Khedut: હાલમાં ખેડૂતો પરેશાન છે અને તેઓ અન્યાય સામે ઝઝૂમી રહયા છે ત્યારે ખેડૂતોના પ્રશ્ર્નોને વાચા આપવા તેઓને ન્યાય અપાવવા બનેલી કિસાન સહકાર સમિતિ હવે વિવાદમાં આવી ગઈ છે, અને ખેડૂતોના નામે આગેવાનો પોતાનું કરી લેતા હોવાના આક્ષેપ લાગ્યા છે
ખેડૂતોને સહકાર આપવા માટે બનેલી સમિતિ હવે ભાજપની સરકારની બની ગઈ હોવાના આરોપ લાગ્યા છે ત્યારે તાજેતરમાં ગાંધીનગર ખાતે કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી અને ખેડૂત આગેવાનો વચ્ચે યોજાયેલી બેઠક બાદ આરોપ વધુ તીવ્ર બન્યા છે આરોપ લાગ્યા છે કે આ બેઠક માત્ર એક દેખાડો હતી અને તેમાં ખેડૂતોના મૂળ પ્રશ્નોને જાણી જોઈને અવગણવામાં આવ્યા હતા.ખાસ કરીને ખેડૂતોના પ્રશ્નોનું કોઈ નિરાકરણ નહિ આવતા ખેડુતોમાં હવે આક્રોશ જોવા મળી રહ્યો છે અને સરકારનું કામ “ઉંઠા ભણાવો ને રાજ કરો”!નું હોવાના આક્ષેપ લાવ્યા છે
આ મામલે વરિષ્ઠ પત્રકારો શ્રી મયુરભાઈ જાની અને સિનિયર પત્રકાર શ્રી દિલીપ ભાઈ પટેલે ત્યાંના સ્થાનિક ખેડૂત અગ્રણી ભાવેશભાઈ સાથે વાત કરી સ્થિતિ જાણવાનો પ્રયાસ કર્યો હતો પ્રસ્તુત છે વિડીયો.
આ પણ વાંચો:
Cylinder blast in Goa: ગોવાની નાઈટ ક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટ થતાં 25 લોકોના મોત!






