ભારત ગરીબીના ખપ્પરમાં હોમાયું; ભારતીય ગ્રાહક જરૂરિયાતની ચીજ-વસ્તુ પણ ખરીદવા અક્ષમ- ચોંકાવનાર રિપોર્ટ

  • India
  • March 1, 2025
  • 0 Comments

ભારત ગરીબીના ખપ્પરમાં હોમાયું; ભારતીય ગ્રાહક જરૂરિયાતની ચીજ-વસ્તુ પણ ખરીદવા અક્ષમ- ચોંકાવનાર રિપોર્ટ

પીએમ મોદીએ રાત-દિવસ એટલી મહેનત કરી છે કે અંતે તેનું પરિણામ દેખાવા લાગ્યું છે. આગામી પાંચ વર્ષ આવી રીતની મહેનત કરશે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. અદાણી જેવા બિઝનેસમેન દેશના રાજા હશે અને તેમના પગ નીચે કચડવા માટે ગરીબોની એક મસમોટી ભીડને છોડી દેવામાં આવશે. આ ભીડ એટલી મજબૂર હશે કે તે વ્યવસ્થિત રીતે વિરોધ પણ કરી શકશે નહીં. અંગ્રેજો પાસેથી તો આઝાદી મળી ગઈ પરંતુ આ વખતે આઝાદી મળવી મુશ્કેલ છે. પીએમ મોદીની અથાગ મહેનત પછી ભારતીયો ગરીબ બનાવવાનું શક્ય બન્યું હોય તેવું દેખાઈ રહ્યું છે. તો બીજી તરફ પીએમ મોદીની મિત્ર મંડળીઓમાં રહેલા અને રાજનેતાઓની અમીરીમાં ચાર ચાંદ લાગી ગયા છે.  મોદીના રાજમાં અમીર વધારે અમીર બન્યો છે તો ગરીબને તો અંતે ખાવાના પણ ફાંફા પડવા લાગ્યા છે. મધ્યમ વર્ગ આત્મહત્યા તરફ વળવા લાગ્યો છે.

હિન્દુ-મુસ્લિમના નારાઓ અને નફરત વચ્ચે જનતા ગરીબ બની ગઈ છે, તેઓ પોતે અનુભવી શકી રહ્યા નથી. દેશની જનતા ન વ્યવસ્થિત ધારાધોરણવાળું જીવન જીવી શકે છે કે, પછી પોતાના જીવનને ઉપર લાવવા માટે કોઈ કામ ધંધો સેટ કરી શકે છે. અંતે શેરમાર્કેટના પણ વળતા પાણી થઈ ગયા છે. આ વચ્ચે એક રિપોર્ટે બધાનું ધ્યાન પોતાની તરફ દોર્યું છે. આ રિપોર્ટમાં ખુબ જ ગંભીર બાબતો દર્શાવવામાં આવી છે. ભારત ગરીબ બની રહ્યુ છે. લગભગ તેમાં મોટા ભાગનું તો કામ થઈ ગયું છે. પાછલા પાંચ-દસ વર્ષમાં ભારતના મોટા ભાગની જનતા ઉપર અમીરોનો રાજ હશે. જેઓ સત્તાના નામે ગરીબોનું લોહી ચૂસ્તા રહેશે.

ભારતને વિશ્વના સૌથી મોટા માર્કેટના રૂપમાં જોવામાં આવી રહ્યું છે. પરંતુ એક લેટેસ્ટ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે, આ બજાર બહુ મોટું નથી અને તેમાં વિસ્તરણ પણ  થઈ રહ્યુ નથી. જ્યારે પણ વિદેશો સાથે ભારતના સંબંધ વિશે વાત કરવામાં આવે છે તો સૌથી પહેલાં કહેવામાં આવે છે કે, ભારતનું બજાર એટલું મોટું છે કે તેની જરૂર બધાને છે.

જે દેશમાં લગભગ દોઢ અરબ લોકો રહે છે, તેને એક મોટા બજારના રૂપે જોવામાં આવે તે સ્વભાવિક છે. પરંતુ, હાલમાં જ સામે આવેલાં રિપોર્ટ મુજબ, ભારતનું બજાર જેટલું મોટું દેખાય છે, તેટલું છે નહીં. દેશનો આર્થિક વિકાસ અમીરો સુધી સિમિત થઈ રહ્યો છે. જેનાથી આવકની અસમાનતા વધી રહી છે અને લાંબાગાળાની સ્થિરતા પર સવાલ ઊભા થઈ રહ્યાં છે. આમ ભારતના વિકાસ દર સામે મોટો પડકાર છે.

બ્લૂમ વેન્ચર્સના રિપોર્ટ અનુસાર, ભારતની વસ્તી ખૂબ જ વધારે છે. વસ્તીની દ્રષ્ટિ પ્રમાણે જોવામાં આવે તો અસલ ગ્રાહક વર્ગ ખુબ જ નાનો છે. માત્ર 13-14 કરોડ ભારતીય જ ‘ગ્રાહક વર્ગ’માં આવે છે, જેમના પાસે મૂળભૂત વસ્તુ સિવાય અન્ય ખર્ચ કરવા માટે પર્યાપ્ત પૈસા છે. આ સિવાય 30 કરોડ લોકો ઉભરતા વર્ગમાં આવે છે પરંતુ, તેમનો ખર્ચ કરવાની ક્ષમતા સીમિત છે. તેઓ પોતાને જીવિત રાખવા માટે મૂળભૂત જરૂરિયાતની ચીજ-વસ્તુઓ પણ એકદમ કંજૂસાઈ કરીને ખરીદી શકવાની ક્ષમતા છે. તેમાં પણ તેમણે ઘણી બધી વસ્તુઓ છોડી દેવી પડી રહી છે.

હાલમાં રજૂ કરવામાં આવેલાં ફાઇનાન્સ કંપની પરફિયોસ અને પીડબ્લ્યુસી ઈન્ડિયાના રિપોર્ટ અનુસાર, ભારતીય લોકો પોતાના જરૂરી ખર્ચ પર સૌથી વધારે પૈસા ખર્ચ કરે છે, જે તેમના કુલ ખર્ચનો 39 ટકા છે. ત્યારબાદ જરૂરી ખર્ચ પર 32 ટકા હોય છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે, ભારતીય ગ્રાહકે 2023માં પોતાના ખર્ચને 29 ટકા જ મૂળભૂત જરૂરિયાની બહાર ખર્ચ માટે રાખવામાં આવ્યું હતું, જેમાં ઓનલાઈન ગેમિંગનો ભાગ બહાર ખાવા અને ઓર્ડર કરવાની સરખામણીમાં થોડું વધારે હતું. એક શરૂઆતી સ્તર પર કમાવનારા વ્યક્તિએ મુસાફરી પર દર મહિને 776 રૂપિયા ખર્ચ કરે છે. જોકે, એક ઉચ્ચ આવક ધરાવનાર વ્યક્તિ 3,066 રૂપિયા ખર્ચ કરે છે. તેમાં ક્રેડિટ કાર્ડથી ચુકવણી સામેલ કરવામાં આવી નથી, જેને લોકો ફ્લાઇટ ટિકિટ બુક કરવા માટે પસંદ કરે છે.

અમીર-ગરીબ વચ્ચે વધતું અંતર એટલા માટે ચિંતાનો વિષય છે કારણકે, ગ્રાહક વર્ગમાં વિસ્તાર થઈ રહ્યો નથી. આ સિવાય અમીર લોકો વધુ અમીર થઈ રહ્યાં છે. જેને ‘સમૃદ્ધિનો ઉદય’ કહેવામાં આવે છે. બ્લૂમ વેન્ચર્સનો રિપોર્ટ કહે છે કે, હવે કંપનીઓ સામાન્ય ગ્રાહકને બદલે મોંઘા ઉત્પાદનો પર ધ્યાન આપી રહી છે. લગ્ઝરી ઘર અને પ્રીમિયમ સ્માર્ટફોનનું વેચાણ વધી રહ્યું છે. જોકે, બજેટ અથવા સસ્તા ઘરોની ભાગીદારી પાંચ વર્ષોમાં 40 ટકાથી ઘટીને 18 ટકા રહી ગઈ છે.

આ પણ વાંચો-ટ્રમ્પ અને ઝેલેન્સકી વચ્ચેની ચર્ચા વિશે યુક્રેનના વિપક્ષી સાંસદે શું કહ્યું?

આ રિપોર્ટમાં ભારતની અંગ્રેજીના આકાર K-અક્ષરની આર્થિક રિકવરીનો પણ ઉલ્લેખ કર્યો છે. જેમાં અમીરોની સંપતિ વધી રહી છે. જોકે, ગરીબોની ખરીદ શક્તિમાં ઘટાડો થઈ રહ્યો છે. ભારતના ટોચના 10 ટકા લોકો પાસે હવે દેશની કુલ આવકનો 57.7 ટકા ભાગ છે. જોકે, 1990માં આ 34 ટકા હતો. તો બીજી તરફ નીચેના 50 ટકા લોકોની આવકનો ભાગ 22.2 ટકાથી ઘટીને 15 ટકા રહી ગયો છે. ઘટતી બચત અને વધતું દેવું ચિંતાનો વિષય છે. ભારતનો મધ્ય વર્ગ, જે ગ્રાહકવર્ગનો મુખ્ય ભાગ હતો, તે હવે સંઘર્ષ કરી રહ્યો છે. સ્થિર વેતન અને મોંઘવારીએ તેની આર્થિક સ્થિતિ કમજોર કરી દીધી છે. ગત 10 વર્ષમાં મધ્યમ વર્ગની વાસ્તવિક આવક અડધી થઈ ગઈ છે. જેનાથી બચતમાં પણ ઘટાડો થયો છે.

રિઝર્વ બેન્ક ઑફ ઈન્ડિયાના અહેવાલ મુજબ, ઘરેલું ચોખ્ખી નાણાંકીય બચત 50 વર્ષમાં સૌથી નીચા સ્તરે છે. આર્થિક દબાણને કારણે, ઘણાં ગ્રાહકો ગેરંટી વિના લોન લઈને ખર્ચ કરવાનું ચાલુ રાખતા હતાં. પરંતુ, હવે RBI એ સરળ ધિરાણ કડક બનાવ્યું છે, જેના કારણે ઉધાર લેવાનું મુશ્કેલ બન્યું છે. બ્લૂમ વેન્ચર્સ રિપોર્ટના લેખક સાજિત પાઈએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, “જો આ સુવિધા બંધ કરવામાં આવે તો વપરાશ પર અસર થશે.”

આ ચિંતા એટલા માટે પણ વધી રહી છે કારણ કે, વપરાશ ભારતના GDP માં ઘણો ફાળો આપે છે. વર્લ્ડ બેન્કના વર્લ્ડ ડેવલપમેન્ટ રિપોર્ટ 2024માં પણ મિડલ ઈનકમ ટ્રેપનું જોખમ જણાવવામાં આવ્યું છે. તેમાં કહેવામાં આવ્યું કે, ભારત મિડલ ઈનકમ ટ્રેપમાં ફસાઈ શકે છે. આવું ત્યારે થાય જ્યારે દેશ નિશ્ચિત આર્થિક સ્તર પર પહોંચી જાય છે. પરંતુ, ઉચ્ચ આવકવાળી અર્થવ્યવસ્થામાં પરિવર્તિત નથી થઈ શકતાં.

રિપોર્ટ અનુસાર, અનેક વિકાસશીલ દેશ સરેરાશ 8 હજાર ડોલર પ્રતિ વ્યક્તિ જીડીપીના સ્તર પર અટકી જાય છે. 1990 બાદથી ફક્ત 34 મધ્યમ આવકવાળા દેશ ઉચ્ચ આવક વર્ગમાં પહોંચી શકે છે. ભારત સામે પણ આ જ પડકાર છે. આ એક મોટી સમસ્યા કે, ભારતની અર્થવ્યવસ્થા નાના વ્યવસાયો પર નિર્ભર છે, જે મોટા સ્તરે વધી નથી શકતું. ભારતની 90 ટકા કંપનીમાં પાંચથી ઓછા કર્મચારી છે અને બહુ ઓછી કંપની છે જે 10 કર્મચારીથી આગળ વધી શકે છે.

નિયમોની જટિલતા અને બજારની ખામીના કારણે આ વ્યવસાય આગળ નથી વધી શકતો. જેનાથી રોજગાર અને ઉત્પાદકતા પર અસર પડે છે. વિશ્વ બેન્કે સલાહ આપી કે, ભારતે નાના અને મધ્યમ વર્ગો માટે નિયમ સરળ બનાવવા જોઈએ, ક્રેડિટની પહોંચ વધારવી જોઈએ અને નવાચારને પ્રોત્સાહિત કરવા જોઈએ. જો ભારત નાના વ્યવસાય માટે માહોલ સુધારી શકે છે, તો રોજગાર વધશે અને અર્થવ્યવસ્થા મજબૂત થશે. આર્થિક બદલાવની જરૂર ભારત સામે એક મોટો પડકાર વિકાસ અને ઇનોવેશન વચ્ચે સંતુલન જાળવી રાખવાનો છે. મોટી કંપનીઓ એવી નીતિનું સમર્થન કરે છે, જે તેને લાભ પહોંચાડે છે. પરંતુ સંપૂર્ણ બજારની કાર્યક્ષમતા સુધારનારા બદલાવનો વિરોધ કરે છે.

આ પણ વાંચો- ચૂંટણી પંચના આશીર્વાદથી મતદાન યાદીમાં ફેરફાર કરી રહી છે ભાજપ: CM મમતા બેનર્જી

ભારતમાં સ્ટાર્ટઅપનો માહોલ સારો છે, પરંતુ બજારની કપરી પરિસ્થિતિ અને પૂંજીની કમીના કારણે આ ઝડપથી વધી નથી શકતાં. તે ઉપરાંત AI અને ઓટોમેશન વ્હાઇટ કોલર નોકરી માટે જોખમ બની રહ્યાં છે. ભારતની અર્થવ્યવસ્થા સેવા વિસ્તાર પર નિર્ભર છે અને આ ટ્રેન્ડ શરૂ છે, તો ગ્રાહકની માંગ પર ખરાબ અસર પડી શકે છે. સરકારની આર્થિક સમીક્ષામાં પણ આ જોખમનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રિપોર્ટમાં બ્રેન ડ્રેન એટલે પ્રતિભાઓનું પલાયનનો પણ મુદ્દો ઊઠાવવામાં આવી રહ્યો છે.

મોટી સંખ્યામાં ભારતીય વ્યવસાયિકો જર્મની જેવા પશ્ચિમી યુરોપીયન દેશ અને ઉત્તર અમેરિકામાં વસી રહ્યાં છે. તેનાથી ભારતના ઇનોવેશનની ક્ષમતા અને આર્થિક વિકાસ કમજોર થઈ શકે છે. સરકારે પ્રતિભાને રોકવા માટે અનેક પ્રયાસ કર્યાં છે. પરંતુ, અત્યાર સુધી કોઈ મોટો બદલાવ જોવા નથી મળ્યો. ભવિષ્ય વિશે અનિશ્ચિતતાઓનો પડકારો હોવા છતાં, કેટલાક પરિબળો ટૂંકા ગાળાની રાહત આપી શકે છે. સારા પાક અને તાજેતરના બજેટમાં જાહેર કરાયેલા 12 બિલિયન ડોલરના કર ઘટાડાથી ગ્રામીણ વપરાશમાં વધારો થઈ શકે છે.

જો આવકની અસમાનતા, વેતન સ્થિરતા, નબળી વ્યવસાય વૃદ્ધિ અને નોકરીઓનો અભાવ જેવી સમસ્યાઓ ચાલુ રહેશે, તો ભારતની લાંબા ગાળાની આર્થિક સ્થિતિ અસ્થિર રહેશે. નિષ્ણાંતો કહે છે કે, આર્થિક સ્થિરતામાંથી બહાર નીકળવા માટે ભારતને મોટા સુધારાની જરૂર છે. સમૃદ્ધિનો વિસ્તાર કરવો, નાના વ્યવસાયોને મજબૂત બનાવવી અને સમાવેશી અર્થતંત્ર બનાવવું મહત્ત્વપૂર્ણ રહેશે. જો આવું નહીં થાય, તો ભારત એવા દેશોની યાદીમાં જોડાઈ શકે છે જે મધ્યમ આવકની જાળમાંથી બહાર નીકળી શક્યા નથી.

આ પણ વાંચો- વિદેશોમાં મોદી-મોદીના નારા ફ્રિ નહીં પૈસાથી લાગે છે; ગણાવવામાં આવે છે ‘Community Reception’ ખર્ચ

Related Posts

Uttarpradesh: ઉછીના પૈસા પાછા માંગતા યુવક ઉશ્કેરાયો, રુ. 200 માટે લઈ લીધો જીવ
  • August 5, 2025

Uttarpradesh: ઉત્તરપ્રદેશના ગોંડામાં 200 રુપિયા ઉધારના વિવાદમાં યુવકની હત્યા કરવામાં આવી છે. 22 વર્ષીય હ્રદયલાલે તેમના જ ગામના રામ અર્જુન નામને 700 રુપિયા ઉછીના આપ્યા હતા. 1 ઓગષ્ટના રોજ, જયારે…

Continue reading
Policemen Suspended: દિલ્હી પોલીસને નેતાઓની સુરક્ષા, સેલ્યૂટ મારવા સિવાય બીજું કંઈ આવડે છે?
  • August 5, 2025

Delhi 7 Policemen Suspended: દિલ્હીમાં પોલીસ નેતાઓને સલામ ઠોકવા અને તેમની સુરક્ષા, ચાપલૂસી કરવા સિવાયનું બીજુ કામ ન આવડતું હોય તેવું સાબિત થયું છે. તાજેતરમાં જ દિલ્હીમાં મહિલા સાંસદની સોનાની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Uttarpradesh: ઉછીના પૈસા પાછા માંગતા યુવક ઉશ્કેરાયો, રુ. 200 માટે લઈ લીધો જીવ

  • August 5, 2025
  • 1 views
Uttarpradesh: ઉછીના પૈસા પાછા માંગતા યુવક ઉશ્કેરાયો, રુ.  200 માટે લઈ લીધો જીવ

Trump Threat: ભારત સારો વેપારી ભાગીદાર નથી, 24 કલાકમાં નવા ટેરિફ લગાવીશ: ટ્રમ્પની નવી ધમકી

  • August 5, 2025
  • 8 views
Trump Threat: ભારત સારો વેપારી ભાગીદાર નથી, 24 કલાકમાં નવા ટેરિફ લગાવીશ: ટ્રમ્પની નવી ધમકી

Gambhira Bridge Collapse: 27 દિવસ બાદ લટકતી ટ્રકને સુરક્ષિત બહાર કાઢવામાં સફળતા

  • August 5, 2025
  • 22 views
Gambhira Bridge Collapse: 27 દિવસ બાદ લટકતી ટ્રકને સુરક્ષિત બહાર કાઢવામાં સફળતા

Policemen Suspended: દિલ્હી પોલીસને નેતાઓની સુરક્ષા, સેલ્યૂટ મારવા સિવાય બીજું કંઈ આવડે છે?

  • August 5, 2025
  • 26 views
Policemen Suspended: દિલ્હી પોલીસને નેતાઓની સુરક્ષા, સેલ્યૂટ મારવા સિવાય બીજું કંઈ આવડે છે?

Vadodara: રૂ. 3.17 કરોડના સાધનોની ખરીદીમાં ગેરરીતિ, CEO મનોજ પાટીલ, પૂર્વ HOD દેવેશ પટેલ, ડે. ચીફ ફાયર ઓફિસર નૈતિક ભટ્ટ સસ્પેન્ડ

  • August 5, 2025
  • 14 views
Vadodara: રૂ. 3.17 કરોડના સાધનોની ખરીદીમાં ગેરરીતિ, CEO મનોજ પાટીલ, પૂર્વ HOD દેવેશ પટેલ, ડે. ચીફ ફાયર ઓફિસર નૈતિક ભટ્ટ સસ્પેન્ડ

Cloudburst: ઉત્તરકાશીમાં વાદળ ફાટતાં 4 લોકોના મોત, 50થી વધુ ગુમ, જુઓ ભારે વિનાશ વેર્યો

  • August 5, 2025
  • 31 views
Cloudburst: ઉત્તરકાશીમાં વાદળ ફાટતાં 4 લોકોના મોત, 50થી વધુ ગુમ, જુઓ ભારે વિનાશ વેર્યો