
Himachal Pradesh Flood: હિમાચલ પ્રદેશમાં ચોમાસાના વાદળો ભારે વરસાદ કરી રહ્યા છે, જેના કારણે રાજ્યમાં જનજીવન અસ્તવ્યસ્ત છે અને વિનાશ જોવા મળી રહ્યો છે. હિમાચલ પ્રદેશમાં સતત વરસાદ, વાદળ ફાટવા અને ભૂસ્ખલનના કારણે જનજીવન ખોરવાઈ ગયું છે. આ ચોમાસાની ઋતુમાં રાજ્યમાં અત્યાર સુધીમાં 317 લોકોના મોત થયા છે. તાજેતરની ઘટનાઓમાં કુલુ અને ચંબા જિલ્લામાંથી મોટી સંખ્યામાં જાનહાનિના અહેવાલ છે. ત્યારે સોશિયલ મીડિયામાં વધુ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં હિમાચલ પ્રદેશમાં રાવી નદીનો છે જેમાં મોટી માત્રામાં લાકડાના લટ્ઠાઓનો ઢગલો જોવા મળ્યો છે.
હિમાચલના જંગલોની લૂંટ!
આ વીડિયોમાં જણાવાવમાં આવ્યું છે કે, હિમાચલ પ્રદેશમાં રાવી નદીમાં મોટી માત્રામાં લાકડાના લટ્ઠાઓનો ઢગલો જોવા મળી રહયો છે. જે લાકડા માફિયાની ગેરકાયદેસર પ્રવૃત્તિઓનો સ્પષ્ટ સંકેત આપે છે. આ લટ્ઠાઓ હિમાચલના જંગલોમાં અનિયંત્રિત વૃક્ષોની કાપણીનું પરિણામ છે, જે પર્યાવરણ માટે ગંભીર ખતરો બની રહ્યો છે. નદીમાં લાકડાના આ ઢગલા ભારે વરસાદ અને પૂરના કારણે એકઠા થયા છે, જે પ્રકૃતિની ચેતવણી સમાન છે. લોકો અત્યારે જે પરિસ્થિતિ સર્જાઈ છે તેને કુદરતનો સંકેત માને છે.
Earlier it was Kullu, now it’s Chamba! A CID investigation was announced for the trees that appeared, but for how long will we keep a blind eye? The truth is, greed is the reason the Himalayas are bleeding and every year innocents are paying the price !
pic.twitter.com/SSwVmJuE63— Nikhil saini (@iNikhilsaini) August 30, 2025
નદીમાં તરતા લાકડાના ઢગલાએ ખોલી લાકડાના માફિયાની પોલ
નદીમાં તરતા લાકડાના ઢગલા બતાવે છે કે જંગલોની લૂંટ ચાલુ છે, અને લાકડા માફિયા વૃક્ષોનો સફાયો કરી રહ્યા છે. આ લટ્ઠાઓ પૂરના પાણી સાથે નદીમાં ગયા, પણ લાગે છે કે પ્રકૃતિ બૂમો પાડી રહી છે, “બસ કરો”
ગેરકાયદેસર વૃક્ષોની કાપણીથી જંગલોનો નાશ
આ ગેરકાયદેસર વૃક્ષોની કાપણીથી જંગલોનો નાશ થઈ રહ્યો છે, જેના કારણે જમીનનું ધોવાણ વધી રહ્યું છે અને પૂરનું જોખમ વધુ ગંભીર બની રહ્યું છે. લાકડા માફિયાની આ પ્રવૃત્તિઓને રોકવા માટે સ્થાનિક વહીવટ અને વન વિભાગે કડક પગલાં લેવાની જરૂર છે. પર્યાવરણ પ્રેમીઓ ચેતવણી આપી રહ્યા છે કે જો આવી પ્રવૃત્તિઓ નહીં રોકાય, તો હિમાચલની સુંદરતા અને પર્યાવરણના સંતુલનને મોટું નુકસાન થશે.
प्रकृति चेतावनी दे रही है… ।।
रावी नदी में लकड़ी के अत्यधिक लट्ठे हिमाचल प्रदेश में लकड़ी माफिया की सक्रिय गतिविधियों का संकेत दे रहे हैं।
हिमाचल में अधिक मात्रा में पेड़ो की कटाई चल रही है जो बाढ़ के साथ नदी में इक्ट्ठा हो गई हैं pic.twitter.com/owAkHRjhVA
— Dr. Sheetal yadav (@Sheetal2242) August 29, 2025
વૃક્ષો માટે CID તપાસની જાહેરાત
આ મામલે લોકો સોશિયલ મીડિયામાં પ્રતિક્રિયા આપી રહ્યા છે કે, પહેલા કુલ્લુ હતું, હવે ચંબા! દેખાતા વૃક્ષો માટે CID તપાસની જાહેરાત કરવામાં આવી હતી, પણ આપણે ક્યાં સુધી આંખ આડા કાન કરીશું? સત્ય એ છે કે, હિમાલય લોહીલુહાણ થઈ રહ્યું છે અને દર વર્ષે નિર્દોષ લોકો તેની કિંમત ચૂકવી રહ્યા છે તેનું કારણ લોભ છે!
What we are seeing in the Ravi River is not just logs drifting with the current, it is a reflection of what we humans have done to our mountains. Whether it is the timber mafia in Himachal or the mining mafia in Uttarakhand, the story is the same rivers are choked, forests are… pic.twitter.com/E8aLFgtgSA
— Kumaon Jagran (@KumaonJagran) August 29, 2025
વધુ એક યુઝર્સે લખ્યું કે, રાવી નદીમાં આપણે જે જોઈ રહ્યા છીએ તે ફક્ત પ્રવાહ સાથે વહી રહેલા લાકડા નથી, તે આપણા માનવોએ આપણા પર્વતો સાથે શું કર્યું છે તેનું પ્રતિબિંબ છે. હિમાચલમાં લાકડા માફિયા હોય કે ઉત્તરાખંડમાં ખાણકામ માફિયા, વાર્તા એ જ છે કે નદીઓ ગૂંગળાવી દેવામાં આવી છે, જંગલો છીનવાઈ રહ્યા છે, અને હિમાલયના આત્માને લોભ અને નફા માટે ઘાયલ કરવામાં આવી રહ્યો છે. આ કુદરતની યાદ અપાવે છે કે મર્યાદાઓ છે, અને જ્યારે તે મર્યાદાઓ ઓળંગવામાં આવે છે, ત્યારે પર્વતો જવાબ આપે છે. વિકાસ અને શોષણના નામે જે કરવામાં આવ્યું છે તે હવે ચેતવણી તરીકે આપણી પાસે પાછું આવી રહ્યું છે. પ્રશ્ન એ છે કે, શું આપણે ખૂબ મોડું થાય તે પહેલાં સાંભળીશું?
આ પણ વાંચો:
UP News: ઝાડ પરથી થયો પૈસાનો વરસાદ! લોકો રુ. 500 રૂપિયાની નોટો લૂંટવા કરી પડાપડી
Jammu Kashmir Flood : વૈષ્ણોદેવી માર્ગ પર ભૂસ્ખલનમાં 30 લોકોના મોત, આજે પણ વાદળ ફાટવાનો ભય
Surat: ભાઈએ ત્રણ વર્ષના બાળકનું કર્યું અપહરણ, ટ્રેનના શૌચાલયની કચરાપેટીમાંથી મળી બાળકની લાશ!
That Critical Moment Of Crisis: કટોકટીની નિર્ણાયક પળ, આ માર્ગ પકડશો તો હારીને પણ જીતી જશો!