય બની છે. જીવન નિર્વાહ માટે પૂરતી નથી. EPFO પાસે રૂ. 30 હજાર કરોડ Unclaimed રકમ પડી રહી છે.

78 લાખ પેન્શનરોમાંથી 45 લાખ પેન્શનરોને માસિક રૂ. 1500થી ઓછું પેન્શન મળી રહ્યું છે. પેન્શન યોજના પાછળનો હેતુ નાણાંકીય સુરક્ષા અને સામાજિક સુરક્ષાનો છે. સન્માન સાથે સામાજિક અને નાણાંકીય સુરક્ષા માટે જીવે તે માટે લઘુત્તમ રૂ. 10 હજાર પેન્શન મળવું જોઈએ.

EPS-95 (Employees’ Pension Scheme 1995) એટલે કે નિવૃત્તિ વેતન; બેઠો પગાર; કોઈ માણસ અથવા તેના પરિવારને તેની પાછલી નોકરીની કદરમાં આપવામાં આવતી માસિક અથવા વાર્ષિક રકમ. જે લોકોએ કોઈ નિશ્ચિત સમય સુધી કોઈ એક વિભાગમાં કામ કર્યું હોય, તેને વૃદ્ધાવસ્થામાં, નોકરીમાંથી છૂટા થવાથી કોઈ વૃત્તિ દેવામાં આવે છે અને તે વૃત્તિ પગારના અરધા ભાગ જેટલી હોય છે. વિભાગના કર્મચારીઓને તેમના મરી ગયા બાદ તેના પરિવારને મળે છે. આ પ્રકારની વૃત્તિઓને પેન્શન કહેવામાં આવે છે.

ઈપીએફ 95 આધારિત પેન્શનરોને લઘુત્તમ રૂપિયા 7,500 પેન્શન આપવા માંગણી નિવૃત્ત કર્મચારીઓની પહેલેથી રહી છે. રૂ. 417, રૂ. 541 અને રૂ.1250 પેન્શન ચૂકવવામાં આવે છે. સરેરાશ માત્ર રૂ. 1170ના દરથી વેતન ચૂકવાય છે.

જુલાઈ 2025થી કર્મચારીઓએ લઘુતમ પેન્શન વધારવા માટે ટ્રેડ યુનિયનો અને જાહેર પ્રતિનિધિઓ સહિત વિવિધ હિસ્સેદારો તરફથી રજૂઆત થઈ હતી.

કર્મચારી પેન્શન ભંડોળ ભંડોળમાં વેતનના 8.33 ટકાના દરે નોકરીદાતાનું યોગદાન; કેન્દ્ર સરકાર દ્વારા વેતનના 1.16 ટકાના દરે બજેટરી સપોર્ટ દ્વારા યોગદાન, મહત્તમ રૂ. 15 હજાર પ્રતિ માસ સુધીનો સમાવેશ થાય છે. યોજના હેઠળના તમામ લાભો આ સંચિત ભંડોળમાંથી ચૂકવવામાં આવે છે.

સરકારે હમણાં જાહેર કર્યું હતું કે, EPFO સભ્યોના પગાર (મૂળભૂત પગાર અને મોંઘવારી ભથ્થાના 12 ટકા EPF ખાતામાં જાય છે. 12 ટકા એમ્પ્લોયરના યોગદાનમાંથી, 8.33 ટકા EPS 95માં જાય છે, જ્યારે બાકીના 3.67 ટકા EPF ખાતામાં જમા થાય છે.

આ પણ વાંચો: 

ખોટા જાતિના દાખલાથી POLICE બનેલા બી.એમ. ચૌધરી ફરાર, નિવૃત થાય તે પૂર્વે પાપનો ઘડો ફૂટ્યો!

Surat: ભાડાના મકાનમાં મહિલાએ જીવન ટૂંકાવી લેવા મામલે મોટો ખૂલાસો, મકાન માલિકનો ભાઈ મહિલાને…

UP: દુકાનનું શટર ખોલી હિંદુ છોકરીને લઈ મુસ્લીમ યુવક ઘૂસ્યો, લોકોએ જોતાં જ હોશ ઉડી ગયા, પછી છોકરીએ શું કર્યું?

UP: ‘હું કોઈથી ડરતો નથી, માર મારી બેભાન કરી દઈશ’, પોલીસે વિદ્યાર્થીને નિર્દયતાથી માર માર્યો, વીડિયો વાયરલ થઈ જતાં…

Related Posts

Bhavnagarમાં સ્પા સેન્ટરો પર પોલીસના દરોડા, અનૈતિક પ્રવૃત્તિઓનો પર્દાફાશ
  • November 16, 2025

Bhavnagar: ભાવનગર શહેરમાં ચાલતા વેપારના મુખમાં લુકાયેલી અનૈતિક પ્રવૃત્તિઓનો ખુલ્લો પર્દાફાશ કરતાં પોલીસે અનેક સ્પા સેન્ટરો પર દરોડા પાડ્યા છે. કાળાનાળા વિસ્તારમાં ટ્રેડ સેન્ટરમાં આવેલા ‘સીટી સ્પા‘ નામના સેન્ટરમાં ડમ્મી…

Continue reading
Bhavnagar માં ફરી હચમચાવતી ઘટના, ફોરેસ્ટ ક્વાર્ટરમાંથી મહિલા સહિત બે બાળકોનાં મળ્યા મૃતદેહ
  • November 16, 2025

Bhavnagar:  ભાવનગર શહેરના તળાજા રોડ પર કાચના મંદિર નજીકની ફોરેસ્ટ કોલોનીમાંથી એક રોહિંગી અને હૃદયવિદારક ઘટના સામે આવી છે, જેનાથી સમગ્ર વિસ્તારમાં આતંક અને અરેરાટીનો વાતાવરણ ફેલાઈ ગયો છે. ફોરેસ્ટ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Bhavnagarમાં સ્પા સેન્ટરો પર પોલીસના દરોડા, અનૈતિક પ્રવૃત્તિઓનો પર્દાફાશ

  • November 16, 2025
  • 2 views
Bhavnagarમાં સ્પા સેન્ટરો પર પોલીસના દરોડા, અનૈતિક પ્રવૃત્તિઓનો પર્દાફાશ

Fastag New Rule :નિયમો બદલાઈ ગયા!હાઇવે ઉપર જાવ ત્યારે આટલું ધ્યાન રાખજો,ફાયદામાં રહેશે!

  • November 16, 2025
  • 5 views
Fastag New Rule :નિયમો બદલાઈ ગયા!હાઇવે ઉપર જાવ ત્યારે આટલું ધ્યાન રાખજો,ફાયદામાં રહેશે!

Bihar Election:નીતિશ કાલે રાજીનામું આપશે!ધારાસભ્ય દળની બેઠકમાં CM સહિત ડે. CM નક્કી થશે! આ નામોની ચર્ચા

  • November 16, 2025
  • 15 views
Bihar Election:નીતિશ કાલે રાજીનામું આપશે!ધારાસભ્ય દળની બેઠકમાં CM સહિત ડે. CM નક્કી થશે! આ નામોની ચર્ચા

Bhavnagar માં ફરી હચમચાવતી ઘટના, ફોરેસ્ટ ક્વાર્ટરમાંથી મહિલા સહિત બે બાળકોનાં મળ્યા મૃતદેહ

  • November 16, 2025
  • 8 views
Bhavnagar માં ફરી હચમચાવતી ઘટના,  ફોરેસ્ટ ક્વાર્ટરમાંથી મહિલા સહિત બે બાળકોનાં મળ્યા મૃતદેહ

Gujrat police: પોલીસની જનરક્ષક(!)ગાડીએ અકસ્માત સર્જ્યો!શુ ડ્રાઈવર ‘પી’ ગયો હતો?

  • November 16, 2025
  • 17 views
Gujrat police: પોલીસની જનરક્ષક(!)ગાડીએ અકસ્માત સર્જ્યો!શુ ડ્રાઈવર ‘પી’ ગયો હતો?

IND vs SA 1st Test: 15 વર્ષ પછી દક્ષિણ આફ્રિકાએ ભારતીય ધરતી પર ટેસ્ટ જીતી, ટીમ ઇન્ડિયાને 30 રને હરાવ્યું

  • November 16, 2025
  • 12 views
IND vs SA 1st Test: 15 વર્ષ પછી દક્ષિણ આફ્રિકાએ ભારતીય ધરતી પર ટેસ્ટ જીતી, ટીમ ઇન્ડિયાને 30 રને હરાવ્યું