Cricket: IND-SA ચોથી T20 મેચ રદ: હવે,છેલ્લી મેચ 19 ડિસેમ્બરે અમદાવાદમાં રમાશે!

  • Sports
  • December 18, 2025
  • 0 Comments

Cricket: ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે લખનઉના ઈકાના ક્રિકેટ સ્ટેડિયમમાં સાંજે 7 વાગ્યાથી શરૂ થનાર ચોથી T20ને ધુમ્મસના કારણે રદ કરી દેવાઈ છે.લખનઉના ઈકાના સ્ટેડિયમમાં સાંજે 6 વાગ્યાથી ક્રિકેટ રસિયાઓ પહોંચી ગયા હતા અને સાડા ત્રણ કલાક સુધી મેચ શરૂ થવાની રાહ જોતા રહ્યા, પરંતુ ગાઢ ધુમ્મસ ઓછું થયુંજ નહીં

ટોસનો સમય 6:30 વાગ્યાનો હતો. પરંતુ સતત વધી રહેલા ધુમ્મસના કારણે ત્રણ કલાક સુધી એટલે 9:30 સુધી રાહ જોવામાં આવી હતી પણ વાતાવરણમાં સુધારો નહિ થતાં આખરે મેચ રદ કરવાનો નિર્ણય લેવાયો હતો,આવી સ્થિતિમાં ફેન્સને નિરાશ થઈને પરત ફરવું પડ્યું હતું.

હવે છેલ્લી મેચ 19 ડિસેમ્બરે અમદાવાદમાં રમાશે.અત્રે ઉલ્લેખનીય છે કે પાંચ મેચની સિરીઝમાં ટીમ ઇન્ડિયા 2-1થી આગળ છે, ભારતે પ્રથમ મેચ 101 રનથી જીતી હતી, ત્યારબાદ સાઉથ આફ્રિકાએ મુલ્લાંપુરમાં રમાયેલી બીજી મેચમાં 51 રનથી જીતીને વાપસી કરી, પરંતુ ત્રીજી મેચમાં ધર્મશાલામાં ભારતે 7 વિકેટથી જીત મેળવીને ફરીથી લીડ મેળવી લીધી છે.

■ભારત અને દક્ષિણ આફ્રિકાની સંભવિત ટીમોની પ્લેઈંગ 11 આ મુજબ છે

INDIA: (સંભવિત પ્લેઈંગ 11): અભિષેક શર્મા, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ(કેપ્ટન), તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવુમ દુબે, જિતેશ શર્મા, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ, વરૂણ ચક્રવર્તસાઉ

SOUTH AFRICA: (સંભવિત પ્લેઈંગ 11): રીઝા હેન્ડ્રિક્સ, ક્વિન્ટન ડી કોક, એડન માર્કરમ, ડેવાલ્ડ બ્રેવિસ, ટ્રિસ્ટન સ્ટબ્સ, ડોનોવન ફરેરા, માર્કો જાનસેન, કોર્બિન બૉશ, એનરિક નોર્કિયા, લુંગી એનગિડી, ઓટનીલ બાર્ટમેન.

આ પણ વાંચો:

Defamation claim: ‘The Gujarat Report’ સત્ય ઉજાગર કરતું રહેશે!પત્રકારત્વની ફરજો નિભાવતા રહીશું! ‘ડર’ અમારી ‘Dictionary’માંજ નથી!

Padaliya News:બનાસકાંઠાના પાડલીયા ગામમાં થયેલા ઘર્ષણમાં PI ગોહિલને તીર વાગતા બેભાન થઈ ગયા! કુલ 47 ઘાયલ! શુ છે સમગ્ર વિવાદ?વાંચો

H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?

PM Modi: મોદી સરકારના રાજમાં બેટીઓ શાળા છોડી રહી છે! મોદીનું ‘બેટી પઢાવો’ સૂત્રનું ‘સુરસુરીયુ’ થઈ ગયું!

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

IND vs NZ : T20 વર્લ્ડ કપમાં ભારતે ત્રીજી વખત વિશ્વ વિજેતાનો ખિતાબ હાંસલ કરી ઇતિહાસ સર્જ્યો !
  • March 9, 2026

IND vs NZ: અમદાવાદમાં ઘર આંગણે રમાયેલ ICC T20 વર્લ્ડ કપ 2026 ફાઈનલમાં ભારતે વર્લ્ડ કપ પોતાના નામે કર્યો છે. ભારતે રવિવારે (8 માર્ચ) ન્યૂઝીલેન્ડને 96 રનથી હરાવીને ઈતિહાસ સર્જ્યો…

Continue reading
India vs New Zealand Final: આજે અમદાવાદમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ફાઈનલ જંગ! કોણ બનશે ચેમ્પિયન? જાણો
  • March 8, 2026

India vs New Zealand Final: આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 2026 T20 વર્લ્ડ કપ ક્રિકેટનો ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ફાઇનલ મુકાબલો થવા જઈ રહ્યો છે,ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ફાઇનલ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન

  • March 19, 2026
  • 3 views
Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન

Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!

  • March 19, 2026
  • 7 views
Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!

MODI: CM નરેન્દ્ર મોદી રાજ્યપાલોને કેન્દ્રના એજન્ટ કહેતા હતા! આજે PM મોદીના રાજમાં શુ બદલાયું? CM મોદીનો હવે PM મોદીને સવાલ!!

  • March 19, 2026
  • 15 views
MODI: CM નરેન્દ્ર મોદી રાજ્યપાલોને કેન્દ્રના એજન્ટ કહેતા હતા! આજે PM મોદીના રાજમાં શુ બદલાયું? CM મોદીનો હવે  PM મોદીને સવાલ!!

America: અમેરિકાની USCIRF પેનલે RSS અને R&AW પર પ્રતિબંધ મુકવાની વાત કેમ કરી? જુઓ, ખાસ વિશ્લેષણ

  • March 19, 2026
  • 4 views
America: અમેરિકાની USCIRF પેનલે RSS અને R&AW પર પ્રતિબંધ મુકવાની વાત કેમ કરી? જુઓ, ખાસ વિશ્લેષણ

PM Modi: CM નરેન્દ્ર મોદી પર ₹ 1 લાખ કરોડના ભ્રષ્ટાચારનો આરોપ લગાવનાર ‘ઝડફિયા’ હવે આજ પાર્ટીના ‘વફાદાર નેતા’ બની ગયા છે!

  • March 19, 2026
  • 12 views
PM Modi: CM નરેન્દ્ર મોદી પર ₹ 1 લાખ કરોડના ભ્રષ્ટાચારનો આરોપ લગાવનાર ‘ઝડફિયા’ હવે આજ પાર્ટીના ‘વફાદાર નેતા’ બની ગયા છે!

Iran War Updates: ઈઝરાયેલે ઈરાનના ઊર્જા ક્ષેત્ર પર હુમલો કર્યા બાદ ઈરાને કતારના ગેસ હબ પર કર્યો વળતો પ્રહાર! ઈરાનની ધમકી હવે દુશ્મનોના ઉર્જા ક્ષેત્રો રાખમાં ફેરવી નાખીશું! ભારતનું અર્થતંત્ર ખોરવાશે!

  • March 19, 2026
  • 10 views
Iran War Updates: ઈઝરાયેલે ઈરાનના ઊર્જા ક્ષેત્ર પર હુમલો કર્યા બાદ ઈરાને  કતારના ગેસ હબ પર કર્યો વળતો પ્રહાર! ઈરાનની ધમકી હવે દુશ્મનોના ઉર્જા ક્ષેત્રો રાખમાં ફેરવી નાખીશું! ભારતનું અર્થતંત્ર ખોરવાશે!