
Harshsanghavi: ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સના અડ્ડા ધમધમી રહ્યા છે અને આ અંગે ભારે હોબાળો મચતા આખરે નાયબ મુખ્યમંત્રીએ જાહેર મંચ પરથી દારૂ-ડ્રગ્સની ફરિયાદ મળે તો 24 કલાકમાં દરોડા પડાવવાનું એલાન કર્યું હતું
ત્યારે તેમના સુરતમાંજ ચાલતા દારૂના અડ્ડાઓ આરટીઆઇ એક્ટિવિટીસ સંજયભાઈએ પર્દાફાશ કર્યો છે, તેઓએ અડ્ડાનું સ્ટિંગ ઓપરેશન કરી દારૂના અડ્ડાનો ધમધમે છે તે વાસ્તવિકતા જનતા સમક્ષ ખુલ્લી કરી છે,તેઓએ ડ્રોન મારફતે દ્રશ્યો બતાવી દારૂના વેચાણનો પર્દાફાશ કર્યો છે.
તાજેતરમાં સામે આવેલા અહેવાલોમાં ગુજરાતમાં દારૂના અડ્ડા અને બૂટલેગરો વિરુદ્ધ એક-બે નહીં પણ કુલ 48,387 ફરિયાદો સરકાર અને પોલીસ સુધી પહોંચી છે, પરંતુ તેના પર અસરકારક કાર્યવાહી થઈ નથી. ખુદ ગૃહવિભાગે આ વાતનો સ્વીકાર કર્યો છે, પરંતુ શું પગલાં લીધાં તેનો કોઈ ફોડ પાડ્યો નથી.
આ બાબત ગુજરાતમાં દારૂબંધીની અસરકારક અમલવારી કેમ થઈ રહી નથી તે અંગે સરકારની નીતિ ખુલ્લી પડી ગઈ છે અને ડ્રગ્સ અને દારૂનું વેચાણ જે રીતે થઈ રહ્યું છે એમાં સરકારની મિલીભગતના આક્ષેપ લાગ્યા છે
છેલ્લાં ત્રણ વર્ષમાં (2020-21 થી 2023-24) દારૂના અડ્ડા અને બુટલેગરો વિરુદ્ધ કુલ 48,387 ફરિયાદો મળી હતી, જેમાં વર્ષ પ્રમાણે આંકડા નીચે મુજબ છે.
■વર્ષ 2020-21: 14,214 ફરિયાદો મળી
■વર્ષ 2021-22: 17,857 ફરિયાદો મળી
■વર્ષ 2023-24: 16,316 ફરિયાદો મળી હતી
દારૂ-ડ્રગ્સના દૂષણમાં અમદાવાદ અને સુરત મોખરે રહ્યાં છે, જોકે ગુજરાતનો કોઈ જિલ્લો એવો નથી જ્યાં દારૂ-ડ્રગ્સના અડ્ડા અને બૂટલેગરો સામે ફરિયાદ ન થઈ હોય. એટલે કે, સમગ્ર રાજ્યમાં દારૂ-ડ્રગ્સનો ધંધો ખુલ્લેઆમ ચાલી રહ્યો છે,ત્યારે સુરતમાં દારૂના ખુલ્લેઆમ ચાલતા દારૂના અડ્ડાઓનો પર્દાફાશ કરનાર સંજય ભાઈ સાથે વરિષ્ઠ પત્રકાર દિલીપ ભાઈ પટેલે ખાસ ચર્ચા કરી વાસ્તવિક સ્થિતિ રજૂ કરી છે,વિડીયો જોવાનું ચૂકશો નહિ જુઓ વિડીયો.
આ પણ વાંચો:
Commonwealthgames2030:ગુજરાતમાં ‘ખેલકુદ’શિખવતા શિક્ષકો નથી અને ઓલેમ્પિકની વાતો થાય છે!






