
Gujarat viral video: ગુજરાતમાં દુષિત પાણીની સમસ્યાને લગતી ભ્રષ્ટાચારની ફરિયાદો વધુ તીવ્ર બની છે. તાજેતરમાં એક ગામમાં ગુસ્સાયેલા નાગરિકોએ સરકારી અધિકારી પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવીને પૈસાના બંડલો ફેંકી દીધા, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
ભ્રષ્ટ અધિકારી પર લોકોએ કર્યો નોટોનો વરસાદ
વાયરલ વીડિયોમાં જોવા મળે છે કે ગુસ્સાયેલા નાગરિકો, જેમના હાથમાં પ્લેકાર્ડ્સ હતા, સરકારી કાર્યાલયમાં પ્રવેશીને અધિકારીને લગતી ફરિયાદો કરી રહ્યા છે. તેઓએ અધિકારીને ભ્રષ્ટાચારના આરોપો લગાવીને પૈસાના બંડલો તેની તરફ ફેંક્યા અને નારા લગાવ્યા, “આ પૈસા ખાઈ લો !” જેવા શબ્દોમાં તેમનો રોષ વ્યક્ત કર્યો. નાગરિકોનું કહેવું છે કે અધિકારીએ પાણીની વ્યવસ્થા સુધારવા માટે લેવામાં આવેલા ભંડોળનો દુરુપયોગ કર્યો છે, જેના કારણે તેઓને ગંદા અને દુષિત પાણી મળી રહ્યું છે.આ વીડિયો ઝડપથી વાયરલ થયો છે.
गुजरात में गुस्साए लोगों ने एक सरकारी अधिकारी पर दूषित पानी के मामले में भ्रष्टाचार का आरोप लगाते हुए पैसों के बंडल फेंके।
भारत अब वैश्विक भ्रष्टाचार सूचकांक में 96वें स्थान पर है – जो साल-दर-साल और भी बदतर होता जा रहा है। pic.twitter.com/BE8uOGJ0sb
— Davinder Pal Singh 幸王 دیویندر سنگھ ਦਵਿੰਦਰ ਪਾਲ ਸਿੰ (@dpsingh1313) October 6, 2025
આ વીડિયો ક્યાનો છે ?
મળતી માહિતી મુજબ આ વાયરલ વીડિયો ધોળકાનો છે. થોડા દિવસો પહેલા ધોળકા તાલુકામાં મતિયા પુરા ખાતા (મફતિયા પુરા ખાતા)ના ગ્રામજનો પ્રાથમિક સુવિધાઓના અભાવથી વફરેલા છે. તાજેતરમાં આ વિસ્તારમાં દુષિત પાણી અને અન્ય મૂળભૂત સુવિધાઓની સમસ્યા વધુ તીવ્ર બની છે, જેના કારણે ગુસ્સાયેલા નાગરિકોએ સ્થાનિક નગરપાલિકાના ચીફ અધિકારી પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવીને 200 અને 500 ની નકલી નોટોના બંડલો ફેંકી વિરોધ નોંધાવ્યો હતો.
ભારતમાં ભ્રષ્ટાચાર વધ્યો
મહત્વનું છે કે, વૈશ્વિક ભ્રષ્ટાચાર સૂચકાંકમાં ભારત હવે 96 મા ક્રમે છે – જે વર્ષ-દર-વર્ષ ખરાબ થઈ રહ્યું છે. ગુજરાતમા ભ્રષ્ટાચાર એટલો બધો વધી ગયો છે કે સામાન્ય કામ માટે પણ લાંચ આપવી પડે છે લાખોના પગારદાર અધિકારીઓ 2-5 હજારની લાંચ લેતા પકડાય છે. તેમણે સરકારી પગાર ઓછો પડતો હોય તેમ ભ્રષ્ટાચારની કાળી કમાણીમાં ભેગી કરવી હોય છે આવા ભ્રષ્ટ અધિકારીઓથી લોકો પણ હવે ત્રસ્ત થઈ ગયા છે. અને લોકો હવે આવા અધિકારીઓને રોકડું પરખાવી રહ્યા છે.
આ પણ વાંચો:
Bihar Election 2025: બિહાર વિધાનસભા ચૂંટણીની જાહેરાત, કેટલા તબક્કામાં, ક્યારે થશે મતદાન?
પત્રકારો ભ્રષ્ટ થવા પાછળ આખરે જવાબદાર કોણ?| Journalism | Corruption Part – 2
UP: 75 વર્ષિય સંગરુ રામના લગ્ન પછી થયેલા મોત અંગે મોટો ખૂલાસો, કારણ જાણી ચોકી જશો!








