
- મહાકુંભમાં પ્રવિત્ર ડૂબકી લગાવીને પરત આવતા ગુજરાતીઓની ગાડીને નડ્યો અકસ્માત; 4ના મોત
મહાકુંભમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યાં છે. આ સાથે અકસ્માતો પણ વધી રહ્યાં છે. મળી રહેલા સમાચાર અનુસાર, હાલમાં બે વિવિધ અકસ્માતોમાં 14 લોકોના મોત નિપજ્યા છે. એક અકસ્માતમાં 10 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે એક અન્ય અકસ્માતમાં 4 ગુજરાતીઓના મોત નિપજ્યા છે.
મહાકુંભમાં પ્રવિત્ર ડૂબકી લગાવીને પરત આવતા ગુજરાતીઓની ગાડીને અકસ્માત નડ્યો હતો. આ ભયંકર અકસ્માતમાં ચાર ગુજરાતીઓના મોત થઈ ગયા છે. હાલ મહાકુંભમાં સ્નાન કરવા માટે દેશભરમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે. વાહનોની ભારે ભીડના લીધે દરરોજ અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે. આ વચ્ચે લીમખેડાના પાલ્લી ગામ નજીક કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો છે.
આ અકસ્માતમાં 4 શ્રદ્ધાળુઓના મોત નીપજ્યા હતા, જ્યારે 8 લોકોને ઇજા પહોંચી છે. આ તમામ શ્રદ્ધાળુઓ પ્રયાગરાજથી પરત ફરી રહ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને ઘાયલો અને મૃતકોને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર શુક્રવારે મોડી રાત્રે વધુ એકવાર શ્રદ્ધાળુઓની કાર અકસ્માતનો ભોગ બની છે. પ્રયાગરાજના કુંભ મેળામાં સ્નાન કરીને પરત ફરી રહેલા ગુજરાતી શ્રદ્ધાળુઓની કાર રસ્તા પર સાઇડમાં ઉભેલી ટ્રક સાથે ટકરાતાં 4 શ્રદ્ધાળુઓ મોતે ભેટ્યા હતા, મૃતક શ્રદ્ધાળુઓ ધોળકા અને અંકલેશ્વરના હોવાનું જાણવા મળ્યું છે.
જ્યારે 8 શ્રદ્ધાળુને ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માતની જાણ થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે મૃતકોની ડેડબોડીને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવી છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અન્ય એક અકસ્માતમાં દસ લોકોના મોત
અન્ય એક અકસ્માતમાં દસ જેટલા શ્રદ્ધાળુઓના મોત નિપજ્યા હોવાના સમાચાર પણ સામે આવી રહ્યાં છે. એક બોલેરો અને બસ વચ્ચે ભીષણ ટક્કરમાં 10 શ્રદ્ધાળુઓના મોત નીપજ્યાં હતા જ્યારે અન્ય 19 લોકો ઈજાગ્રસ્ત થયાની માહિતી સામે આવી રહી છે.
આ ભીષણ અકસ્માત શુક્રવાર-શનિવારની રાતે 2 વાગ્યે સર્જાયો હતો. એક પૂરપાટ જતી બોલેરો અને બસ વચ્ચે ભીષણ ટક્કર થઇ હતી. આ ટક્કરને કારણે જોરદાર ધડાકો થયો હતો અને બોલેરોનો કચ્ચરઘાણ વળી ગયો હતો. તમામ મૃતકોમાં બોલેરોમાં સવાર શ્રદ્ધાળુઓ સામેલ છે.
આ પણ વાંચો-બ્રહ્માંડમાં સર્જાઈ શકે છે મહાવિનાશ…! વિનાશકારી બ્લેક હોલ ઝડપથી વધી રહ્યો છે આગળ