Hormuz: “બકરું કાઢતા ઉંટ પેઠું!”હવેથી હોર્મુઝ માર્ગથી પસાર થનારા જહાજો પાસેથી ઈરાન ટ્રાન્ઝિટ ફી વસૂલ કરશે!

  • World
  • April 11, 2026
  • 0 Comments

■ ટ્રમ્પની હરકતોની કિંમત વિશ્વના દેશોએ ચૂકવવી પડશે.

Hormuz: દુનિયામાં બધું બરાબર ચાલી રહ્યું હતું અને વેપારી ટ્રમ્પને ક્રૂડનો ધંધો કરવાનું શૂરાતન ઉપડ્યું આ માટે તેણે પહેલા કોઈપણ લેવાદેવા વગર વેનેઝૂએલા ઉપર હુમલો કર્યો અને ત્યાંના રાષ્ટ્રપતિ અને તેમના વાઇફને બંધક બનાવી જેલમાં પુરી દઈ વેનેઝૂએલના તેલ ભંડારો ઉપર નિયંત્રણ મેળવી લીધું ત્યારબાદ ઈરાનના તેલ ભંડારો ઉપર નજર બગડી અને આડકતરી રીતે એ તેલ ભંડારો કબ્જે કરવા હુમલો કર્યો પણ ઇરાને નુકશાન સહન કરીને પણ અમેરિકાને ભારે નુકસાન પહોચાડ્યું અને તે વેનેઝૂએલાની જેમ આસાનીથી હાથમાં નહીં આવતા ટ્રમ્પ મુંઝાયા અને હવે યુદ્ધ વિરામની વાતો ઉપર આવી ગયા છે પણ હવે ઈરાને હોર્મુઝ માર્ગથી અત્યારસુધી મફતમાં પસાર થતા જહાજો પાસેથી ટોલ લેવાનું ચાલુ કર્યું છે જે હવે કાયમી બની જશે,આમ ટ્રમ્પના કારણે આખી દુનિયાને ટોલ ચૂકવવો પડશે ટ્રમ્પને ન્હાવા નિચોવાનું છે નહીં કારણ કે તેને આ માર્ગથી કોઈ લેવાદેવા નથી પણ તેમના અંગત સ્વાર્થ માટે આખી દુનિયાને ભોગવવું પડશે.

ઇરાને જાહેરાત કરી છે કે હોર્મુઝની ખાડીમાંથી પસાર થનારા તમામ જહાજોએ ટ્રાન્ઝિટ ફી અને તે પણ ઇરાનીયન ચલણ રિયાલમાં ચૂકવવી પડશે,આ માટે ઇરાનની સંસદમાં ખાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યો જે હોર્મુઝની ખાડી પર ઇરાનનું નિયંત્રણ વધુ મજબૂત કરવાના પ્રયત્ન તરીકે જોવામાં આવી રહ્યું છે એટલુંજ નહિ હોર્મુઝની રક્ષા અને વિકાસ માટે હવે વ્યૂહાત્મક પગલાં ભરવા ઇરાન સરકાર ઓમાન સાથે સમજૂતી કરી શકે છે.

ઈરાને હોર્મુઝ મામલે સંસદમાં નવ પોઇન્ટનો પ્રસ્તાવ મૂકયો છે. તેનો એક પોઇન્ટ એ છે કે ઇરાન હોર્મુઝમાંથી જહાજોને પસાર થવા દેવા માટે સુરક્ષિત રસ્તો આપશે, પરંતુ તેના માટે જહાજોએ ટ્રાન્ઝિટ ફી ચૂકવવી પડશે. જહાજ માલિકોએ જણાવવું પડશે કે તેમના જહાજમાં શું લદાયેલું છે. તેમણે પેમેન્ટ માટે ઇરાનની બેન્કમાં ખાતુ ખોલાવવાનું રહેશે આમ,ટ્રમ્પ ભલે ફૂંફાડા માર્યા કરે પણ તેઓ હોર્મુઝ મુદે કઈ કરી શક્યા નથી તે જગ જાહેર છે અને એટલે જ યુદ્ધ વિરામ માટે પહેલી શરત હોર્મુઝ માર્ગ ખોલવાની રાખવામાં આવી છે.

અગાઉ યુદ્ધ જાહેર કર્યું ત્યારે ટ્રમ્પ ફાંકા મારતા હતા કે હોર્મુઝ માર્ગ ખોલવો અમારા માટે રમત વાત છે પણ તેઓ તે કરી શક્યા નહી એટલે વિશ્વના અન્ય દેશોને આ માર્ગ ખોલવામાં મદદ માંગી પણ કોઈ આગળ ન આવ્યું એટલે ઢીલા પડ્યા અને હવે સીઝ ફાયરમાં પહેલી શરત હોર્મુઝ માર્ગ ખોલવાની રાખી છે પણ હવે પેલી ગુજરાતી કહેવત છે ને કે હવે બકરું કાઢતા ઉંટ પેઠું’ જેવો ઘાટ ઘડાયો છે,હવે કદાચ આ માર્ગ ખુલશે તો પણ “ટોલ” ચૂકવવો પડશે.

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

IRGC: ઈરાનમાં IRGC અને અરાઘચી વચ્ચે વૈચારિક મતભેદ ઉભા થયા, IRGCને કેટલીક શરતો માન્ય નથી! વાટાઘાટો સફળ નહિ રહે!
  • April 11, 2026

IRGC: પાકિસ્તાનની સેરેના હોટેલમાં ઈરાન-અમેરિકા-ઈઝરાયેલ વચ્ચેના યુદ્ધ અટકાવવા મામલે વાટાઘાટો શરૂ થાય તે પહેલાં જ ઈરાન બે ભાગમાં વહેંચાઈ ગયું છે. અહેવાલો સૂચવે છે કે ઈરાની વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચી…

Continue reading
Pakistan: આખરે ઇરાનનું પ્રતિનિધિ મંડળ પાકિસ્તાન પહોંચ્યું! આજની બેઠક ઉપર સૌની નજર
  • April 11, 2026

Pakistan: ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા તણાવને ઘટાડવા માટે હાલમાં પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદ ખાતે મહત્વની શાંતિ મંત્રણાઓ આયોજિત કરવામાં આવી છે. આ મંત્રણામાં અમેરિકાના પ્રતિનિધિ તરીકે ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વેન્સ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

IRGC: ઈરાનમાં IRGC અને અરાઘચી વચ્ચે વૈચારિક મતભેદ ઉભા થયા, IRGCને કેટલીક શરતો માન્ય નથી! વાટાઘાટો સફળ નહિ રહે!

  • April 11, 2026
  • 3 views
IRGC: ઈરાનમાં IRGC અને અરાઘચી વચ્ચે વૈચારિક મતભેદ ઉભા થયા, IRGCને  કેટલીક શરતો માન્ય નથી! વાટાઘાટો સફળ નહિ રહે!

BJP: ભાજપના 70 % જુના જોગીઓ કપાતા પક્ષમાં અસંતોષનો માહોલ! હવે આગામી જીતનું ચિત્ર કેવું હશે? જુઓ,ખાસ ચર્ચા

  • April 11, 2026
  • 2 views
BJP: ભાજપના 70 % જુના જોગીઓ કપાતા પક્ષમાં અસંતોષનો માહોલ! હવે આગામી જીતનું ચિત્ર કેવું હશે? જુઓ,ખાસ ચર્ચા

Hormuz: “બકરું કાઢતા ઉંટ પેઠું!”હવેથી હોર્મુઝ માર્ગથી પસાર થનારા જહાજો પાસેથી ઈરાન ટ્રાન્ઝિટ ફી વસૂલ કરશે!

  • April 11, 2026
  • 4 views
Hormuz: “બકરું કાઢતા ઉંટ પેઠું!”હવેથી હોર્મુઝ માર્ગથી પસાર થનારા જહાજો પાસેથી ઈરાન ટ્રાન્ઝિટ ફી વસૂલ કરશે!

Pakistan: આખરે ઇરાનનું પ્રતિનિધિ મંડળ પાકિસ્તાન પહોંચ્યું! આજની બેઠક ઉપર સૌની નજર

  • April 11, 2026
  • 3 views
Pakistan: આખરે ઇરાનનું પ્રતિનિધિ મંડળ પાકિસ્તાન પહોંચ્યું! આજની બેઠક ઉપર સૌની નજર

Gujarat Politics: ભાજપે રણનીતિ બદલી! નવા ઉત્સાહી-ફ્રેશ-યંગ ચહેરાઓને ટીકીટ આપી!જુના જોગીઓને પાર્ટીની સેવાનો મોકો અપાયો!

  • April 11, 2026
  • 9 views
Gujarat Politics: ભાજપે રણનીતિ બદલી! નવા ઉત્સાહી-ફ્રેશ-યંગ ચહેરાઓને ટીકીટ આપી!જુના જોગીઓને પાર્ટીની સેવાનો મોકો અપાયો!

Islamabad: પાકિસ્તાનમાં આજે શાંતિ મંત્રણા થશે? ઇરાનની ગેરહાજરીમાં શુક્રવારે મિટિંગ રદ થઈ હતી! શુ ઈરાન મંત્રણા માટે તૈયાર થશે?

  • April 11, 2026
  • 5 views
Islamabad: પાકિસ્તાનમાં આજે શાંતિ મંત્રણા થશે? ઇરાનની ગેરહાજરીમાં શુક્રવારે મિટિંગ રદ થઈ હતી! શુ ઈરાન મંત્રણા માટે તૈયાર થશે?