ભારતીય સૈન્ય હાજરીનો વિરોધ કરનાર માલદીવને ભારતે 50 મિલિયન ડોલરની સહાય કરી

  • World
  • May 12, 2025
  • 0 Comments

માલદીવ અને ભારત વચ્ચેનો વિવાદ મુખ્યત્વે 2023-24 દરમિયાન રાજકીય અને રાજદ્વારી તણાવને કારણે ચર્ચામાં આવ્યો હતો. માલદીવે ભારતીય સૈનિકોની હાજરીને લઈ ભારતનો વિરોધ કર્યો હતો. અને ભારતીય સૈનિકોને માલદીવામાંથી નીકળી જવા કહ્યું હતુ. મુઈઝ્ઝુએ ભારત પર આકરા પ્રહાર કર્યા હતા. જોકે હવે પીએમ મોદીની આગેવાની હેઠળ મદદ કરતું દેખાઈ રહ્યું છે. ભારતે માલદીવને 50 મિલિયન યુએસ ડોલરની નાણાકીય સહાયની જાહેરાત કરી છે. માલદીવમાં ભારતીય હાઈ કમિશન દ્વારા એક પ્રેસ રિલીઝ દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. હાઈ કમિશને જણાવ્યું હતું કે માલદીવ સરકારની વિનંતી પર, ભારતે માલદીવ સરકારને વધુ એક વર્ષ માટે 50 મિલિયન ડોલર (લગભગ રૂ. 420 કરોડ) ના ટ્રેઝરી બિલના રૂપમાં બજેટ સહાય પૂરી પાડી છે.

માલદીવના વિદેશ મંત્રીએ આભાર વ્યક્ત કર્યો

માલદીવના વિદેશ મંત્રી અબ્દુલ્લા ખલીલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ભારતના નિર્ણય પર પ્રતિક્રિયા આપતા કહ્યું, “હું વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર અને ભારત સરકારનો 50 મિલિયન યુએસ ડોલરના ટ્રેઝરી બિલના રોલઓવર દ્વારા માલદીવને મહત્વપૂર્ણ નાણાકીય સહાય પૂરી પાડવા બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. આ સમયસર સહાય માલદીવ અને ભારત વચ્ચેના મિત્રતાના ગાઢ સંબંધોને પ્રતિબિંબિત કરે છે અને આર્થિક સ્થિતિસ્થાપકતા માટે નાણાકીય સુધારાઓ લાગુ કરવાના સરકારના ચાલુ પ્રયાસોને સમર્થન આપશે.”

મોહમ્મદ મુઈઝ્ઝુ ભારત આવ્યા હતા

માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝ્ઝુ ગયા વર્ષે ઓક્ટોબરમાં પાંચ દિવસની ભારતની મુલાકાતે આવ્યા હતા. નવેમ્બર 2023 માં પદ સંભાળ્યા પછી આ તેમની પ્રથમ મુલાકાત હતી. “મુલાકાતનું એક મહત્વપૂર્ણ પરિણામ ‘વ્યાપક આર્થિક અને દરિયાઈ સુરક્ષા ભાગીદારી માટેનું વિઝન’ અપનાવવું હતું, જે વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સંબંધોને માર્ગદર્શન આપશે,” માલદીવના રાષ્ટ્રપતિ કાર્યાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું.

ભારત અને માલદીવ વચ્ચે શું થયો હતો વિવાદ

2023-24 દરમિયાન ભારત અને માલદીવ વચ્ચેનો વિવાદ થયો હતો.  માલદીવની ચીન તરફી મોહમ્મદ મુઇઝ્ઝુ સરકારના કેટલાક મંત્રીઓએ ભારત   વિરુદ્ધ સોશિયલ મીડિયા પર અપમાનજનક ટિપ્પણીઓ કરી હતી. આ ટિપ્પણીઓ મોદીની લક્ષદ્વીપ મુલાકાત અને ભારતના પ્રવાસન પ્રમોશનના સંદર્ભમાં હતી, જેને માલદીવે પોતાના પ્રવાસન ઉદ્યોગ માટે ખતરો ગણ્યો હતો.  પરિણામે, ભારતીય પ્રવાસીઓએ #BoycottMaldives અભિયાન શરૂ કર્યું હતુ. જેના કારણે લગભગ 8,000 હોટેલ બુકિંગ અને 2,500 ફ્લાઇટ ટિકિટ રદ થઈ હતી. માલદીવના અર્થતંત્ર માટે પ્રવાસન મહત્વનું હોવાથી, આની મોટી અસર પડી, અને માલદીવે ત્રણ મંત્રીઓને સસ્પેન્ડ કર્યા. આ ઉપરાંત, માલદીવની ‘ઇન્ડિયા આઉટ’ નીતિ, ભારતીય સૈન્યની હાજરી વિરુદ્ધ વિરોધ અને ચીન સાથે વધતા સંબંધોને કારણે પણ તણાવ વધ્યો હતો.  હાલલ જાણવા મળી રહ્યું છે કે માલદીવે ભારતીય સૈન્યને હટાવી દીધું છે.

 

આ પણ વાંચોઃ

બચ્ચને યુદ્ધવિરામ બાદ એવું તે શું લખ્યું કે પોસ્ટ જબરજસ્ત વાઈરલ થઈ? | Amitabh Bachchan

Ahmedabad: સાબરમતી નદીનું પાણી ખાલી કરાયું

ભારત-પાકિસ્તાન વચ્ચે આજે વાતચીત, ભારતને સીઝ ફાયર કેમ કરવું પડ્યુ? | Ceasefire

PM મોદીને પદ પર રહેવાનો કોઈ અધિકાર નથી, દેશ સાથે દગો કર્યો: સંજય રાઉત | ceasefire

India Pakistan Updates: બંને દેશ તરફથી યુદ્ધવિરામ, છતાં પાકિસ્તાન દ્વારા ફાયરિંગ ચાલુ

India-Pakistan ઘર્ષણ: સીઝ ફાયર કરાવવામાં કોનો હાથ?, પૂર્વ સેના પ્રમુખ નારાજ!, કહ્યું ફરી નહીં મળે મોકો

PoK અને આતંકીઓ સોંપો તો જ વાતચીત, ભારતે અમેરિકાને શું કહી દીધું?

 

 

 

 

 

  • Related Posts

    Oman Ship Attack: હોર્મુઝમાં ફરી વાણિજ્યિક જહાજ નિશાન પર, ઓમાન નજીક હુમલામાં ભારતીય નાવિકનું મોત
    • September 24, 2026

    Oman Ship Attack: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે ઓમાનના મુસંદમ તટ નજીક વાણિજ્યિક જહાજ MV Cape Dao પર બુધવાર, 23 સપ્ટેમ્બરે થયેલા હુમલામાં ઉત્તર પ્રદેશના દેવરિયા નિવાસી ભારતીય નાવિક…

    Continue reading
    Russia Sanctions Bill 2026: રશિયા પર અમેરિકી પ્રતિબંધના બિલમાં ભારતનું નામ, 100% સુધીના ટેરિફની જોગવાઈથી વધ્યો તણાવ
    • September 17, 2026

    Russia Sanctions Bill 2026: અમેરિકી હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સે 16 સપ્ટેમ્બર, બુધવારે રશિયા સામે આર્થિક દબાણ વધારતા મહત્વપૂર્ણ બિલને મંજૂરી આપી છે. ‘Lindsey O. Graham Sanctioning Russia and Iran Act of…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Ken Betwa Project Protest: પન્નામાં કેન-બેતવા પ્રોજેક્ટના અસરગ્રસ્તોનો વિરોધ ઉગ્ર, પોલીસ કાર્યવાહી સામે આદિવાસી મહિલાઓ સાથે દુર્વ્યવહારના આરોપ

    • September 30, 2026
    • 8 views
    Ken Betwa Project Protest: પન્નામાં કેન-બેતવા પ્રોજેક્ટના અસરગ્રસ્તોનો વિરોધ ઉગ્ર, પોલીસ કાર્યવાહી સામે આદિવાસી મહિલાઓ સાથે દુર્વ્યવહારના આરોપ

    Adani SEBI Settlement: અદાણી જૂથની 4 કંપનીઓનો SEBI સાથે સેટલમેન્ટ, MPS કેસમાં ₹1.48 કરોડ ચૂકવાશે

    • September 30, 2026
    • 5 views
    Adani SEBI Settlement: અદાણી જૂથની 4 કંપનીઓનો SEBI સાથે સેટલમેન્ટ, MPS કેસમાં ₹1.48 કરોડ ચૂકવાશે

    Sambhal Violence Case: સંભલ હિંસા કેસમાં મુલ્લા અફરોઝની રાસુકા હેઠળની અટકાયત રદ, UP સરકારને 10 લાખનો દંડ

    • September 30, 2026
    • 6 views
    Sambhal Violence Case: સંભલ હિંસા કેસમાં મુલ્લા અફરોઝની રાસુકા હેઠળની અટકાયત રદ, UP સરકારને 10 લાખનો દંડ

    SC Sohrabuddin Encounter Case: સોહરાબુદ્દીન-કૌસર બી એન્કાઉન્ટર કેસમાં ફરી સુનાવણી, ટ્રાયલની નિષ્પક્ષતા પર સુપ્રીમ કોર્ટના સવાલ

    • September 30, 2026
    • 8 views
    SC Sohrabuddin Encounter Case: સોહરાબુદ્દીન-કૌસર બી એન્કાઉન્ટર કેસમાં ફરી સુનાવણી, ટ્રાયલની નિષ્પક્ષતા પર સુપ્રીમ કોર્ટના સવાલ

    Maharashtra Tribal Students Protest: 40 દિવસના ધરણા બાદ આદિવાસી વિદ્યાર્થીઓનો મુંબઈ કૂચ, અશોક ઉઈકે સામે વિરોધ

    • September 29, 2026
    • 5 views
    Maharashtra Tribal Students Protest: 40 દિવસના ધરણા બાદ આદિવાસી વિદ્યાર્થીઓનો મુંબઈ કૂચ, અશોક ઉઈકે સામે વિરોધ

    Septic Tank Deaths: એક જ દિવસે બે રાજ્યોમાં ઝેરી ગેસનો કહેર, ચાર મજૂરો સહિત છ લોકોના મોત

    • September 29, 2026
    • 8 views
    Septic Tank Deaths: એક જ દિવસે બે રાજ્યોમાં ઝેરી ગેસનો કહેર, ચાર મજૂરો સહિત છ લોકોના મોત