Mining Mafia: અરવલ્લીની નાની ટેકરીઓની ઘોર ખોદવાનું વર્ષોથી ચાલુ રહ્યું છે ખનીજ માફિયાઓ બેફામ બની નફ્ફટાઈ પૂર્વક તેમના ઇરાદામાં સફળ રહયા છે અને જાણે સરકારી તંત્ર મજાક બની ગયું રહ્યું છે.
ગુજરાતમાં ખાણ માફિયા સામે 3 વર્ષમાં 14 હજાર ગુના નોંધાયા હોવાનું 2018માં સરકારે કહ્યું હતું મતલબ વર્ષે દહાડે 5 હજાર ખાણ માફિયાઓ વિરુદ્ધ ગૂના નોંધાય છે પણ આ ગેરકાયદે કામો અટકતા નથી.અરવલ્લી વિસ્તારમાં ગેરકાયદે ખનનની ઘટનાઓ યથાવત છે છેલ્લા 7 વર્ષમાં 71 હજારથી વધુ ગેરકાયદે ખનનની ઘટનાઓ સામે આવી છે.
એક સમયે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી સ્વ. શ્રી વિજયભાઈ રૂપાણીએ દાવો કર્યો હતો કે હવે ખાણ માફિયાઓની ખેર નથી હવે ડ્રોન એટલે કે ‘ત્રીજું નેત્ર’ ખાણ માફિયાઓ ઉપર નજર રાખશે.જોકે આ ડ્રોન પણ ખાણ ખનીજ ચોરી કરતા ચોરોને પકડવામાં નિષ્ફળ ગયું અને ગેરકાયદે ખનીજ સંપદાની બેફામ બે ધડક ચોરી ચાલુ જ છે.આ મુદ્દા ઉપર વાત કરી રહયા છે સિનિયર પત્રકાર દિલીપ પટેલ જોવાનું ચૂકશો નહિ.
The Gujarat Report | સાંપ્રત લોક હિતના વિષયોના સમાચાર અને સચોટ વિશ્લેષણ જુઓ માત્ર ધ ગુજરાત રિપોર્ટ પર
જુઓ વિડીયો
આ પણ વાંચો:
Bauxite mineral theft: ખેડાના અમૃતપુરા ગામે 62 હેક્ટર ગૌચરની જમીનમાંથી કોલસો ખોદાશે!









