
Gujarat Vote Scam: સમગ્ર દેશમાં રાહુલ ગાંધીએ વોટ કૌભાંડ બહાર પાડ્યા બાદ દેશમાં ખળભળાટ મચ્યો છે. ભાજપ સામે લોકોએ નારાજગી દર્શાવી છે. લોકોને લાગી રહ્યું છે કે ભાજપે તેમને છેતર્યા છે. ત્યારે આ મુદ્દે કોંગ્રેસ મજબૂતાઈથી લડત આપી રહ્યું છે. આજે ગુજરાતના હૃદયસ્થળ અમદાવાદમાં કલેક્ટર ઓફિસની નજીક કોંગ્રેસ પાર્ટી દ્વારા ‘વોટ અધિકાર જન સભા’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોંગ્રેસે ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. આ મુદ્દે જેગ્નેશ મેવાણી( Jignesh Mevani )એ પાટીલનું નામ લીધા વગર બૂટલેગર કહ્યા હતા.
આ જન સભામાં ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC)ના મહાસચિવ મુકુલ વાસનિક, ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, પ્રખર નેતા તુષાર ચૌધરી, વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી અને સાંસદ ગેનીબેન ઠાકોર સહિત અન્ય અગ્રણી નેતાઓએ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં હજારો કોંગ્રેસ કાર્યકરો અને સમર્થકો ઉમટ્યા હતા, જેના કારણે કલેક્ટર ઓફિસ આસપાસના પાર્કિંગ વિસ્તારો ભરાઈ ગયા હતા, અને શહેરના રસ્તાઓ પર ટ્રાફિકની અસર જોવા મળી હતી.
આ જન સભા ગઈકાલે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ યોજેલી એક પ્રેસ કોન્ફરન્સના પગલે આયોજિત કરવામાં આવી હતી, જેમાં તેમણે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) દ્વારા વોટ ચોરીની ગેરરીતિઓના ગંભીર આરોપો લગાવ્યા હતા. અમિત ચાવડાએ પ્રેસ કોન્ફરન્સમાં દાવો કર્યો હતો કે ગુજરાતની 182 વિધાનસભા બેઠકોમાં મતદાર યાદીઓમાં ગેરરીતિઓ થઈ છે, જેના પરિણામે અંદાજે 62 લાખ મતોની ચોરી થઈ હોવાનું માનવામાં આવે છે. તેમણે ખાસ કરીને નવસારીના ભાજપ સાંસદ અને ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલના મતવિસ્તારમાં ‘ભૂતિયા મતદારો’ની હાજરીનો ઉલ્લેખ કર્યો હતો. આ આરોપોને આધારે, કોંગ્રેસે આ જન સભા દ્વારા લોકશાહીના આ મુદ્દાને જનતા સમક્ષ મૂકવાનો પ્રયાસ કર્યો હતો.
બૂટલેગરના વિસ્તારમાં વોટ કૌભાંડ પકડાયું: મેવાણી
વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી( Jignesh Mevani )એ જન સભામાં જોરદાર ભાષણ આપતા જણાવ્યું કે, “સોશિયલ મીડિયા અને સમાચારોમાં હાલ વોટ ચોરીની આંધી ફૂંકાઈ રહી છે.” તેમણે 2027ની વિધાનસભા ચૂંટણી અને આગામી કોર્પોરેશન ચૂંટણીઓ માટે હવે થી જ તૈયારીઓ શરૂ કરવાની હાકલ કરી. જીગ્નેશે સી.આર. પાટીલનું નામ લીધા વગર તેમના મતવિસ્તારમાં વોટ કૌભાંડનો આરોપ લગાવ્યો અને કહ્યું, “બૂટલેગરના વિસ્તારમાં વોટ કૌભાંડ પકડાયું છે. તમે તમારો ડંડો, પોલીસ અને તંત્ર તૈયાર રાખો, અમે અમારી પીઠ અને છાતી તૈયાર કરીને બેઠા છીએ.” તેમણે ગુજરાતની તમામ ચૂંટણીઓની નિષ્પક્ષ તપાસની માંગ કરી અને કોમનવેલ્થ ગેમ્સના નામે લોકોના ઘરો તોડવાના કથિત પ્રયાસો સામે લડવાની પ્રતિજ્ઞા લીધી. જીગ્નેશે કહ્યું, “અમે નક્કી કર્યું છે કે એક ઈંચ જમીન પણ નહીં લેવા દઈએ. પૂર્વ બૂટલેગરો અને હાલના બૂટલેગરો સામે અમે લડવા તૈયાર છીએ.”
વોટ ચોર ગાદી છોડ: ગેનીબેન ઠાકોર
સાંસદ ગેનીબેન ઠાકોરે જન સભામાં ભાજપ પર આકરો કટાક્ષ કરતાં જણાવ્યું, “જો કોઈ ‘વોટ ચોર ગાદી છોડ’ કહે, તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરમ અનુભવવી જોઈએ.” તેમણે ગુજરાતમાં વોટ ચોરીનું ‘મોડલ’ ઊભું થયું હોવાનો આરોપ લગાવ્યો અને લોકશાહીના બંધારણીય હક્કની રક્ષા માટે લડવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. ગેનીબેને 2017ની વિધાનસભા ચૂંટણીનો દાખલો આપતા જણાવ્યું કે, જ્યારે તેઓ ચૂંટણી લડી રહ્યા હતા, ત્યારે 11 વાગ્યે 7500 ખોટા મતદારો પકડાયા હતા, પરંતુ ચૂંટણી પંચે કે સત્તાધિકારીઓએ તેની સામે કોઈ પગલાં લીધાં નહોતાં. આ ઉપરાંત, 2022ની વિધાનસભા ચૂંટણીમાં એક ગામમાં 50-50 મતદારોના નામ કમી કરાયા હતા, અને 2024ની લોકસભા ચૂંટણીમાં બનાસકાંઠામાં બીજા જિલ્લાના મતદારોના નામ ઉમેરાયા હતા. તેમણે આ ઘટનાઓને લોકશાહી પરના હુમલા તરીકે ગણાવી અને ચૂંટણી પંચને આવી ગેરરીતિઓ રોકવા તાત્કાલિક પગલાં લેવા હાકલ કરી.
“આ નરેન્દ્ર મોદીનો જાદુ નથી, વોટ ચોરીનો જાદુ છે”
જન સભામાં બોલતા કોંગ્રેસ નેતા લાલજી દેસાઈએ ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા. તેમણે જણાવ્યું, “આ કોઈ નરેન્દ્ર મોદીનો જાદુ નથી, પરંતુ વોટ ચોરીનો જાદુ છે. ભાજપ જ્યારે ચૂંટણી હારવાની સ્થિતિમાં હોય છે, ત્યારે તે મતદાર યાદીમાં ગેરરીતિઓ કરીને અને ગેરકાયદેસર રીતે સત્તા મેળવવાના પ્રયાસો કરે છે.” લાલજી દેસાઈએ ચૂંટણી પંચની નિષ્પક્ષતા પર પણ સવાલ ઉઠાવ્યા, જણાવતા કે ભાજપે પંચના સભ્યોને દૂર કરીને પોતાના લોકોને નિયુક્ત કર્યા છે, જેના કારણે વોટ ચોરીની ઘટનાઓને પ્રોત્સાહન મળ્યું છે. તેમણે રાહુલ ગાંધીના નેતૃત્વમાં દેશભરમાં ચાલી રહેલા આંદોલનનો ઉલ્લેખ કર્યો અને લોકશાહીના રક્ષણ માટે આવા કાર્યક્રમોની જરૂરિયાત પર ભાર મૂક્યો. તેમણે ગુજરાતની જનતાને આવા કથિત ષડયંત્રો સામે જાગૃત રહેવા અને લોકશાહીની રક્ષા માટે એકજૂટ થવા અપીલ કરી.
અમિત ચાવડાનો દાવો, “62 લાખ મતોની ચોરી”
ગઈકાલે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં અમિત ચાવડાએ વોટ ચોરીની પદ્ધતિઓ પર વિગતવાર ચર્ચા કરી હતી. તેમણે જણાવ્યું કે, મતદાર યાદીમાં ગેરરીતિઓની પાંચ મુખ્ય રીતો છે:
સંપૂર્ણ ખોટા મતદારોનો ઉમેરો: બનાવટી નામો દ્વારા મતદાર યાદીમાં ખોટા મતદારો ઉમેરવામાં આવે છે.
સ્પેલિંગમાં ફેરફાર: મતદારોના નામના સ્પેલિંગમાં ઇરાદાપૂર્વક ફેરફાર કરીને ગેરરીતિઓ કરવામાં આવે છે.
બહુવિધ વોટર આઈડી: એક જ વ્યક્તિને ત્રણ-ચાર વોટર આઈડી આપીને બહુવિધ મતદાનની શક્યતા ઊભી કરવામાં આવે છે.
સરનામામાં ફેરફાર: મતદારોના સરનામાં બદલીને તેમના મતાધિકારને અસર કરવામાં આવે છે.
ભાષામાં ફેરફાર: મતદાર યાદીમાં ભાષા બદલીને ગેરરીતિઓ કરવામાં આવે છે.
— Amit Chavda (@AmitChavdaINC) August 30, 2025
અમિત ચાવડાએ ચોર્યાસી વિધાનસભાનું ઉદાહરણ આપતા જણાવ્યું કે, આ વિધાનસભામાં કુલ 6 લાખ મતદારોમાંથી 2.40 લાખ મતદારોની ચકાસણી કરતાં 30,000 ભૂતિયા મતદારો મળી આવ્યા છે. આ આધારે, આ વિધાનસભામાં 75,000 જેટલા ખોટા મતદારો હોવાની શક્યતા છે. તેમણે આ ગેરરીતિઓને લોકશાહી પરનું ષડયંત્ર ગણાવ્યું અને ચૂંટણી પંચને આવી ગેરરીતિઓ રોકવા તાત્કાલિક પગલાં લેવા હાકલ કરી. તેમણે ગુજરાતની જનતાને આવા કથિત ષડયંત્રો સામે જાગૃત રહેવા અને લોકશાહીના રક્ષણ માટે એકજૂટ થવા અપીલ કરી.
આ પણ વાંચો:
vote chori in Gujarat: ગુજરાતમાં 62 લાખની વોટ ચોરી, કોંગ્રેસ પ્રદેશ પ્રમુખનો ધડાકો
Lucknow: ઘરમાં ચાલતી ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ, 6 લોકોના મોતની આશંકા, રેસ્ક્યૂ ચાલુ
PM Modi: ચીનને લાલ આંખ બતાવવાનું કહેતાં મોદી આજે શું બોલ્યા?
UP: પૂજારીએ પ્રસાદમાં નશીલો પદાર્થ નાખી યુવાનનું જાતીય શોષણ કર્યું, વીડિયો ઉતારી લીધા પછી…
China: મોદી અને શી જિનપિંગ વચ્ચે દ્વિપક્ષીય બેઠક, શું થઈ ચર્ચા?
Delhi: કાલકાજી મંદિરમાં પ્રસાદ ભૂખ્યા શખ્સોએ સેવકને પતાવી દીધો, ‘ભાજપની 4 એન્જિનવાળી સરકાર નિષ્ફળ’
US: ખંજરથી પોલીસ પર હુમલો કરવા જતાં શીખ યુવકને ગોળીથી વીંધી નાખ્યો
Milk Bank: ગુજરાતમાં નવજાતોને માતાનું દૂધ પુરુ પાડતી 6 દૂધ બેંક, વર્ષે આટલી માતાઓ કરે છે દૂધ દાન?