મહિલા કોંગ્રેસ નેતાનો મૃતદેહ બેગમાંથી મળ્યા બાદ ખળભળાટ, માતાએ કર્યા પાર્ટી પર ગંભીર આક્ષેપ?|Himani Narwal Murder Case

  • India
  • March 2, 2025
  • 0 Comments

Himani Narwal Murder Case: હાથ પર મહેંદી, સુટકેસમાં લાશ… આ વાત છે કોંગ્રેસ મહિલા નેતા હિમાની નરવાલીની હત્યાની. હિમાની હત્યાને લઈને હરિયાણાના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે કોંગ્રેસના નેતાઓએ સરકારને ઘેરી છે. બીજી તરફ, હિમાનીની માતાએ તેની હત્યા અંગે પક્ષના કેટલાક લોકો પર શંકા વ્યક્ત કરી છે. હિમાનીની માતા કહે છે કે જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે અંતિમ સંસ્કાર નહીં કરીએ. રોહતક પોલીસે હિમાની મૃત્યુ કેસની તપાસ માટે SITની રચના કરવામાં આવી છે.

બસ્ટેન્ડમાંથી મળ્યો હતો મૃતદેહ

હરિયાણાના રોહતક જિલ્લાના સાંપલા બસ સ્ટેન્ડ પર શનિવારે સવારે 22 વર્ષીય કોંગ્રેસ નેતા હિમાની નરવાલનો મૃતદેહ એક સુટકેસમાંથી મળી આવ્યો હતો. સુટકેસમાંથી મૃતદેહ મળી આવતાં વિસ્તારમાં હોબાળો મચી ગયો હતો અને સ્થાનિક પોલીસે તાત્કાલિક મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. મૃતકની હિમાની નરવાલ કોંગ્રેસ પાર્ટી સાથે સંકળાયેલી હોવાનું સામે આવ્યું છે. તેઓ કોંગ્રેસમાં યુવા નેતા હતા અને ઘણા સક્રિય હતા.

પરિવારે મૃતદેહ સ્વીકારનો ઈન્કાર કર્યો, પહેલા આરોપીઓને પકડો

મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે તપાસ શરૂ કરી છે. પરિવારે પોસ્ટમોર્ટમ માટે સંમતિ આપી છે પણ મૃતદેહ લેવાનો ઇનકાર કર્યો છે. હિમાનીની માતા સવિતાએ કહ્યું, “જો મારી દીકરીને ન્યાય નહીં મળે, તો હું તેના અંતિમ સંસ્કાર નહીં કરું. આવી સ્થિતિમાં, હિમાનીના અંતિમ સંસ્કાર કરાયા નથી.

આ પણ વાંચોઃ TELANGANA: રેસ્ક્યૂને થયા 10 દિવસ, ટનલમાંથી 4 મૃતદેહ મળ્યા, અન્ય 4ને બહાર કાઢવાનું ચાલુ, શું થઈ હશે સ્થિતિ?

માતાને દિકરીના મોત અંગે કેવી રીતે જાણ થઈ?

હિમાનીની માતાએ જણાવ્યું કે અમને પોલીસ સ્ટેશનથી ફોન આવ્યો અને કહેવામાં આવ્યું કે અમારી દીકરીનો મૃતદેહ સાંપલા બસ સ્ટેન્ડ પરથી મળી આવ્યો છે. આ દુઃખદ ઘટના બાદ મારો પરિવાર ભારે આઘાતમાં સરી પડ્યો છે. મારી દીકરી આશા હુડ્ડા (ભુપિન્દર સિંહ હુડ્ડાનાં પત્ની)ની સાથે નજીકના સંબંધો હતા. જ્યાં સુધી તેને ન્યાય નહીં મળે ત્યાં સુધી હું તેના અંતિમ સંસ્કાર નહીં કરું.

માતાનો આરોપ- ચૂંટણી અને પાર્ટીએ દીકરીનો જીવ લીધો

હિમાની નરવાલની માતા સવિતાએ કહ્યું, “ચૂંટણી અને પાર્ટીએ મારી દીકરીનો જીવ લઈ લીધો છે. કારણે કે રાજકારણમાં તેના દુશ્મનો વધી ગયા હતા. જેમાં તેની જ પાર્ટીના લોકો પર આરોપ મૂક્યો છે. વધુમાં કહ્યું તેના મિત્રોએ પણ આ હત્યા કરી હોઈ શકે છે.

પાર્ટીમાં કદ વધતાં લોકોને નાખુશ હતા?

હિમાનીની માતાએ વધુમાં જણાવ્યું કે પાર્ટીમાં હિમાનીનું પાર્ટીમાં કદ વધી રહ્યું હતું. તે રાહુલ ગાંધી સાથે ભારત જોડો યાત્રામાં પણ જોડાઈ હતી.  તે હુડા પરિવારની નજીક હતી, તેથી લોકોને જલન થતી હતી. લોકો તેની ઈર્ષ્યા કરતાં હતા.

રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં હિમાની હરિયાણવી પોશાકમાં જોવા મળી હતી.

ડીએસપીએ કહ્યું- SIT ની રચના, દરેક દ્રષ્ટિકોણથી તપાસ ચાલી રહી છે

હિમાની નરવાલ હત્યા કેસમાં સાંપ્લાના ડીએસપી રજનીશ કુમારે કહ્યું કે, SIT ની રચના કરાઈ છે. અમે હિમાનીનો મોબાઇલ શોધી કાઢ્યો છે. સાયબર અને FSL ટીમની મદદથી, અમે દરેક પાસાઓની તપાસ કરી રહ્યા છીએ. પોલીસે એમ પણ કહ્યું કે હિમાની રોહતકમાં એકલી રહેતી હતી. તેની માતા અને ભાઈ દિલ્હીમાં રહેતા હતા. હિમાની LLBનો અભ્યાસ કરી રહી હતી. તે ઘણા વર્ષોથી કોંગ્રેસમાં જોડાયેલી હતી.

લગ્નના કોળ અધૂરા રહ્યા

ઉલ્લેખનીય છે કે હિમાનીની માતાએ કહ્યું કે મારા મોટા દીકરાની 2011 માં હત્યા કરવામાં આવી હતી. જે બાદ હુ દિલ્હી રહેવા જતી રહી હતી. મારા દિકરાની હત્યાનો ન્યાય અમને હજુ સુધી મળ્યો નથી. હિમાનીના ટૂંક જ સમયમાં લગ્ન થવાના હતા. જો કે હત્યા થઈ જતાં લગ્નના કોળ અધૂરા રહ્યા છે. માતાએ આ સમગ્ર હકીકત ભારે હૈયે જાણાવી છે.

હિમાની નરવાલના નાના ભાઈ જતિને જણાવ્યું કે રાત્રે 2 વાગ્યે મારી માતાનો ફોન આવ્યો હતો. અને જણાવ્યુ હતુ કે ” ઘરે આવવાનું છે.” પોલીસ સ્ટેશનમાંથી ફોન આવ્યો કે હિમાની નામની મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે. માતાના ફોન બાદ હું ઓળખ કરવા પહોંચ્યા ત્યારે મેં મારી સગી બહેનનું મોઢું જોયું હતુ. આ બાદ પરિવાર સહિત પાર્ટીમાં ખળભળાટ મચી ગયો છે.

 

આ પણ વાંચોઃ SURAT: મહિલા પોલીસકર્મીએ ગળેફાંસો ખાધો, જાણો સ્યૂસાઈડ નોટમાં શું લખ્યું?

આ પણ વાંચોઃ Nadiad: નડિયાદમાં એરગનથી હવામાં ફાયરિંગ કરી રોકડ ભરેલી બેગ માગી, પછી શું થયું?

આ પણ વાંચોઃ Dahod: દાહોદમાં નાસતાં ફરતાં આરોપી ડ્રોનની મદદથી ઝડપાયા, જુઓ વિડિયો આરોપીઓ કેવી રીતે ઝડપાયા?

 

 

 

 

Related Posts

Tamil Nadu Delimitation: લોકસભા પરિસીમન મુદ્દે તમિલનાડુમાં રાજકીય ઘમાસાણ, સાંસદોની બેઠક બાદ મોટો ઠરાવ
  • August 10, 2026

Tamil Nadu Delimitation: લોકસભાની બેઠકોના સંભવિત પરિસીમન (Delimitation) મુદ્દે દેશની રાજનીતિમાં ફરી ચર્ચા તેજ બની છે. ખાસ કરીને દક્ષિણ ભારતના રાજ્યોમાં એવી ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે નવી…

Continue reading
JNU News: JNUએ ઉમર ખાલિદની પુસ્તક ચર્ચા કાર્યક્રમના એક દિવસ પહેલાં જ ઑડિટોરિયમની બુકિંગ રદ કરી
  • August 10, 2026

JNU News: જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (JNU)માં પૂર્વ વિદ્યાર્થી અને સંશોધક ઉમર ખાલિદની પુસ્તક ‘Fractured Communities’ પર યોજાનારી જાહેર ચર્ચા કાર્યક્રમને લઈને વિવાદ ઊભો થયો છે. યુનિવર્સિટીએ કાર્યક્રમ યોજાવાના માત્ર એક…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Tamil Nadu Delimitation: લોકસભા પરિસીમન મુદ્દે તમિલનાડુમાં રાજકીય ઘમાસાણ, સાંસદોની બેઠક બાદ મોટો ઠરાવ

  • August 10, 2026
  • 3 views
Tamil Nadu Delimitation: લોકસભા પરિસીમન મુદ્દે તમિલનાડુમાં રાજકીય ઘમાસાણ, સાંસદોની બેઠક બાદ મોટો ઠરાવ

JNU News: JNUએ ઉમર ખાલિદની પુસ્તક ચર્ચા કાર્યક્રમના એક દિવસ પહેલાં જ ઑડિટોરિયમની બુકિંગ રદ કરી

  • August 10, 2026
  • 6 views
JNU News: JNUએ ઉમર ખાલિદની પુસ્તક ચર્ચા કાર્યક્રમના એક દિવસ પહેલાં જ ઑડિટોરિયમની બુકિંગ રદ કરી

Jharkhand Student Protest: રાંચીમાં ભરતી પરીક્ષા વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું, વિધાનસભા કૂચ દરમિયાન વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ અને વોટર કેનનનો ઉપયોગ

  • August 10, 2026
  • 5 views
Jharkhand Student Protest: રાંચીમાં ભરતી પરીક્ષા વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું, વિધાનસભા કૂચ દરમિયાન વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ અને વોટર કેનનનો ઉપયોગ

Childhood Obesity India: ભારતમાં બાળકોમાં વધતો મોટાપો, દર પાંચમાંથી એક બાળક જોખમમાં, ચોંકાવનારા આંકડા સામે આવ્યા

  • August 10, 2026
  • 7 views
Childhood Obesity India: ભારતમાં બાળકોમાં વધતો મોટાપો, દર પાંચમાંથી એક બાળક જોખમમાં, ચોંકાવનારા આંકડા સામે આવ્યા

Turkey-Saudi-Pak Defence Alliance: સૌદી, પાકિસ્તાન અને તુર્કીનો સંયુક્ત રક્ષા કરાર! ભારત પર શું અસર પડશે?

  • August 10, 2026
  • 7 views
Turkey-Saudi-Pak Defence Alliance: સૌદી, પાકિસ્તાન અને તુર્કીનો સંયુક્ત રક્ષા કરાર! ભારત પર શું અસર પડશે?

Andhra Pradesh FDI: FDIના આંકડાઓ પર રાજકારણ, આંધ્રમાં TDP અને YSRCP આમને-સામને

  • August 10, 2026
  • 10 views
Andhra Pradesh FDI: FDIના આંકડાઓ પર રાજકારણ, આંધ્રમાં TDP અને YSRCP આમને-સામને