
independence day: ભાજપ દેશભરમાં હર ઘર તિરંગા ઝુંબેશ ચલાવી રહ્યું છે. પરંતુ ભાજપના જ ધારાસભ્યો અને નેતાઓ તિરંગાનું અપમાન કરી રહ્યા હોવાની ઘટનાઓ સામે આવી રહી છે. દેશભક્તિના નાટક કરતા નેતાઓને એટલી પણ ખબર નથી હોતી કે તિરંગો ઉંધો છે કે સીધો માત્ર ધ્વજ વંદન કરવા આવ્યા ગમે તેમ ધ્વજવંદનો કાર્યક્રમ કરી દીધો એટલે પુરુ.
ધારાસભ્ય સંજય પાઠકે તિરંગો ઊંધો ફરકાવ્યો
સ્વતંત્રતા દિવસ નિમિત્તે મધ્યપ્રદેશના કટની જિલ્લામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. વિજયરાઘવગઢ કિલ્લા પર ધ્વજવંદન સમારોહ દરમિયાન, ભૂતપૂર્વ મંત્રી અને વર્તમાન ધારાસભ્ય સંજય પાઠકે તિરંગો ઊંધો ફરકાવ્યો હતો. આ કિલ્લો 1857 ની સ્વતંત્રતાની શરૂઆતનો સાક્ષી માનવામાં આવે છે, આવી સ્થિતિમાં, અહીં રાષ્ટ્રધ્વજનું અપમાન કરવાની ભૂલે બધાને આશ્ચર્યચકિત કર્યા. મળતી માહિતી મુજબ, સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં વિજયરાઘવગઢ કિલ્લા પર ધારાસભ્ય સંજય પાઠકે ધ્વજ ફરકાવ્યો હતો. આ દરમિયાન, રાષ્ટ્રધ્વજ ઊંધો ફરકાવવામાં આવ્યો હતો અને તેમણે રાષ્ટ્રગીત સાથે તેને સલામી પણ આપી હતી. થોડીવાર પછી, જ્યારે હાજર લોકોએ ધ્વજ જોયો, ત્યારે હોબાળો મચી ગયો. તરત જ તિરંગો નીચે ઉતારવામાં આવ્યો અને ફરીથી યોગ્ય રીતે લહેરાવવામાં આવ્યો, જેને ધારાસભ્ય પાઠકે ફરીથી સલામી આપી.
मध्य प्रदेश के कटनी में तिरंगा विरोधी संघी गिरोह ने उल्टा तिरंगा फहरा दिया।
ये वही लोग हैं जो तिरंगे को “अशुभ” बता रहे थे। फिर 52 साल अपने कार्यालय पर तिरंगा नहीं फहराया। अब उल्टा तिरंगा फहरा रहे हैं और जनता को उल्लू बनाने के लिए चिल्लाते हैं घर घर तिरंगा।
इस देश की जनता को… pic.twitter.com/1KbqbwCLqq
— Krishna Kant (@kkjourno) August 15, 2025
ધારાસભ્યએ વહીવટી અધિકારીઓ અને કર્મચારીઓ પ્રત્યે વ્યક્ત કરી નારાજગી
વિજયરાઘવગઢના એસડીએમ મહેશ માંડલોઈએ આ મામલે કહ્યું, “આ ખૂબ જ ગંભીર બેદરકારી છે. આ વીડિયો અમારા ધ્યાનમાં આવ્યો છે. આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.” એસડીએમએ સ્પષ્ટતા કરી કે આ ફક્ત પ્રોટોકોલનું ઉલ્લંઘન નથી, પરંતુ રાષ્ટ્રધ્વજનું અપમાન છે, જે કોઈપણ સંજોગોમાં સહન કરવામાં આવશે નહીં. ધારાસભ્ય સંજય પાઠકે પણ આ મામલે પ્રતિક્રિયા આપી અને તેને ગંભીર બેદરકારી ગણાવી. તેમણે વહીવટી અધિકારીઓ અને કર્મચારીઓ પ્રત્યે નારાજગી વ્યક્ત કરી અને કહ્યું કે દોષિતોની ઓળખ થવી જોઈએ અને શક્ય તેટલી વહેલી તકે કાર્યવાહી કરવી જોઈએ. પરંતુ સવાલ તે થાય છે કે, શું ધારાસભ્યએ તિરંગાને જોયો ત્યારે તેમને નહોતી ખબર કે તિરંગો ઉંધો છે. પરંતુ તેઓએ તો ઉંધો તિરંગો લહેરાવીને તેને સલામી પણ આપી હતી.
વિડિયો વાયરલ થતા લોકોએ આપી પ્રતિક્રિયા
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે . ઘણા લોકોએ તેને શરમજનક ગણાવ્યું અને સવાલ ઉઠાવ્યા કે આટલી મોટી જવાબદારી નિભાવતી વખતે આવી ભૂલ કેવી રીતે થઈ શકે. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ધ્વજ ઊંધો ફરકાવવામાં આવ્યો હતો અને સલામી આપવામાં આવી હતી.
ભાજપના ધારાસભ્ય મોહન વર્મા ધ્વજ ઊંધો પકડીને ફોટો પડાવ્યો
ઉત્તર પ્રદેશમાંથી પણ આવી જ એક ઘટના સામે આવી છે જેમાં ભાજપના ધારાસભ્ય મોહન વર્માનો આ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં જોઈ શકાય છે કે, ભાજપના ધારાસભ્ય પોતે ધ્વજ ઊંધો પકડીને બેઠા છે. આ ફોટો વાયરલ થતા લોકો સવાલો કરી રહ્યા છે. “શું ભાજપના ધારાસભ્યને દેશના ધ્વજ વિશે ખબર નથી?” જેવી વિવિધ ટિપ્પણીઓ કરી રહ્યા છે.
વીડિયો વાયરલ થતા અનેક ચર્ચાઓ
સ્વતંત્રતા દિવસ નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમ માટે ધારાસભ્ય જી આજે નગરપાલિકા પરિષદ હાટાના કાર્યાલયમાં પહોંચ્યા હતા. ફોટામાં, ધારાસભ્ય હાથમાં ઊંધો ધ્વજ પકડીને જોવા મળે છે. આ વાયરલ ફોટામાં નગરપાલિકા પરિષદ હટાના પ્રમુખ રામાનંદ સિંહ અને નગરપાલિકા પરિષદના કાર્યકારી અધિકારી મીનુ સિંહ પણ હાજર હતા પરંતુ કોઈએ ધારાસભ્યને કહ્યું નહીં કે ધ્વજ ઊંધો છે. હવે ફોટો વાયરલ થયા બાદ વિવિધ પ્રકારની ચર્ચાઓ સામે આવી રહી છે.
ધારાસભ્યને ન MLA નું પૂરું નામ ખબર છે ન તો વિધાનસભામાં મતદારોની સંખ્યા
આ એ જ ધારાસભ્ય છે જેમને 2022 માં જ્યારે એક ન્યુઝ ચેનલે સવાલ કર્યા હતા ત્યારે આ ધારાસભ્ય ન તો MLA નું પૂરું નામ જાણે છે, ન તો DM કે SP નું નામ. ન તો તેમને વિધાનસભામાં મતદારોની સંખ્યા જણાવી શક્યા હતા.
આ પણ વાંચો
PM Modi on RSS: 75મા જન્મદિવસ પહેલા મોદીનો RSSને ખુશ કરવાનો પ્રયાસ? વિપક્ષ લાલઘૂમ
PM Modi on RSS: 75મા જન્મદિવસ પહેલા મોદીનો RSSને ખુશ કરવાનો પ્રયાસ? વિપક્ષ લાલઘૂમ
Kishtwar Cloudburst: કિશ્તવાડમાં આભ ફાટવાથી 60 લોકોના મોત અને 120 ઘાયલ, ગુમ થયેલા લોકોની શોધખોળ ચાલુ
UP News: વારાણસીમાં ટ્રેનમાં બેસીને પોતાની બેનના ઘરે જતી યુવતીને અલ્તાફे છેતરી કર્યું આવું