
India Boeing aircraft: ભારતમાં તમામ બોઇંગ 787 વિમાનની ઇલેક્ટ્રિકલ સિસ્ટમનું નિરીક્ષણ કરવાની પાઇલટ સંગઠન FIP દ્વારા DGCA સમક્ષ માંગ કરી છે.
પાયલોટ્સ સંગઠન દ્વારા વારંવાર ખોટવાઇ જતા બોઈંગના વિમાનો મામલે ચિંતા વ્યક્ત કરી છે અને DGCA સમક્ષ આ રજૂઆત કરવામાં આવી છે.
બોઈંગના અનેક વિમાનોમાં સર્જાઈ રહેલી ટેકનિકલ ખામીને કારણે, મુસાફરોની સુરક્ષા સામે અનેક સવાલો ઉભા થયા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે બર્મિંગહામમાં એર ઇન્ડિયાના બોઇંગ 787 વિમાનનું ઈમરજન્સીમાં લેન્ડિગ કરાવ્યા બાદ આ સમસ્યાને પાઈલટના સંગઠને અવાજ ઉઠાવી પાઇલટ સંગઠન દ્વારા ભારતમાં તમામ બોઇંગ 787 વિમાનની ઇલેક્ટ્રિકલ સિસ્ટમનું નિરીક્ષણ કરવાની માંગ કરી છે.
આપને જણાવી દઈએ કે અમદાવાદમાં ગત 12 જૂન 2025ના રોજ એર ઈન્ડિયાના વિમાન દુર્ઘટના બાદ, એર ઇન્ડિયાના વિમાનોની કોઈને કોઈ ક્ષતિ સામે આવી રહી છે અને એકજ સપ્તાહમાં ઘણા એર ઈન્ડિયાના વિમાનમાં ટેકનિકલ ખામીના સર્જાઈ હોવાના કિસ્સા બની રહયા છે, જેનાથી પાઈલોટ્સ ચિંતિત છે.
તા.4 ઓક્ટોબરના રોજ અમૃતસરથી બર્મિંગહામ જઈ રહેલા એર ઇન્ડિયાના બોઇંગ 787 વિમાન AI117 એ ઈમરજન્સી લેન્ડિગ કરવું પડ્યુ હતું લેન્ડિંગ દરમિયાન, વિમાનમાં એકાએક રેમ એર ટર્બાઇન (RAT) સક્રિય થઈ ગઈ. પરિણામે, સાવચેતીના ભાગરૂપે વિમાનને તાત્કાલિક નજીકના એરપોર્ટ ઉપર ઉતરાણ કરવામાં આવ્યું. આના પગલે, બર્મિંગહામથી ભારત પરત ફરતી ફ્લાઇટ પણ રદ કરી દેવામાં આવી હતી જોકે,સદનસીબે તમામ મુસાફરો સુરક્ષિત રહયા હતા.
તે સમયે પણ એર ઇન્ડિયાએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, “ફ્લાઇટ AI117 ના ક્રૂને બર્મિંગહામ પહોંચતા પહેલા RAT મળ્યો હતો અને ડિપ્લોયમેન્ટને સૂચના આપવામાં આવી હતી. બધા ઇલેક્ટ્રિકલ અને હાઇડ્રોલિક પરિમાણો સામાન્ય હતા અને વિમાનનું સુરક્ષિત ઉતરાણ થયું હતું.” કંપનીએ જણાવ્યું હતું કે તકનીકી તપાસ માટે વિમાનને ગ્રાઉન્ડ કરવામાં આવ્યું છે અને ફ્લાઇટ AI114 (બર્મિંગહામથી દિલ્હી) રદ કરવામાં આવી છે.
મહત્વનું છે કે રેમ એર ટર્બાઇન એક કટોકટી ઉપકરણ છે જેનો ઉપયોગ વિમાનના એન્જિન અથવા મુખ્ય વીજ પુરવઠામાં નિષ્ફળતાના કિસ્સામાં થતો હોય છે.
આ સ્થિતિમાં, પવનની શક્તિ વીજળી અને હાઇડ્રોલિક દબાણ ઉત્પન્ન કરે છે. આ સિસ્ટમ સામાન્ય રીતે ફક્ત ગંભીર કટોકટીની પરિસ્થિતિઓમાં જ સક્રિય થાય છે.
અમદાવાદમાં પણ આજ સ્થિતિ જોવા મળી હતી અને ત્યારબાદ વારંવાર કોઈને કોઈ ફોલ્ટ આવી રહયા હોય તમામ બોઇંગ 787 વિમાનની ઇલેક્ટ્રિકલ સિસ્ટમનું નિરીક્ષણ કરવાની પાઇલટ સંગઠન FIP દ્વારા DGCA સમક્ષ માંગ કરી છે.
આ પણ વાંચો:
Bihar Election 2025: બિહાર વિધાનસભા ચૂંટણીની જાહેરાત, કેટલા તબક્કામાં, ક્યારે થશે મતદાન?
પત્રકારો ભ્રષ્ટ થવા પાછળ આખરે જવાબદાર કોણ?| Journalism | Corruption Part – 2
UP: 75 વર્ષિય સંગરુ રામના લગ્ન પછી થયેલા મોત અંગે મોટો ખૂલાસો, કારણ જાણી ચોકી જશો!








