ગુજરાતી ભાષાની ઘોર ખોદનાર મોદી સરકારને મોડે મોડેથી ભાન આવ્યું! | Gujarati

દિલીપ પટેલ

રાજકારણ રમવા માટે ભાષાનો શસ્ત્ર તરીકે ઉપયોગ ભાજપ કરી રહ્યો છે. પાટીલના સુરતમાં 45 ટકા લોકો ગુજરાતી(Gujarati ) બોલતા નથી. વાપી અડધુ હિંદી ભાષી છે.

સરકારોએ ગુજરાતી ભાષાનું સત્યાનાશ કાઢી નાખ્યું. ગુજરાતી ભાષાની ઘોર ખોદનાર મોદી સરકારને મોડે મોડેથી સૂજ્યુ કે સ્વદેશી ભાષાઓ પર જોર વધવું જોઈએ. તાજેતરમાં દેશના ગૃહમંત્રીએ અમિત શાહે દેશની ભાષા પર જોર મૂક્યું છે. તેમણે કહ્યું કે હવે અંગ્રેજી બોલનારને શરમ આવશે. તો આટલા વર્ષો સુધી મોદી સરકારે શું કર્યું?

સારી અંગ્રેજી ભાષા આવડે એટલે સ્કોપ નામનો કાર્યક્રમ કરોડો રૂપિયાના ખર્ચે શરૂ કર્યો હતો. ગુજરાતી ભાષામાં સરકારનો વહીવટ થતો નથી, સરકારી પરિપત્ર શુદ્ધ ગુજરાતી ભાષામાં હોતો નથી. સરકાર વહીવટ અને ટેકનોલોજીની ભાષા માટેના શબ્દ કોષો તૈયાર કર્યા, એ કામ જ ભૂલાઈ ગયું. અદાલતોમાં વ્યવહાર પ્રાદેશિક ભાષામાં નથી, સૌથી મોટો અન્યાય છે.
આખા દેશમાં શાળાઓ, કોલેજો અને યુનિવર્સિટીઓમાં અંગ્રેજી માધ્યમો ઘૂસી ગયાં છે. ભારતીય ભાષાઓનું સત્યાનાશ ગયું છે. હજુ જવાનું છે. કારણ એ છે કે રાજ્ય સરકારો અને ભારત સરકારના વહીવટમાં અંગ્રેજીની બોલબાલા છે.

આમ જ ચાલશે તો ભારતીય ભાષાઓ આ સદીમાં મોટે ભાગે લુપ્ત થઈ જશે. જેમની ભાષા મરે છે એ લોકોની સંસ્કૃતિ પણ મરે છે, એમ Cambridge Encyclopaedia of Languages કહે છે.

સંસ્કૃતિના રક્ષકો હોવાનો દાવો કરનારા ભાજપ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ભારતીય ભાષાઓ વિશે કશી ચિંતા કરતા નથી, એ એક હકીકત છે. દંભ છોડવાની જરૂર છે.

બંધારણની અનુસૂચિ – 8 માં જે 22 ભારતીય ભાષાઓની યાદી આપવામાં આવી છે, તેમાં અંગ્રેજી છે જ નહિ. અને છતાં અંગ્રેજી માં જ બધો સત્તાવાર વ્યવહાર ચાલે છે.
રાષ્ટ્રવાદનો ચીપિયો કાયમ પછાડનારા જરા ભારતીય ભાષાઓની ખરેખર ચિંતા કરે અને એ મુજબ શાસન કરે તો સારું.

વિધાનસભા

ગુજરાત વિધાનસભામાં રજૂ થતી ઘણી બધી બાબતો માત્ર અંગ્રેજીમાં જ હોય છે. ગુજરાત વિધાનસભામાં રજૂ થતી વિગતોમાં ગુજરાતી ન હોય એવા શબ્દો વાપરવામાં આવી રહ્યાં છે. જેમાં અંગ્રેજી ભાષાના શબ્દોનો ઉપયોગ કરે છે. તેની સીધી અસર શાળા પર પડે છે.

ગુજરાત વિધાનસભાએ અમદાવાદ સિવિલ હોસ્ટિલમાં પહેલી બેઠક મળી ત્યારે ગુજરાતનો આ પ્રથમ કાયદો પસાર કરાયો હતો. જે અંગ્રેજીમાં લખેલો હતો. આ કાયદાનો અમલ આજ સુધી કરાયો નથી. કાયદાની અવહેલનાના કારણે 40 ટકા વિદ્યાર્થીઓને ગુજરાતી આવડતું નથી.

ખરેખર તો ગુજરાતની પોતાના ભાષા તરીકે હિન્દીને મંજૂરી આપવમાં આવી છે. તેમ છતાં સરકારી મંત્રીઓ અને IAS અધિકારીઓ હવે માત્ર અંગ્રેજીને જ પ્રાધાન્ય આપે છે.

શાળામાં ભણતાં 40 ટકા બાળકોને ગુજરાતી આવડતું નથી. ગુજરાતના લોકોને ગુજરાતી ભાષા પ્રત્યે ગૌરવ નથી. તેઓ અંગ્રેજીના પ્રભાવમાં છે. મુંબઈમાં ગુજરાતી શાળાઓ મરવા પડી છે. વિદેશમાં વસતા 1 કરોડ ગુજરાતીઓને ગુજરાતી ભાષા લખતા આવડતી નથી. ગુજરાતી ભાષાની શાળાઓ હવે ઘટી રહી છે અને ગુજરાતી ભાષાના વિષયોમાં વિદ્યાર્થીઓ ઠોઠ બની રહ્યાં છે.

માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ગુજરાતી ભાષામાં 2,35,302 વિદ્યાર્થીઓ નાપાસ થયા હતા એટલે કે 34 ટકા બાળકો ગુજરાતીમાં ઠોઠ જાહેર થયા હતા. તેની સામે અંગ્રેજી માધ્યમનું પરિણામ 92.35 ટકા આવ્યું હતું. તેમાં 4,429 વિદ્યાર્થીઓ નાપાસ થયા હતા. જે બતાવે છે કે અંગ્રેજી ઉપર લોકો વધારે ધ્યાન આપી રહ્યાં છે. ગુજરાતી પ્રત્યે બહુ ધ્યાન આપવામાં આવતું નથી.

ગુજરાતનો પ્રથમ કાયદો ગુજરાતી ભાષાને માન્યતા આપવાનો હતો

કાયદાનું નામ છે- 1960નો ગુજરાતનો રાજ્ય વહીવટની ભાષાઓ બાબતનો અધિનિયમ – જેમાં સ્પષ્ટ જોગવાઈ કરાઈ છે કે, વિધેયક, વટહુકમ, નિયમ, વિનિયમ વગેરે બાબતો અને સરકારી અધિકૃત પત્ર ગુજરાતી અથવા જ્યાં ગુજરાતી શક્ય ન હોય ત્યાં હિન્દીમાં કરવા કાયદો સ્પષ્ટ કરે છે. 11 ઓગસ્ટ 1960ના રોજ તે ગેજેટમાં હિતેન્દ્ર દેસાઈની સહીથી પ્રસિદ્ધ કરાયો હતો. રાજ્યપાલની મંજૂરી બાદ 15 ફેબ્રુઆરી 1961માં ગુજરાત રાજ્ય પત્રમાં તેની પ્રસિધ્ધિ પણ થઈ હતી. તેના અમલ માટે ભાષા નિયમકની કચેરી અસ્તિત્વમાં આવી હતી અને પ્રથમ ભાષા નિયામક તરીકે નંદશંકર રા. ત્રિવેદીને 9 ઓગષ્ટે નિમણૂક આપી હતી.

સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ

ભાજપની ગુજરાત સરકાર પોતે સાંસ્કૃતિક રાષ્ટ્રવાદની વિચારધારા પર 22 વર્ષથી વહીવટ કરી રહી છે. ગુજરાતની અસ્મિતા સમાન ગુજરાતી ભાષાથી જ વહીવટ કરાયો નથી. હવે સરકારના પરિપત્રો, આદેશો, પત્રો, કાયદાઓ, કેન્દ્ર સરકાર સાથેના પત્ર વ્યવહારો વગેરે અંગ્રેજીમાં જ કરે છે.

ગુજરાત સરકારની તમામ 452 વેબસાઈટ અંગ્રેજીમાં છે. ખરેખર તો ગુજરાતી પછી હિન્દીમાં હોવી જોઈએ. પણ તે અંગ્રેજીમાં જ રાખવામાં આવી રહી છે. નાણાં વિભાગની વેબસાઈટ તો માત્ર અંગ્રેજીમાં છે તે ગુજરાતી કે હિન્દીમાં નથી. આમ સરકારી કામકાજ હવે અંગ્રેજીમાં જ થઈ રહ્યું છે. જે કાયદા વિરૂધ્ધ છે.

ગુજરાતી ભાષાની શાળામાં નીતિ બની

ગુજરાત સરકાર ગુજરાતી ભાષા અંગે નીતિ ઘડવાની જાહેરાત કરે છે. તમામ શાળાઓમાં ગુજરાતી ભાષાનો એક વિષય ફરજિયાત કરવાની વાતો વર્ષોથી કરતી આવી છે.

ગુજરાતની ચારે બાજુ દેવનાગરી લીપી

ગુજરાતની ચારે બાજુના રાજ્યોમાં દેવનાગરી લિપિથી લખાઈ રહેલી હિન્દી ભાષા છે. જ્યારે ગુજરાત જ એક એવું રાજ્ય છે કે જ્યાં ગુજરાતી લોકોએ પોતાની લિપિનો વિકાસ કર્યો છે. મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાનમાં દેવનાગરી લિપિ છે. ગુજરાતી લખવામાં એકદમ સરળ છે. સરળ ભાષા છે. જે વેપારી ભાષા તરીકે વિકસી છે.

700થી 300 વર્ષ જૂની ગુજરાતીને હજુ સરળ બનાવો

1100થી 1500 સુધીમાં ગુજરાતી વિકસી છે. હિન્દી અને સંસ્કૃત ભાષાની નબળાઈઓ દૂર કરીને પૂર્વજ ગુજરાતીઓએ ગુજરાતી ભાષા એકદમ સરળ બનાવી છે. હજુ નરસિંહ મહેતા, પ્રેમાનંદ, નર્મદ અને મહાત્મા ગાંધીજીએ તેને વધારે સરળ બનાવી છે. હજુ તેને વધારે સરળ નહીં બનાવાય અને કમ્પ્યુટર સાથે તેની સરળતા નહીં કરાય તો તે વધારે ખોવાઈ જશે. ગુજરાતી ભાષામાં દીર્ધ કાઢવાની આજના સમયમાં આવશ્યક છે. ત્રણ શ,ષ,સના સ્થાને એક જ સ રાખવાની જરૂર છે. જ અને ઝ માં માત્ર જ રાખવાની જરૂર છે. અંગ્રેજી શબ્દોના સ્થાને ગુજરાતી નવા શબ્દો શોધવા કામ કરવાની જરૂર છે. એવું સમાચાર પત્રોમાં કામ કરતાં પત્રકારો માની રહ્યાં છે.

આ પણ વાંચો:

મોદી નારા આપવાની કળામાં નિપુણ, ‘Make in India’ સામે રાહુલે સવાલો ઉઠાવ્યા

Ahmedabad plane crash: બેદરકારી દાખવવા બદલ એર ઈન્ડિયાના 3 કર્મી સસ્પેન્ડ!

ભારતે કોની મિત્રતા રાખવી જોઈએ? ઈરાન કે ઈઝરાયલ? | Iran Israel War

Sabarkantha: ઈડરમાંથી દારુડિયો પોલીસકર્મી ઝડપાયો, વીડિયો વાયરલ

Election Data: ચૂંટણીના વીડિયો-ફોટા 45 દિવસ પછી ડિલિટ થશે, પહેલા 1 વર્ષ સચવાતાં, લોકતંત્ર પર કોણ મરાવી રહ્યું છે તરાપ?

Swiss Bank Indian money: હવે ભારતીયોના ખાતામાં મોદી 15 લાખ નહીં 45 લાખ મોકલશે?

ગુજરાતી ફિલ્મ નિર્માતા  Mahesh Jirawala ના મોતની પુષ્ટી, DNA થયા મેચ

BJP-RSS નથી ઈચ્છતા ગરીબ બાળકો અંગ્રેજી શીખે: રાહુલ ગાંધી

ટ્રેનની બારીએ બેસવા BJP ધારાસભ્યએ મુસાફરને માર મરાવ્યો, આ છે ભાજપનું સુશાસન?

 

Related Posts

ગુજરાતનું ખેડૂત આંદોલન ભાજપને ભારે પડશે? ‘આપ’ના બે મોટા નેતાઓનો ભાજપને લલકાર; સુદામડામાં કઇક મોટું થવાનું છે?
  • October 26, 2025

GUJARAT POLITICS | ગુજરાતમાં ભાજપનું નવું મંત્રી મંડળ નવા પ્રદેશ અધ્યક્ષ હજુતો રાજકારણમાં સક્રિય થાય તે પહેલાજ આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં ખેડૂતોને થઈ રહેલા અન્યાય મામલે અવાજ ઉઠાવી આંદોલન શરૂ…

Continue reading
Gujarat politics: અબજો રૂપિયાનો ધૂમાડો છતા ગરીબીમાં વધારો! 560 ગરીબ કલ્યાણ મેળા પણ પરિણામ સૂન્ય?
  • October 26, 2025

Gujarat politics: સરકાર વર્ષોથી મોટા મોટા વોટ બેંક માટે વાયદા કરતી આવી છે. જે પછી નરેન્દ્ર સરકાર હોય કે, પછી આનંદીબેનની કે ભૂપેન્દ્ર પટેલની, જે સરકારો હંમેશા સરતાજ સિરે રાખવા…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

UP News: પત્નીએ પતિને માર માર્યો, ઘાયલ પતિ100 ફૂટ ઊંડા કૂવામાં કૂદી પડ્યો, અને પછી…

  • October 26, 2025
  • 1 views
UP News: પત્નીએ પતિને માર માર્યો, ઘાયલ પતિ100 ફૂટ ઊંડા કૂવામાં કૂદી પડ્યો,  અને પછી…

UP News: પરિવાર સાથે સબંધ તોડી કર્યો મોટો કાંડ, કાકા અને ભત્રીજાની ધરપકડ

  • October 26, 2025
  • 1 views
UP News: પરિવાર સાથે સબંધ તોડી કર્યો મોટો કાંડ, કાકા અને ભત્રીજાની ધરપકડ

Maharashtra: પત્ની રિસાઈને પીયર જતી રહી, પતિએ અઢી વર્ષની જોડિયા બાળકીઓ સાથે કર્યું એવું કરે જાણી ચોંકી જશો!

  • October 26, 2025
  • 3 views
Maharashtra: પત્ની રિસાઈને પીયર જતી રહી, પતિએ અઢી વર્ષની જોડિયા બાળકીઓ સાથે કર્યું એવું કરે  જાણી ચોંકી જશો!

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ:-“હું દર મહિને એક યુદ્ધ બંધ કરાવું છું! હવે,પાકિસ્તાન-અફઘાનિસ્તાનનો વારો!”

  • October 26, 2025
  • 3 views
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ:-“હું દર મહિને એક યુદ્ધ બંધ કરાવું છું! હવે,પાકિસ્તાન-અફઘાનિસ્તાનનો વારો!”

ગુજરાતનું ખેડૂત આંદોલન ભાજપને ભારે પડશે? ‘આપ’ના બે મોટા નેતાઓનો ભાજપને લલકાર; સુદામડામાં કઇક મોટું થવાનું છે?

  • October 26, 2025
  • 2 views
ગુજરાતનું ખેડૂત આંદોલન ભાજપને ભારે પડશે? ‘આપ’ના બે મોટા નેતાઓનો ભાજપને લલકાર; સુદામડામાં કઇક મોટું થવાનું છે?

Delhi : ભાજપના સૌથી મોટા ગપગોળાનો પર્દાફાશ;PM મોદી યમુનામાં ડૂબકી લગાવે તે પહેલાં ખુલ્લી ગઈ પોલ!!

  • October 26, 2025
  • 11 views
Delhi : ભાજપના સૌથી મોટા ગપગોળાનો પર્દાફાશ;PM મોદી યમુનામાં ડૂબકી લગાવે તે પહેલાં ખુલ્લી ગઈ પોલ!!