
Gujarat: ગુજરાતના વાતાવરણમાં એકાએક ફેરફાર થઈ રહ્યા છે. એક બાજુ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે, ત્યારે હવે ભર ઉનાળે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. તાજેતરમાં જ કચ્છ જીલ્લામાં કમોસમી વરસાદ પડતાં ખેડૂતોની ચિંતા વધી ગઈ હતી. ત્યારે હવે ફરી વરસાદની સંભાવના વ્યક્ત કરતાં ખેડૂતો વધુ ચિંતામાં મૂકાયા છે. ઉભા પાકને નુકસાન થવાની ભય સતાવી રહ્યો છે.
હવામાન વિભાગે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સક્રિયાતાને આગામી દિવસોમાં કમોસમી વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી છે. હવામાનની આગાહી પ્રમાણે 24 માર્ચે પશ્ચિમ હિમાલય પ્રદેશમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પહોંચશે. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની 26 માર્ચથી ગુજરાતમાં અસર વર્તાશે. પશ્ચિમી ભેજવાળા પવનના કારણે આગામી 1 એપ્રિલ સુધી રાજ્યમાં વાતળછાયું વાતાવરણ રહી શકે છે.
જ્યારે 29 માર્ચથી 1 એપ્રિલ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે અડધા ઇંચથી ઓછો કમોસમી વરસાદ વરસવાની શક્યતા છે.
આ પણ વાંચોઃ અમદાવાદમાં યુગલે સાબરમતીમાં કૂદીને કર્યો આપઘાત
આ પણ વાંચોઃ Morabi: મોરબીમાં વ્યાજખોરો સામે કાર્યવાહી કરવા મોટું આંદોલન! જુઓ VIDEO
આ પણ વાંચોઃ ભર ઉનાળે કચ્છમાં ચોમાસાનો માહોલ, કમોસમી વરસાદ પડતાં ખેડૂતો ચિંતત |Unseasonal Rain Gujarat