હિમાચલમાં ભયંકર હિમવર્ષાના કારણે અનેક ગામો સંપર્ક વિહોણા, 4000 પ્રવાસી અટવાયા

  • India
  • December 24, 2024
  • 0 Comments

હિમાચલ પ્રદેશમાં ભયંકર હિમવર્ષાના કારણે ત્રણ નેશનલ હાઇવે પર બરફની ચાદર પથરાઇ ગઈ છે, તો હિમવર્ષાના કારણે 174 રોડ બંધ કરવા પડ્યા છે. તેથી 300 બસો સહિત 1000 વાહનો રસ્તા પર ફસાયા છે. કહેવામાં આવી રહ્યું છે કે, સિઝનની બીજી ખુબ જ ભયંકર હિમવર્ષા થઇ છે. જેથી હિમાચલના સ્થાનિક લોકોની સાથે-સાથે અનેક પ્રવાસીઓ પણ ફસાઈ ગયા છે.

મળી રહેલી જાણકારી અનુસાર, અટલ ટનલ પાસે 4000 મુસાફરો ફસાઈ ગયા છે. હવામાન વિભાગે ગુરુવાર સુધી બિલાસપુર, ઉના, હમીરપુર અને મંડીમાં ભીષણ ઠંડી પડવાની આગાહી સાથે ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યું છે. આવી સ્થિતિમાં હિમાચલ પ્રદેશ જવાનું વિચારતાં લોકો મુશ્કેલીમાં ફસાઈ શકે છે.

ઘણાં ગામો સંપર્ક વિહોણા થયા, અનેક ઘરોમાં વીજળી ડૂલ

સોમવારે હિમાચલ પ્રદેશના 5 જિલ્લામાં સિઝનની બીજી હિમવર્ષા નોંધાઈ છે. રોહતાંગમાં સૌથી વધુ 30 સેમી હિમવર્ષા થઈ છે. મનાલી, કુફરી, કીલોંગ, ડેલહાઉસી અને રાજધાની શિમલામાં 10થી 15 સેમી હિમવર્ષા નોંધાઈ છે. ઉપર આવેલો શિમલાનો વિસ્તાર અને કિન્નૌર રાજધાની શિમલાથી સંપર્ક વિહોણા થઈ ગયા છે. મનાલી રોહતાંગ નેશનલ હાઇવે પર ત્રણ રોડ બંધ થઈ ગયા છે. નારકંડા નેશનલ હાઇવે, થિયોગ-રોહરુ એનએચ અને થિયોગ-ચૌપાલ હાઇવે સહિત 174થી વધુ રસ્તાઓ વાહનો માટે બંધ કરાયા છે.

હિમવર્ષા બાદ મનાલી સહિત વિવિધ સ્થળોએ આ રસ્તાઓ પર 300થી વધુ બસો અને 1000 નાના વાહનો તેમજ અન્ય સ્થળોએ 1000થી વધુ વાહનો ફસાયેલા છે. 680 વીજળી ટ્રાન્સફર ઠપ થઈ ગઈ છે, જેના કારણે હજારો ઘરોમાં વીજળી ડૂલ થઈ ગઈ છે.

સોમવારથી હિમવર્ષા ચાલુ, અનેક કારો ફસાઈ

હિમાચલ પ્રદેશના મનાલીમાં સોમવારે (23 ડિસેમ્બર) ભારે હિમવર્ષાના કારણે મોટી સંખ્યામાં કાર ફસાઈ ગઈ હતી. જેમાં પ્રવાસીઓ સોલંગ, અટલ ટનલ, રોહતાંગની વચ્ચે કલાકો સુધી અનેક વાહનો ફસાઈ ગયા હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર, લગભગ આશરે એકાદ હજાર કાર લાંબા ટ્રાફિક જામમાં ફસાઈ ગઈ હતી. જ્યાર બાદ પોલીસે એક ઓપરેશન શરુ કર્યું અને જામની સ્થિતિ પર કાબુ મેળવ્યો હતો.

પોલીસે હાથ ધર્યું રેસ્ક્યુ

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા મનાલીના જામના વીડિયોમાં જોઈ શકાય છે કે, કેવી રીતે હિમવર્ષામાં મોટી સંખ્યામાં ગાડીઓ ફસાઈ હતી. પોલીસ તેને કાઢવાનો પ્રયાસ કરી રહી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે, બરફથી ઢંકાયેલા પહાડોમાં નાતાલ અને નવા વર્ષની ઉજવણી કરવા આવતાં પ્રવાસીઓના ઘસારાના કારણે આ સ્થિતિ સર્જાઈ હતી.

હિમાચલમાં 3 નેશનલ હાઇવે બંધ

હિમાચલ પ્રદેશમાં હિમવર્ષાના કારણે ગત 24 કલાકમાં 174 સ્ટેટ અને 3 નેશનલ હાઇવે (NH 03, NH 305, NH 505) બંધ કરવામાં આવ્યા છે. વીજળી અને પાણીના પણ અમુક જિલ્લાના ડિવીઝનલ એરિયા કનેક્શન કાપવામાં આવ્યા છે. જ્યારે 6 જિલ્લામાં 683 સ્થળે વીજળી પ્રતિબંધિત છે. બદલાયેલા હવામાન અને હિમવર્ષાના કારણે જન સેવાઓ પ્રતિબંધિત છે. આપત્તિ માહિતી વિભાગે જિલ્લા અનુસાર રિપોર્ટ જાહેર કર્યો છે. સહેલાણીઓ માટે પણ એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે.

મુસાફરોએ હિમવર્ષાનો લીધો લ્હાવો

નોંધનીય છે કે, આ પહેલાં શિમલા બરફની ચાદરથી ઢંકાયેલું હતું, જેનાથી શહેરમાં નવી આશા અને ખુશીઓનું આગમન થયું હતું. 8 ડિસેમ્બરે પહેલાં અહીં હિમવર્ષા થઈ હતી, બાદમાં બે અઠવાડિયા પછી ફરી હિમવર્ષા શરુ થઈ, જેનો મુસાફરોએ આનંદ માણ્યો હતો. હિમવર્ષા સાથે જ સ્થાનિક પર્યટન ઉદ્યોગનો ઉત્સાહ પણ ફરી જીવંત થયો છે, જે COVID-19 મહામારીથી થયેલા નુકસાનથી બહાર આવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

ઉત્તરાખંડમાં પણ હિમાચલ જેવી સ્થિતિ

હિમાચલ પ્રદેશ જેવી સ્થિતિ ઉત્તરાખંડમાં પણ થવા લાગી છે. રાજ્યના ઘણા ઊંચાઈવાળા વિસ્તારોમાં હિમવર્ષા થઈ છે. જોકે હિમાચલની તુલનામાં હજુ અહીં હિમવર્ષા ઓછી છે. તેમ છતાં ઔલી, ઉત્તરકાશી, ચકરાતા, બદ્રીનાથ, કેદારનાથ જેવા ઊંચાઈવાળા વિસ્તાર સફેદ ચાદરથી ઢંકાઈ ગયા છે. કેદારનાથ ધામમાં આ સિઝનની બીજી હિમવર્ષા છે. હિમવર્ષાના કારણે ત્યાં ચાલી રહેલું પુન:નિર્માણ કાર્ય પણ પ્રભાવિત થયું છે. કેદારનાથ ધામમાં કાલથી સતત હિમવર્ષા ચાલુ છે. ધામમાં અત્યાર સુધી એક ફૂટથી વધુ બરફ પડી ચૂક્યો છે. હવામાન વિભાગે ઍલર્ટ જારી કર્યું છે કે ક્રિસમસ અને ન્યૂ યર પર વધુ ઠંડી રહી શકે છે.

ઉત્તરાખંડમાં જાણીતા પર્યટન સ્થળો પર બરફની ચાદર ફેલાઈ

ઉત્તરાખંડના ફેમસ પર્યટન સ્થળ અને સ્કી રિઝોર્ટ ઔલી પણ એક વખત ફરીથી જોરદાર બરફના ખોળામાં આવી ચૂક્યા છે. ઔલીની ખીણોમાં તસવીરોમાં જોઈ શકાય છે કે કઈ રીતે વૃક્ષ, છોડ, મકાન, રસ્તા બધું જ અહીં બરફના ખોળામાં જોવા મળી રહ્યા છે. તે બાદ ઔલીનો નજારો ખૂબ જ સુંદર જોવા મળી રહ્યો છે. જેની રાહ પર્યટકોને અને સ્થાનિક હોટલ વેપારીઓને લાંબા સમયથી હતી. તે હવે અહીં જોવા મળી રહ્યો છે. અડધો ફૂટ બરફની મોટી ચાદરની નીચે ઔલીની ખીણ ચારેબાજુથી સફેદ જોવા મળી રહી છે. કાલે ક્રિસમસ છે અને આ સમયે વીકેન્ડના કારણે મોટી સંખ્યામાં પર્યટક ઉત્તરાખંડના ઔલી આવી રહ્યા છે. દરમિયાન તેમના માટે આ હિમવર્ષા કોઈ ભેટથી ઓછી નથી કેમ કે હવે ઔલીની ખીણ બરફથી ઢંકાઈ ગઈ છે.

જમ્મુ-કાશ્મીરમાં ઉંચાઈવાળા વિસ્તારોમાં હિમવર્ષા

જમ્મુ-કાશ્મીરમાં પણ હવામાન ખૂબ બદલાઈ ગયું છે. ત્યાં પણ ઊંચાઈવાળા વિસ્તારોમાં હિમવર્ષા ચાલુ છે. કાલે પીર પંજાલ અને સોનમર્ગમાં હિમવર્ષા થઈ. ઘણા અન્ય વિસ્તારોમાં પણ હવામાન વિભાગનું ઍલર્ટ છે. અત્યારે કાશ્મીરનું તાપમાન સતત ઘટ્યું છે. હવે શ્રીનગરમાં રવિવારની રાત્રે માઇનસ 3.6 ડિગ્રી તાપમાન નોંધાયું. ફેમસ ડાલ સરોવર ઘટતાં પારાના કારણે જામવા લાગ્યું છે. પહેલગામમાં માઇનસ 5 ડિગ્રી તાપમાન રહ્યું. હવામાન વિભાગ અનુસાર બુધવાર સુધી તાપમાન ઝટકો આપવાનું છે.

Related Posts

Manoj Tiwari Controversy: કાવડ યાત્રા દરમિયાન મનોજ તિવારીએ કર્યું પાપ? વૃદ્ધ વ્યક્તિ પાસે પગની માલિશ કરાવી, વિડીયો વાયરલ થતા ભડક્યા લોકો
  • August 8, 2025

Manoj Tiwari Controversy: શ્રાવણ મહિનામાં હજારો ભક્તો કાવડ યાત્રા લઈને ભોલે બાબા પાસે પહોંચે છે અને આ વખતે ભોજપુરી ફિલ્મના સુપરસ્ટાર અને ભાજપના સાંસદ મનોજ તિવારી પણ આ હજારો લોકો…

Continue reading
Delhi Tubata Restaurant: ટુંકા કપડા પહેરો તો જ મળશે એન્ટ્રી! સલવાર- સૂટ પહેરેલા હોવાથી કપલને રેસ્ટોરન્ટમાં ન જવા દીધા
  • August 8, 2025

Delhi Tubata Restaurant: દિલ્હીના પીતમપુરા વિસ્તારમાં એક રેસ્ટોરન્ટમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેણે સોશિયલ મીડિયા પર લોકોને વિચારવા મજબૂર કરી દીધા છે. આ મામલો પીતમપુરા મેટ્રો સ્ટેશન પરિસરમાં…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Iraqi parliament Video: ઇરાકની સંસદમાં શિયા અને સુન્ની સાંસદો વચ્ચે હાથાપાઈ, જૂતાં ચપ્પલ ઉછળ્યાં, એક બીજાને માર માર્યો

  • August 8, 2025
  • 4 views
Iraqi parliament Video: ઇરાકની સંસદમાં શિયા અને સુન્ની સાંસદો વચ્ચે હાથાપાઈ, જૂતાં ચપ્પલ ઉછળ્યાં, એક બીજાને માર માર્યો

Chhota Udepur: છોટાઉદેપુરના તમામ સરપંચો મેદાને, સરપંચોએ કેમ ઉચ્ચારી રાજીનામાની ચીમકી ?

  • August 8, 2025
  • 24 views
Chhota Udepur: છોટાઉદેપુરના તમામ સરપંચો મેદાને, સરપંચોએ કેમ ઉચ્ચારી રાજીનામાની ચીમકી ?

Manoj Tiwari Controversy: કાવડ યાત્રા દરમિયાન મનોજ તિવારીએ કર્યું પાપ? વૃદ્ધ વ્યક્તિ પાસે પગની માલિશ કરાવી, વિડીયો વાયરલ થતા ભડક્યા લોકો

  • August 8, 2025
  • 12 views
Manoj Tiwari Controversy: કાવડ યાત્રા દરમિયાન મનોજ તિવારીએ કર્યું પાપ?  વૃદ્ધ વ્યક્તિ પાસે પગની માલિશ કરાવી, વિડીયો વાયરલ થતા ભડક્યા લોકો

Delhi Tubata Restaurant: ટુંકા કપડા પહેરો તો જ મળશે એન્ટ્રી! સલવાર- સૂટ પહેરેલા હોવાથી કપલને રેસ્ટોરન્ટમાં ન જવા દીધા

  • August 8, 2025
  • 17 views
Delhi Tubata  Restaurant: ટુંકા કપડા પહેરો તો જ મળશે એન્ટ્રી!  સલવાર- સૂટ પહેરેલા હોવાથી કપલને રેસ્ટોરન્ટમાં ન જવા દીધા

Vote theft: મોદી વોટ ચોરી કરી PM બન્યા, 25 સીટ 35 હજાર કે પછી ઓછા મતથી જીત્યા, રાહુલના આરોપ

  • August 8, 2025
  • 14 views
Vote theft: મોદી વોટ ચોરી કરી PM બન્યા, 25 સીટ 35 હજાર કે પછી ઓછા મતથી જીત્યા, રાહુલના આરોપ

Jhansi: CRPF જવાન બહાર કામ કરતો, પત્ની બીજા સાથે કરતી રંગરેલિયા, પ્રેમીએ નગ્ન વીડિયો બનાવી લીધો, પછી શું થયું?

  • August 8, 2025
  • 34 views
Jhansi:  CRPF જવાન બહાર કામ કરતો, પત્ની બીજા સાથે કરતી રંગરેલિયા, પ્રેમીએ નગ્ન વીડિયો બનાવી લીધો, પછી શું થયું?