
Gujarat Weather: ગુજરાતના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે. તાજેતરમાં જ હવામાન નિષ્ણાંતોએ 2થી 5 ફેબ્રુઆરી સુધી કમોસમી વરસાદની આગાહી કરી હતી. ત્યારે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી અને અંબાલાલ પટેલની આગાહી સાચી ઠરતી દેખાઈ રહી છે. અમરેલી જીલ્લાના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે. સવારથી કાળા ડિબ્બાગ વાદળો છવાઈ ગયા છે. જેથી ખેડૂતો ચિંતમાં મૂકાયા છે. સાથે જ પાક ન બગડે તે માટે આયોજન કરી રહ્યા છે.
ખેડૂતોમાં ચિંતાનું મોજું
અમરેલી જીલ્લાનાં સાવરકુંડલા, લીલીયા, ખામ્ભા, જાફરાબાદ પંથકમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. બનાસકાંઠા જીલ્લાનાં વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. વહેલી સવારથી જ એકાએક વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. જેથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો. કમોસમી વરસાદ થાય તો બટાકા, જીરૂ, ઈસબગુલ, એરંડા, રાયડો, ઘઉ, રાજગરો સહિતનાં પાકોને મોટુ નુકસાન થવાની ભીતી સેવાઈ રહી છે.
કયા જીલ્લાઓમાં માવઠાંની શક્યતાઓ
અરબી સમુન્દ્ર અને બંગાળના ઉપસાગરના ભેજના કારણે આ કમોસમી વરસાદની સભાંવના છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અન્ય સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વાદળછાયુ વાતાવરણ રહેવાની સંભાવના છે. આણંદ, ખેડા, દાહોદ, વડોદરા, ખંભાત, ભાવનગર સહિતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે. પંચમહાલ અને વડોદરાના આસપાસના ભાગોમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે.









