Gujarat viral video: “લે…ખા! કેટલા પૈસા કેટલા ખાઈશ?” ભ્રષ્ટ અધિકારી પર નોટોનો વરસાદ

Gujarat viral video: ગુજરાતમાં દુષિત પાણીની સમસ્યાને લગતી ભ્રષ્ટાચારની ફરિયાદો વધુ તીવ્ર બની છે. તાજેતરમાં એક ગામમાં ગુસ્સાયેલા નાગરિકોએ સરકારી અધિકારી પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવીને પૈસાના બંડલો ફેંકી દીધા, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

ભ્રષ્ટ અધિકારી પર લોકોએ કર્યો નોટોનો વરસાદ

વાયરલ વીડિયોમાં જોવા મળે છે કે ગુસ્સાયેલા નાગરિકો, જેમના હાથમાં પ્લેકાર્ડ્સ હતા, સરકારી કાર્યાલયમાં પ્રવેશીને અધિકારીને લગતી ફરિયાદો કરી રહ્યા છે. તેઓએ અધિકારીને ભ્રષ્ટાચારના આરોપો લગાવીને પૈસાના બંડલો તેની તરફ ફેંક્યા અને નારા લગાવ્યા, “આ પૈસા ખાઈ લો !” જેવા શબ્દોમાં તેમનો રોષ વ્યક્ત કર્યો. નાગરિકોનું કહેવું છે કે અધિકારીએ પાણીની વ્યવસ્થા સુધારવા માટે લેવામાં આવેલા ભંડોળનો દુરુપયોગ કર્યો છે, જેના કારણે તેઓને ગંદા અને દુષિત પાણી મળી રહ્યું છે.આ વીડિયો ઝડપથી વાયરલ થયો છે.

આ વીડિયો ક્યાનો છે ?

મળતી માહિતી મુજબ આ વાયરલ વીડિયો ધોળકાનો છે. થોડા દિવસો પહેલા ધોળકા તાલુકામાં મતિયા પુરા ખાતા (મફતિયા પુરા ખાતા)ના ગ્રામજનો પ્રાથમિક સુવિધાઓના અભાવથી વફરેલા છે. તાજેતરમાં આ વિસ્તારમાં દુષિત પાણી અને અન્ય મૂળભૂત સુવિધાઓની સમસ્યા વધુ તીવ્ર બની છે, જેના કારણે ગુસ્સાયેલા નાગરિકોએ સ્થાનિક નગરપાલિકાના ચીફ અધિકારી પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવીને 200 અને 500 ની નકલી નોટોના બંડલો ફેંકી વિરોધ નોંધાવ્યો હતો.

ભારતમાં ભ્રષ્ટાચાર વધ્યો 

મહત્વનું છે કે, વૈશ્વિક ભ્રષ્ટાચાર સૂચકાંકમાં ભારત હવે 96 મા ક્રમે છે – જે વર્ષ-દર-વર્ષ ખરાબ થઈ રહ્યું છે. ગુજરાતમા ભ્રષ્ટાચાર એટલો બધો વધી ગયો છે કે સામાન્ય કામ માટે પણ લાંચ આપવી પડે છે લાખોના પગારદાર અધિકારીઓ 2-5 હજારની લાંચ લેતા પકડાય છે. તેમણે સરકારી પગાર ઓછો પડતો હોય તેમ ભ્રષ્ટાચારની કાળી કમાણીમાં ભેગી કરવી હોય  છે આવા ભ્રષ્ટ અધિકારીઓથી લોકો પણ હવે ત્રસ્ત થઈ ગયા છે.  અને લોકો હવે આવા અધિકારીઓને રોકડું પરખાવી રહ્યા છે.

આ પણ વાંચો: 

Bihar Election 2025: બિહાર વિધાનસભા ચૂંટણીની જાહેરાત, કેટલા તબક્કામાં, ક્યારે થશે મતદાન?

Abrar Ahmed: ‘હું ભારતીય ક્રિકેટર શિખર ધવનને મુક્કો મારવા માંગુ છું!’, પાકિસ્તાની સ્પિનર ​​અબરાર અહેમદનું વિવાદાસ્પદ નિવેદન

પત્રકારો ભ્રષ્ટ થવા પાછળ આખરે જવાબદાર કોણ?| Journalism | Corruption Part – 2

UP: 75 વર્ષિય સંગરુ રામના લગ્ન પછી થયેલા મોત અંગે મોટો ખૂલાસો, કારણ જાણી ચોકી જશો!

Related Posts

Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન
  • March 19, 2026

Mini storm: રાજ્યમાં સાયકલોનિક સર્ક્યુલેશન,વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા વરસાદી માહોલ સર્જાયો છે સમગ્ર રાજ્યમાં ધૂળની ડમરી સાથે ભારે પવન અને કડાકા ભડાકા સાથે વરસાદ થયો છે.વડોદરામાં પણ સાંજના સમયે ધૂળની…

Continue reading
Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!
  • March 19, 2026

■ શ્રી સત્ય યોગ ફાઉન્ડેશન આશ્રમમાં જ નકલી નોટો છાપવાનું ચાલુ કરી ફોર્ચ્યુનર ગાડી ઉપર ‘ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા આયુષ મંત્રાલય’નું બોર્ડ ઠપકારી હેરાફેરી ચાલુ કરી પણ વટાણા વેરાઈ ગયા અને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Supreme Court: પોલીસ દ્વારા આરોપીને પહેરાવતી હાથકડી કે ધરપકડના વિડીયો બનાવી વાયરલ કરવા સામે સુપ્રીમમાં PIL દાખલ

  • March 20, 2026
  • 3 views
Supreme Court: પોલીસ દ્વારા આરોપીને પહેરાવતી હાથકડી  કે ધરપકડના વિડીયો બનાવી વાયરલ કરવા સામે સુપ્રીમમાં  PIL દાખલ

BJP: નરેન્દ્ર મોદી ચૂંટણીઓમાં વ્યસ્ત છે અને લોકો ગેસની લાઈનોમાં ઉભા છે!

  • March 20, 2026
  • 7 views
BJP: નરેન્દ્ર મોદી ચૂંટણીઓમાં વ્યસ્ત છે અને લોકો ગેસની લાઈનોમાં ઉભા છે!

Keshubapa: નરેન્દ્ર મોદી ‘ગપ્પા’ મારવામાં માહિર છે! તેમ કેશુબાપા કેમ કહેતા હતા? જાણો

  • March 20, 2026
  • 8 views
Keshubapa: નરેન્દ્ર મોદી ‘ગપ્પા’ મારવામાં માહિર છે! તેમ કેશુબાપા કેમ કહેતા હતા? જાણો

Thunderstorm: જગતના તાતને માવઠાએ રડાવ્યા! ઉભા પાકને વ્યાપક નુકશાન! નકલી નોટોનો ખેલ કરનાર ‘ગુરુજી’ કોણ છે?જુઓ ખાસ વિશ્લેષણ

  • March 20, 2026
  • 8 views
Thunderstorm: જગતના તાતને  માવઠાએ રડાવ્યા! ઉભા પાકને વ્યાપક નુકશાન! નકલી નોટોનો ખેલ કરનાર ‘ગુરુજી’ કોણ છે?જુઓ ખાસ વિશ્લેષણ

Cremation Coal: અરેરે…જ્યાં ‘માનવ દેહ’ બળે છે તેજ કોલસાથી હવે ‘રોટલી-ચિકન’બનાવાય છે! લોકો મોજથી આરોગી રહ્યા છે!!

  • March 20, 2026
  • 12 views
Cremation Coal: અરેરે…જ્યાં ‘માનવ દેહ’ બળે છે તેજ કોલસાથી હવે ‘રોટલી-ચિકન’બનાવાય છે! લોકો મોજથી આરોગી રહ્યા છે!!

Tech World: ઈરાન ઉપર હુમલો કરી ટ્રમ્પે આખી દુનિયાની પથારી ફેરવી નાખી છે! ‘ગેસ-તેલ’ બાદ હવે વિશ્વની ડિજિટલ લાઈફલાઈન ઉપર ઈરાનની નજર!

  • March 20, 2026
  • 11 views
Tech World: ઈરાન ઉપર હુમલો કરી ટ્રમ્પે આખી દુનિયાની પથારી ફેરવી નાખી છે! ‘ગેસ-તેલ’ બાદ હવે વિશ્વની ડિજિટલ લાઈફલાઈન ઉપર ઈરાનની નજર!