જાતીય સતામણીના કેસમાં હાઇકોર્ટનો મહત્વપૂર્ણ ચૂકાદો; કહ્યું- મહિલાની દરેક વાત સાચી ન માનવી; પુરૂષોને ફસાવવાનો ટ્રેન્ડ

  • India
  • March 1, 2025
  • 0 Comments

જાતીય સતામણીના કેસમાં હાઇકોર્ટનો મહત્વપૂર્ણ ચૂકાદો; કહ્યું- મહિલાની દરેક વાત સાચી ન માનવી; પુરૂષોને ફસાવવાનો ટ્રેન્ડ

કેરળ હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ આદેશમાં કહ્યું કે ફોજદારી કેસોમાં, ખાસ કરીને જાતીય સતામણીના કેસમાં ફરિયાદી દ્વારા આપવામાં આવેલ દરેક નિવેદન સાચું છે તેવું માની લેવું ખોટું છે. કોર્ટે આમ પણ કહ્યું કે વર્તમાન સમયમાં જાતીય સતામણીના કેસમાં પુરુષોને ફસાવવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. જસ્ટિસ પીવી કુન્હીકૃષ્ણને એક મહિલા કર્મચારી દ્વારા જાતીય સતામણીના આરોપોનો સામનો કરી રહેલા એક પુરુષને આગોતરા જામીન આપતી વખતે આ વાત કહી હતી.

કોર્ટે કહ્યું કે, આ કેસમાં પોલીસે આરોપીની એ ફરિયાદની તપાસ ન કરી જેમાં તેમણે કહ્યું હતું કે, નોકરી પરથી કાઢી મૂક્યા બાદ મહિલાએ તેને ગાળો આપી હતી અને ધમકીઓ આપી હતી. કોર્ટે કહ્યું કે, ‘એક ફોજદારી કેસની તપાસનો અર્થ માત્ર ફરિયાદીના પક્ષની તપાસ જ નથી, પરંતુ આરોપીના કેસની પણ તપાસ થવી જોઈએ. ફરિયાદી એક મહિલા હોવાને કારણે એવું માનવું યોગ્ય નથી કે તેનું દરેક નિવેદન સાચું જ છે. પોલીસ માત્ર મહિલાના નિવેદનના આધારે કાર્યવાહી ન કરી શકે. આરોપીના કેસની પણ ગંભીરતાથી તપાસ થવી જોઈએ.’

કોર્ટે એમ પણ કહ્યું કે, ‘હાલમાં તો મહિલાઓ દ્વારા પુરુષો પર જાતીય સતામણીના આરોપો જૂઠા હોવા છતાં પણ તેમને ફસાવવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. જો પોલીસ તપાસમાં એ સામે આવે કે, મહિલાઓ દ્વારા લગાવવામાં આવેલા આરોપ જૂઠા હતા તો પોલીસ ફરિયાદી વિરુદ્ધ પણ કાર્યવાહી કરી શકે છે. આવું કાયદો પણ કહે છે.’

આ પણ વાંચો- વિદેશોમાં મોદી-મોદીના નારા ફ્રિ નહીં પૈસાથી લાગે છે; ગણાવવામાં આવે છે ‘Community Reception’ ખર્ચ

કોર્ટે કહ્યું કે, જો કોઈ વ્યક્તિને જૂઠા આરોપોમાં ફસાવવામાં આવે તો તેમનું નામ, સમાજમાં પ્રતિષ્ઠા અને સ્ટેટસને નુકસાન થઈ શકે છે. માત્ર પૈસાના વળતરથી તેને પાછું મેળવી ન કરી શકાય. કોર્ટે પોલીસ અધિકારીઓને સત્યની તપાસમાં સતર્ક અને સટીક રહેવાની સલાહ આપી, જેથી આવા ગુનાહિત કેસની તપાસ દરમિયાન કોઈ નિર્દોષ વ્યક્તિને નુકસાન ન થાય.

જણાવી દઈએ કે, મહિલાએ આરોપ લગાવ્યો હતો કે કંપનીના મેનેજરે જાતીય હેતુથી મારો હાથ પકડ્યો હતો. બીજી તરફ આરોપીએ પોલીસમાં ફરિયાદ કરી હતી કે મહિલાએ મને ગાળો આપી હતી અને ધમકી આપી હતી. આ સંદર્ભમાં તેમણે મહિલાના કથિત નિવેદનો પેન ડ્રાઇવમાં રેકોર્ડ કર્યા અને તેને પોલીસને સોંપ્યા હતા. કોર્ટે કહ્યું કે, આ એક એવો કેસ હતો જેમાં તપાસ અધિકારી (IO) એ આરોપીની ફરિયાદની પણ તપાસ કરવી જોઈતી હતી. કોર્ટે આરોપીને તપાસ અધિકારી સમક્ષ પેન ડ્રાઈવ રજૂ કરવાનો આદેશ આપ્યો અને તપાસ અધિકારીને તેની તપાસ કરવાનો નિર્દેશ આપ્યો.

કોર્ટે આરોપીને 50,000 રૂપિયાના બોન્ડ અને બે સક્ષમ જામીનદારો સાથે જામીન પર મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. આ ઉપરાંત આરોપીને તપાસમાં સહકાર આપવા સાક્ષીઓને પ્રભાવિત કરવાનો કે ડરાવવાનો પ્રયાસ ન કરવાનો અને તપાસ અધિકારી દ્વારા બોલાવવામાં આવે ત્યારે હાજર રહેવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે.

આ પણ વાંચો- ભારત ગરીબીના ખપ્પરમાં હોમાયું; ભારતીય ગ્રાહક જરૂરિયાતની ચીજ-વસ્તુ પણ ખરીદવા અક્ષમ- ચોંકાવનાર રિપોર્ટ

Related Posts

Congress Attack On Pm Modi: શુભેન્દુ અધિકારીના શપથ બાદ કોંગ્રેસનો વીડિયો હુમલો, PM મોદીના જૂના નિવેદનને લઈને BJP પર સાધ્યું નિશાન
  • May 9, 2026

Congress Attack On Pm Modi: પશ્ચિમ બંગાળના રાજકીય ઇતિહાસમાં શનિવારનો દિવસ એક નવી ગાથા લઈને આવ્યો. ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા શુભેન્દુ અધિકારીએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા…

Continue reading
Arvind Kejriwal: ‘મોદી રાજમાંથી મુક્તિ અપાવશે પંજાબ’, કેજરીવાલે PM મોદીની ઔરંગઝેબ સાથે કરી તુલના
  • May 9, 2026

Arvind Kejriwal: બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના પ્રભાવશાળી પ્રદર્શન બાદ હવે પક્ષની નજર પંજાબ પર ટકી છે. રાજકીય વિશ્લેષકો માને છે કે ભાજપ હવે પંજાબમાં પોતાની પૂરી તાકાત લગાવવા…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Congress Attack On Pm Modi: શુભેન્દુ અધિકારીના શપથ બાદ કોંગ્રેસનો વીડિયો હુમલો, PM મોદીના જૂના નિવેદનને લઈને BJP પર સાધ્યું નિશાન

  • May 9, 2026
  • 3 views
Congress Attack On Pm Modi: શુભેન્દુ અધિકારીના શપથ બાદ કોંગ્રેસનો વીડિયો હુમલો, PM મોદીના જૂના નિવેદનને લઈને BJP પર સાધ્યું નિશાન

Arvind Kejriwal: ‘મોદી રાજમાંથી મુક્તિ અપાવશે પંજાબ’, કેજરીવાલે PM મોદીની ઔરંગઝેબ સાથે કરી તુલના

  • May 9, 2026
  • 4 views
Arvind Kejriwal: ‘મોદી રાજમાંથી મુક્તિ અપાવશે પંજાબ’, કેજરીવાલે PM મોદીની ઔરંગઝેબ સાથે કરી તુલના

Sabarmati Jail Sewage Water Farming: સાબરમતી જેલના ‘ઝેરી’ શાકભાજી? ગટરના પાણીથી થતી ખેતીનો પર્દાફાશ!

  • May 9, 2026
  • 9 views
Sabarmati Jail Sewage Water Farming: સાબરમતી જેલના ‘ઝેરી’ શાકભાજી? ગટરના પાણીથી થતી ખેતીનો પર્દાફાશ!

Abhishek Banerjee: શુભેન્દુ અધિકારી CM બનતા અભિષેક બેનર્જીનો ભાજપ પર પ્રહાર, ચૂંટણી પ્રક્રિયા અને એજન્સીઓની ભૂમિકા પર ઉઠાવ્યા સવાલ

  • May 9, 2026
  • 9 views
Abhishek Banerjee: શુભેન્દુ અધિકારી CM બનતા અભિષેક બેનર્જીનો ભાજપ પર પ્રહાર, ચૂંટણી પ્રક્રિયા અને એજન્સીઓની ભૂમિકા પર ઉઠાવ્યા સવાલ

Gujarat 50 lakh houses promise: નરેન્દ્ર મોદીના ગુજરાત ચૂંટણી ૨૦૧૨ના વચનોનું સરવૈયું, કેટલા મકાનો મળ્યા?

  • May 9, 2026
  • 8 views
Gujarat 50 lakh houses promise: નરેન્દ્ર મોદીના ગુજરાત ચૂંટણી ૨૦૧૨ના વચનોનું સરવૈયું, કેટલા મકાનો મળ્યા?

Palanpur Haridwar Fraud Case: પાલનપુરમાં ‘ચાલો હરિદ્વાર’ના નામે મોટું કૌભાંડ, ઠગબાજોએ લોકોની આસ્થાને બનાવી કમાણીનું સાધન

  • May 9, 2026
  • 6 views
Palanpur Haridwar Fraud Case: પાલનપુરમાં ‘ચાલો હરિદ્વાર’ના નામે મોટું કૌભાંડ, ઠગબાજોએ લોકોની આસ્થાને બનાવી કમાણીનું સાધન