Bomb Threat: સ્કૂલો, હાઈકોર્ટ બાદ રાજકોટની કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

Bomb Threat in Gujarat: ગુજરાતમાં જાહેર સ્થળોને સતત બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળી રહી છે. આજે વડોદરાની એક સ્કૂલ અને ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. ત્યારે હવે વધુ એક કોર્ટને ધમકી મળી છે. રાજકોટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે.  બોમ્બ સ્કવોડ સહિતની ટીમો દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરાયું છે.

હાઈકોર્ટને બીજીવાર ધમકી

ગુજરાત હાઇકોર્ટને આ બીજીવાર  બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે. ધમકી મળતા જ પોલીસ વિભાગ એલર્ટ થઈ ગયું છે. બોમ્બ સ્કવોર્ડ સહિતની ટીમો હાઇકોર્ટ સંકુલમાં પહોંચી તપાસ શરુ કરી છે.

વડોદરામાં સતત બીજા દિવસે સ્કૂલને ધમકી

ગુજરાતના વડોદરા શહેરમાં સતત બીજા દિવસે સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આજે રિફાઇનરી ગુજરાત બોર્ડ સ્કૂલના પ્રિન્સિપાલને ઈ-મેલ દ્વારા ધમકી આપવામાં આવી હતી, જેમાં દાવો કરાયો હતો કે સ્કૂલમાં બોમ્બ મૂકવામાં આવ્યો છે અને તે ફાટશે. ઘટનાની જાણ થતાં જ જવાહરનગર પોલીસ, બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમો ઘટનાસ્થળે પહોંચી અને સઘન તપાસ શરૂ કરી.

સ્કૂલે તાત્કાલિક પગલાં લેતાં વિદ્યાર્થીઓને રજા આપી દીધી અને સવારે 9:15 વાગ્યા સુધીમાં બાળકોને સલામત રીતે ઘરે મોકલવાની વ્યવસ્થા કરી. વાલીઓને ઈ-મેલ દ્વારા જાણ કરવામાં આવી કે આ ધમકી ખોટી હોઈ શકે છે, પરંતુ સુરક્ષાને ધ્યાનમાં રાખીને કોઈ જોખમ લેવામાં આવશે નહીં.

ગઈકાલે સમા વિસ્તારની નવરચના સ્કૂલને પણ આવી જ ધમકી મળી હતી, જ્યાં પોલીસે સાડા ત્રણ કલાકની તપાસ બાદ કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળતાં રાહતની જાહેરાત કરી હતી. આ પહેલાં જાન્યુઆરીમાં પણ નવરચના સ્કૂલને આવી ધમકી મળી હતી, જે ખોટી સાબિત થઈ હતી.

સતત ધમકીઓથી વાલીઓમાં ચિંતા વધી છે, અને તેઓ આવા અજાણ્યા તત્ત્વો સામે કડક કાર્યવાહીની માગ કરી રહ્યા છે. પોલીસે જણાવ્યું કે તપાસ ચાલુ છે અને ધમકી આપનારની ઓળખ માટે સાયબર ટીમ કામ કરી રહી છે.

વાલીઓને શાંતિ જાળવવા અને ગભરાટ ન ફેલાવવા અપીલ કરવામાં આવી છે, જ્યારે સ્કૂલે પણ સુરક્ષાને પ્રાથમિકતા આપીને વિદ્યાર્થીઓની સલામતી સુનિશ્ચિત કરવાની ખાતરી આપી છે.

આ પણ વાંચો:

Related Posts

Naroda Sub Registrar Bribery Case: નરોડા-6 સબ રજીસ્ટ્રાર કચેરીમાં ભ્રષ્ટાચારનો પર્દાફાશ, દસ્તાવેજના કામ માટે ₹2.50 લાખની લાંચ લેતા ત્રણ ભ્રષ્ટ અધિકારીઓ ઝડપાયા
  • May 5, 2026

Naroda Sub Registrar Bribery Case: અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલી અસારવા સબ રજીસ્ટ્રાર (નરોડા-6) કચેરીમાં ભ્રષ્ટાચારનો એક મોટો કિસ્સો સામે આવ્યો છે. એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા કરવામાં આવેલી એક સફળ…

Continue reading
Stock Market Cyber Fraud: શેરબજારમાં મહિને 200 ટકા નફાની લાલચ આપીને યુવક સાથે 18 લાખની છેતરપિંડી, અમદાવાદ સાયબર ક્રાઇમે ગેંગ પકડી
  • May 5, 2026

Stock Market Cyber Fraud: અમદાવાદમાં શેરબજારમાં રોકાણના નામે ઊંચા વળતરની લાલચ આપી નિર્દોષ નાગરિકોને ચૂનો લગાવતી એક મોટી ગેંગનો અમદાવાદ સાયબર ક્રાઇમે પર્દાફાશ કર્યો છે. આ ટોળકી લોકોનો વોટ્સએપ મારફતે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Naroda Sub Registrar Bribery Case: નરોડા-6 સબ રજીસ્ટ્રાર કચેરીમાં ભ્રષ્ટાચારનો પર્દાફાશ, દસ્તાવેજના કામ માટે ₹2.50 લાખની લાંચ લેતા ત્રણ ભ્રષ્ટ અધિકારીઓ ઝડપાયા

  • May 5, 2026
  • 3 views
Naroda Sub Registrar Bribery Case: નરોડા-6 સબ રજીસ્ટ્રાર કચેરીમાં ભ્રષ્ટાચારનો પર્દાફાશ, દસ્તાવેજના કામ માટે ₹2.50 લાખની લાંચ લેતા ત્રણ ભ્રષ્ટ અધિકારીઓ ઝડપાયા

Stock Market Cyber Fraud: શેરબજારમાં મહિને 200 ટકા નફાની લાલચ આપીને યુવક સાથે 18 લાખની છેતરપિંડી, અમદાવાદ સાયબર ક્રાઇમે ગેંગ પકડી

  • May 5, 2026
  • 6 views
Stock Market Cyber Fraud: શેરબજારમાં મહિને 200 ટકા નફાની લાલચ આપીને યુવક સાથે 18 લાખની છેતરપિંડી, અમદાવાદ સાયબર ક્રાઇમે ગેંગ પકડી

Kinnar Jyotish Gang: ઓનલાઇન જ્યોતિષના નામે બ્લેકમેલિંગનું નેટવર્ક, કિન્નર ગુરુ બની લોકોને લૂંટતી ગેંગનો પર્દાફાશ

  • May 5, 2026
  • 8 views
Kinnar Jyotish Gang: ઓનલાઇન જ્યોતિષના નામે બ્લેકમેલિંગનું નેટવર્ક, કિન્નર ગુરુ બની લોકોને લૂંટતી ગેંગનો પર્દાફાશ

Surat Varachha SBI Robbery Case: સુરત SBI બેંક લૂંટકાંડમાં મોટો ખુલાસો: ઉત્તરપ્રદેશથી બે શખ્સો ઝડપાયા, જાણો અઠવાડિયાની તપાસની વિગત

  • May 4, 2026
  • 10 views
Surat Varachha SBI Robbery Case: સુરત SBI બેંક લૂંટકાંડમાં મોટો ખુલાસો: ઉત્તરપ્રદેશથી બે શખ્સો ઝડપાયા, જાણો અઠવાડિયાની તપાસની વિગત

Gosabara RDX Landing Case Verdict: પોરબંદર ગોસાબારા RDX લેન્ડિંગ કેસમાં સ્પેશિયલ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, દાઉદ ઈબ્રાહિમ સહિત 12 આરોપી દોષિત જાહેર

  • May 4, 2026
  • 6 views
Gosabara RDX Landing Case Verdict: પોરબંદર ગોસાબારા RDX લેન્ડિંગ કેસમાં સ્પેશિયલ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, દાઉદ ઈબ્રાહિમ સહિત 12 આરોપી દોષિત જાહેર

Mamata Banerjee on Election Result: પશ્ચિમ બંગાળ ચૂંટણી પરિણામો વચ્ચે મમતા બેનર્જીનું પહેલું નિવેદન, કહ્યું- “અંતિમ રાઉન્ડ બાદ ટીએમસી જ જીતશે”

  • May 4, 2026
  • 9 views
Mamata Banerjee on Election Result: પશ્ચિમ બંગાળ ચૂંટણી પરિણામો વચ્ચે મમતા બેનર્જીનું પહેલું નિવેદન, કહ્યું- “અંતિમ રાઉન્ડ બાદ ટીએમસી જ જીતશે”