
Heavy rains forecast in Gujarat: હવામાન વિભાગે ગુજરાતમાં બપોરે 1 વાગ્યા સુધી માટે ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં સુરત, તાપી, ભરૂચ, નવસારી અને નર્મદા જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની શક્યતા છે. આ ઉપરાંત, દાહોદ, પંચમહાલ, વડોદરા, આણંદ, ખેડા, મહીસાગર, અમદાવાદ, ભાવનગર, બોટાદ, રાજકોટ, સુરેન્દ્રનગર, અમરેલી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે. આ દરમિયાન ગાજવીજ સાથે 30-40 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.
આગામી 5 દિવસ રાજ્યમાં વરસાદનું જોર યથાવત
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 5 દિવસ સુધી રાજ્યમાં વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે. આનાથી નવરાત્રીના તહેવારોમાં વરસાદની અસર જોવા મળી શકે છે. ખાસ કરીને મધ્ય ગુજરાત, સુરત અને ભરૂચમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. અમદાવાદમાં 24 સપ્ટેમ્બર સુધી વરસાદની શક્યતા છે, જેના કારણે નવરાત્રીના પ્રથમ દિવસે ગરબા રમનારા ખેલૈયાઓ માટે ચિંતા વધી શકે છે.
છેલ્લા 24 કલાકમાં 104 તાલુકાઓમાં વરસાદ
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 104 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. નર્મદાના નાંદોદમાં 4 ઇંચથી વધુ, બોડેલી અને હાલોલમાં 4 ઇંચ, જેતપુર પાવી, જાંબુઘોડા અને નેત્રંગમાં 3 ઇંચ, તેમજ સંખેડા, માલપુર, ખાનપુર અને કપડવંજમાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત, 35 તાલુકાઓમાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ વરસાદથી ખેડૂતો અને નાગરિકોને રાહત મળી છે, પરંતુ નીચાણવાળા વિસ્તારોમાં સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે.
રાજ્યમાં 108%થી વધુ વરસાદ
સપ્ટેમ્બર 2025 સુધી રાજ્યમાં સરેરાશ 108%થી વધુ વરસાદ નોંધાયો છે. કચ્છમાં 135%, ઉત્તર ગુજરાતમાં 118%, દક્ષિણ ગુજરાતમાં 112%, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 110% અને સૌરાષ્ટ્રમાં 93% વરસાદ નોંધાયો છે. રાજ્યના 206 ડેમમાંથી 145 ડેમ 70-100% ભરાયા છે, 12 ડેમ એલર્ટ પર અને 17 ડેમ વોર્નિંગ પર છે. સરદાર સરોવર ડેમમાં 93%થી વધુ જળસંગ્રહ નોંધાયો છે, જે રાજ્ય માટે શુભ સંકેત છે.
આ પણ વાંચો:
Godhra: ગોધરા પોલીસ સ્ટેશન પર લઘુમતિ ટોળાએ કર્યો હુમલો, પોલીસે શું કર્યો ખુલાસો?
Vadodara: જુનીગઢીમાં જૂથ અથડામણ, સામસામે પથ્થરમારો થતા બે પોલીસકર્મી ઘાયલ
Vadodara: જુનીગઢીમાં જૂથ અથડામણ, સામસામે પથ્થરમારો થતા બે પોલીસકર્મી ઘાયલ
The gujarat report ના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો:
https://chat.whatsapp.com/LjEq7pr7nY4Ij0y0yswrPF








