
Gutkha Ban: ઝારખંડમાં ગુટકા-પાન મસાલા પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ મામલે આરોગ્ય વિભાગે એક જાહેરનામું બહાર પાડ્યું છે. આ આદેશ બાદ ઝારખંડના બજારોમાં કોઈપણ નામથી તમાકુ અથવા નિકોટિન ધરાવતા ગુટખા અને પાન મસાલાના ઉત્પાદન, સંગ્રહ, વેચાણ અને વિતરણ પ્રવૃત્તિઓ પર 1 વર્ષ માટે સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ અંગે અધિક મુખ્ય સચિવ કમ રાજ્ય ખાદ્ય સુરક્ષા કમિશનર અજયકુમાર સિંહે એક આદેશ જારી કર્યો છે.
આરોગ્ય વિભાગના નોટિફિકેશનમાં શું છે?
જાહેરનામું બહાર પાડ્યાની તારીખથી ગુટખા અને પાન મસાલા પર એક વર્ષ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ આદેશ સાથે ઝારખંડમાં ગુટખાના ઉત્પાદન, સંગ્રહ, વેચાણ અને વિતરણ પર સંપૂર્ણ પ્રતિબંધ છે. સૂચના અનુસાર તમાકુ અથવા ગુટખા અને નિકોટિનયુક્ત પાન મસાલાના વેચાણ સામે કાર્યવાહી કરવામાં આવશે.
એક વર્ષ માટે પ્રતિબંધિત
માહિતી અનુસાર સામાન્ય લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને, ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ, 2006ની કલમ 30 (2)(a) અને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ (પ્રતિબંધ અને વેચાણ પર પ્રતિબંધ) રેગ્યુલેશન્સ, 2011ના રેગ્યુલેશન્સ 2, 3 અને 4 હેઠળ એક વર્ષ માટે પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.
મોઢાના કેન્સર વધતાં કાર્યવાહી
એસીએસ-કમ-ફૂડ સેફ્ટી કમિશનર અજયકુમાર સિંહે આદેશ જારી કરતી વખતે, પીઆરડીના ડિરેક્ટરને ત્રણ દિવસ માટે અખબારોમાં સૂચના પ્રકાશિત કરવા જણાવ્યું છે, જેથી સામાન્ય લોકોને તેની જાણ થઈ શકે. આંકડા મુજબ, ઝારખંડમાં મોઢાના કેન્સરથી પીડિત દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે, જેનું કારણ ગુટખા છે.
આ પહેલા ક્યારે પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો?
ઉલ્લેખનીય કે અગાઉ 8 મે, 2020ના રોજ, પાન મસાલાના નમૂનાઓમાં મેગ્નેશિયમ કાર્બોનેટ મળી આવ્યા બાદ તેના પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. જ્યારે 2022માં, તત્કાલીન સીએમ હેમંત સોરેનની પહેલ પર, 11 બ્રાન્ડના પાન મસાલા પર એક વર્ષ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
આ પણ વાંચોઃ આધ્યાતિમ ગુરૂ શ્રી શ્રી રવિશંકરે કેમ કહ્યું? સંગમમાં ડૂબકી લગાવવાથી ન મળે મોક્ષ
આ પણ વાંચોઃ Kheda: કનેરા ગામે દારુના કટિંગ સમયે SMC ત્રાટકી, લાખોના દારુ સાથે 8ની ધરપકડ, સ્થાનિક પોલીસ ભર ઊંઘમાં