
India Pakistan Ceasefire on Modi Speech: ભારતે ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન સામે હાથ ધરેલી કાર્યવાહી અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રોકાવી દીધી છે. તેના પર મોદી એક પણ શબ્દ બોલ્યા નથી. બીજી બાજુ પાકિસ્તાન વિજયોત્સવ મનાવી રહ્યું છે. વિદેશી મિડિયાઓમાં ચર્ચા થઈ રહી છે કે પાકિસ્તાને ભારત પર દબાણ લાવી સીઝ ફાયર કરાવ્યું. ત્યારે આજે ભારતના પીએમ નરેન્દ્ર મોદી દેશને સંબોધિત કર્યો.
જો કે મોદીએ સીઝ ફાયર ભારત તરફથી કેમ કરવામાં આવ્યું તે અંગે કોઈ જવાબ ન આપ્યો. થર્ડ પાર્ટી ટ્રમ્પ વિશે પણ કંઈ જ બોલ્યા નહીં. માત્ર ભારત માતા કી જય કહીને સંબોધન પૂર્ણ કરી દીધુ.
ત્યારે મોદીનું આ ભાષણ ઊંચી દુકાન ફીકા પકવાન જેવું સાબિત થયું છે. મોદી માત્ર મોટી મોટી વાત જ કરી. જ્યારે દેશની સેનામાં જુસ્સામાં આવી ત્યારે મોદી પાણીમાં બેસી ગયા. ભારતે કરેલા સીઝ ફાયર જવાબ ન આપી મોદીએ દેશનું નાક કપાવ્યું છે.
દેશની સેનાનો જુસ્સો ઓછો કરનાર મોદી થર્ડ પાર્ટીએ કરેલા યુધ્ધવિરામ સંઘર્ષ અંગે એકપણ શબ્દ ઉચ્ચાર્યો નથી. તેમણે કહ્યું હતુ કે હવે પાકિસ્તાન સાથે વાતીચીત નહીં થાય તેમ છતાં પાકિસ્તાનના દબાણમાં આવી આજે 12 વાગ્યે વાત કરવી પડી.
સંબંધનથી એવું લાગે છે કે મોદીએ તેમના ભક્તો અને દેશના નાગરિકો સાથે દગો કર્યો છે. ભાઈ-પતિ ગુમાવનાર બહેનોની આશા પર પાણી ફેરવી નાખ્યું છે. સિંદૂરની કિંમત તેમને સમજાઈ નથી.
મોદી માત્ર વાતોના વડા કર્યા, વાંચો
આ યુદ્ધનો યુગ નથી: મોદી
પીએમ મોદીએ કહ્યું કે આ યુદ્ધનો યુગ નથી. આતંકવાદનો પણ નથી. જે રીતે પાકિસ્તાન સેના અને પાકિસ્તાન સરકાર ખાતર અને પાણી પૂરું પાડી રહી છે. એક દિવસ તે પાકિસ્તાનનો જ નાશ કરશે.
ભારત કોઈપણ પરમાણુ બ્લેકમેલ સહન નહીં કરે
પીએમ મોદીએ કહ્યું કે આપણી સેના, વાયુસેના અને નૌકાદળ સતત સતર્ક છે. સર્જિકલ સ્ટ્રાઈક પછી, ભારતનું ઓપરેશન સિંદૂર હજુ પણ ચાલુ છે. આ ઓપરેશન સિંદૂરએ આતંકવાદ સામેની લડાઈમાં એક નવી રેખા દોરી છે. ભારત પોતાની શરતો પર બદલો લેવા તૈયાર છે. ભારત કોઈપણ પરમાણુ બ્લેકમેલ સહન કરશે નહીં.
પાકિસ્તાને ભારતના DGMOનો સંપર્ક કર્યો: મોદી
પીએમ મોદીએ કહ્યું કે 10 મે (શનિવાર) ના રોજ બપોરે તેમણે આપણા ડીજીએમઓને ફોન કર્યો. ત્યાં સુધીમાં આપણે પાકિસ્તાનના આતંકવાદી ઠેકાણાઓને ખંડેરમાં ફેરવી દીધા હતા. તેથી, જ્યારે પાકિસ્તાને અપીલ કરી અને કહ્યું કે તે ભવિષ્યમાં કોઈ આતંકવાદી પ્રવૃત્તિ કે લશ્કરી હિંમત નહીં બતાવે.
ઓપરેશન સિંદૂર પર શું બોલ્યા મોદી
ઓપરેશન સિંદૂર અંગે પીએમ મોદીએ કહ્યું કે 6 મેની મોડી રાતથી 7 મેની વહેલી સવાર સુધી, આખી દુનિયાએ આ પ્રતિજ્ઞાને પરિણામમાં પરિવર્તિત થતી જોઈ. ભારતીય સેનાએ પાકિસ્તાનમાં આતંકવાદીઓના ઠેકાણાઓ અને તેમના તાલીમ કેન્દ્રો પર સચોટ હુમલા કર્યા છે.
આતંકવાદીઓને ખતમ કરવા માટે સેનાને છૂટ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આપણી સેનાએ પોતાનું લક્ષ્ય હાંસલ કરી લીધું છે. અમે અમારી સેનાને આતંકવાદીઓને ખતમ કરવા માટે સંપૂર્ણ સ્વતંત્રતા આપી છે. જો કે પીએમ મોદી ખોટું બોલ્યા છે. કંઈ પણ વિચાર્યા વગર ટ્રમ્પના મોંઢે સંઘર્ષવિરામ કરાવ્યો.
આ પણ વાંચોઃ
Modi address: મફતમાં નાટક જોવાની તક ચૂકશો નહીં, વિશ્વના મહાન કલાકાર આવી રહ્યા છે’ | Sanjay Singh
UP Murder Case: પત્ની બળાત્કારના કેસમાં જુબાની આપે તે પહેલા જ હત્યા!, દિયરે શું કહ્યું?
MP: પોલીસે પીછો કરતાં દુષ્કર્મનો આરોપી હાઈટેન્શન લાઈન પર ચઢી ગયો, પછી શું થયું?
ભાજપા નેતાઓની હત્યા-આત્મહત્યાઓનો ઈતિહાસ, ભાજપાના ગુંડાઓ કેમ ફૂલ્યા ફાલ્યા? | Murder-suicide
ભારતીય સૈન્ય હાજરીનો વિરોધ કરનાર માલદીવને ભારતે 50 મિલિયન ડોલરની સહાય કરી
ભારતીય સૈન્ય હાજરીનો વિરોધ કરનાર માલદીવને ભારતે 50 મિલિયન ડોલરની સહાય કરી
બચ્ચને યુદ્ધવિરામ બાદ એવું તે શું લખ્યું કે પોસ્ટ જબરજસ્ત વાઈરલ થઈ? | Amitabh Bachchan
India-Pakistan સંઘર્ષથી બંને દેશોને કેટલું નુકસાન થયું? આંકડાઓની નકલી યાદી થઈ વાયરલ








