
Himachal Pradesh: હિમાચલ પ્રદેશના ચંબામાં ગુરુવારે મોડી રાત્રે એક મોટો અકસ્માત થયો છે. જિલ્લાના ચુરાહમાં એક કાર ઊંડી ખીણમાં પડી ગઈ. આ અકસ્માતમાં સવાર છ લોકોના મોત થયા છે. મૃતકોમાં બે મહિલાઓ, બે પુરુષો અને બે બાળકોનો સમાવેશ થાય છે. કાર જ્યાં પડી તે ખીણ 500 મીટર ઊંડી હતી.
ચાલતી કાર પર એક મોટો પથ્થર પડ્યો
મળતી માહિતી મુજબ ગુરુવારે રાત્રે લગભગ 9:20 વાગ્યે, એક સ્વિફ્ટ કાર નંબર HP 44 4246 ભજરાડુથી શ્રીગર ગામ તરફ જઈ રહી હતી. સૌયા પાથરી પર ચાલતી કાર પર પર્વત પરથી એક મોટો ખડક પડ્યો. જેના કારણે કાર કાબુ બહાર ગઈ અને 500 મીટર નીચે કોતરમાં પડી ગઈ. કારમાં સવાર તમામ છ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા.
પ્રાપ્ત માહિતી અનુસાર 7 ઓગસ્ટની રાત્રે લગભગ 9:20 વાગ્યે, HP 44 4246 નંબરની એક સ્વિફ્ટ કાર ભજરાડુથી શ્રીગર ગામ તરફ જઈ રહી હતી. સૌયા પાથરી પર પર્વત પરથી મોટા મોટા ખડકો પડતાં કાર અકસ્માતનો ભોગ બની અને કાર 500 મીટર નીચે કોતરમાં પડી ગઈ. કારમાં છ લોકો સવાર હતા, જે બધાના ઘટનાસ્થળે જ મોત થયા હતા.
મૃતકો એક જ પરિવારના
સલુની ડીએસપી રંજન શર્માએ અકસ્માતની પુષ્ટિ કરતા કહ્યું કે પોલીસ, ફાયર બ્રિગેડ અને સ્થાનિક લોકોની મદદથી રાત્રે મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે કારમાં સવાર તમામ લોકોના મોત થયા છે. આ બધા લોકો ચંબા જિલ્લાના ચુરાહ સબડિવિઝનના રહેવાસી હતા. તેમણે કહ્યું કે આ અકસ્માતમાં કોઈ માનવીય ભૂલ થઈ નથી. ડીએસપીએ કહ્યું કે મૃતદેહોનું પોસ્ટમોર્ટમ સિવિલ હોસ્પિટલ ટીસામાં કરવામાં આવશે.
ડીએસપી રંજન શર્માએ એમ પણ જણાવ્યું હતું કે આ અકસ્માતમાં ભોગ બનેલા તમામ લોકો એક જ પરિવારના હતા. મૃતકોની ઓળખ રાજેશ કુમાર, હંસો, આરતી, દીપક, રાકેશ અને ડ્રાઇવર હેમ પાલ તરીકે થઈ છે.
આ પણ વાંચો:
Technology: ચીને સૂર્યપ્રકાશમાંથી કેરોસીન, જર્મનીએ હવામાંથી પાણી બનાવ્યું, જાણો કઈ રીતે?
Bhavnagar: કરચલીયાપરા વિસ્તારમાં વૃદ્ધની કરપીણ હત્યા, જાણો સમગ્ર મામલો
UP: મહિલાના પ્રાઈવેટ પાર્ટને દબાવીને ભાગી જનારને પોલીસે ગોળી મારી દીધી, જાણો કોણ છે આ લંપટ?