
નવરાત્રીના પહેલા દિવસે જ્યારે દેશભરમાં આશીર્વાદ અને ઉત્સાહની લહેર ફરી રહી છે, ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી(PM Modi)નું ‘જીએસટી બચત ઉત્સવ’નું રાષ્ટ્રીય સંબોધન એક વધુ ‘પ્રચારી નાટક’ તરીકે સામે આવ્યું છે. ગઈકાલે રવિવારે સાંજે 5 વાગ્યે કરાયેલા આ 20 મિનિટના સંબોધનમાં મોદીએ GST 2.0ને ‘એક દેશ, એક કર’નું વિજયગાન ગાયું, પરંતુ વિપક્ષી દળો તેને ‘સ્વ-પ્રચારનું સસ્તું હથિયાર’ કહીને નિષ્ઠુરતાથી નિષ્પ્રભાવિત કરી દીધા.
मोदी जी तो पुराने वाले GST को ऐसे कोस रहे हैं जैसे किसी और ने लागू किया था
आप ही ने गब्बर सिंह टैक्स लागू करके 8 साल वसूली की, भूल गए?
और मोदी जी ने कहा कभी कभी जाने अनजाने विदेशी चीज़ें जीवन से जुड़ जाती हैं – उनके हवाई जहाज़, गाड़ी, घड़ी, जूते, पेन, चश्मा सब याद दिला दिया👇 pic.twitter.com/dpTs313XKz
— Supriya Shrinate (@SupriyaShrinate) September 21, 2025
કોંગ્રેસ સહિત વિપક્ષે પૂછ્યું કે જ્યારે નાણામંત્રાલય અને લાલ કિલ્લાના સ્વતંત્ર દિવસ પર આ જાહેરાત પહેલેથી જ થઈ ગઈ હતી, તો આવા ભવ્ય સંબોધનની જરૂરિયાત કેમ? કોઈ નવો મુદ્દો નથી, માત્ર ‘વોટ ચોરી’ અને ‘ગદ્દી છોડ’ના નારાઓથી ભયભીત થઈને ધ્યાન ભટકાવવાનો પ્રયાસ છે. આ સંબોધનથી મોદીની પોતાની જ સરકારે 2017માં લાગુ કરેલા ‘ગબ્બરસિંહ ટેક્સ’ના 8 વર્ષના નુકસાનને ઢાકવાનો નબળો પ્રયાસ જોવા મળે છે, જેમાં ગરીબ અને મધ્યમ વર્ગની કમર તોડી નાખી હતી.
મોદીનું સંબોધન DD નેશનલ, YouTube અને X પર લાઈવ્ થયું, જેમાં તેમણે GSTને ‘આમ આદમીની બચત’ અને ‘સ્વદેશીનો મંત્ર’ તરીકે રજૂ કર્યા. પરંતુ વિપક્ષ કહે છે કે આ માત્ર ‘જૂના વાદળાઓનું પુનરાવર્તન’ છે, કોઈ નવું નથી.
સ્લેબમાં કાપનો દાવો: 4 સ્લેબને 2માં ઘટાડીને 5% અને 18% કર્યા, જેમાં 12%ના 99% વસ્તુઓ 5%માં આવશે. પરંતુ કોંગ્રેસ કહે છે, “આ ‘બમણા કર વસૂલ’ પછીની અપૂરતી રાહત છે. 2017માં તમારી જ સરકારે જટિલ સ્લેબ લાગુ કર્યા, હવે તેને સરળ કહીને પોતાનું ગુણગાન?”
2.5 લાખ કરોડની બચત: વાર્ષિક બચતનો વાયદો, જે મધ્યમ વર્ગને લાભ આપશે. વિપક્ષનો પ્રશ્ન: “8 વર્ષમાં 20 લાખ કરોડથી વધુ વસૂલ્યા, તેની બચત ક્યાં? ગરીબોની કમર તોડીને કરતા હવે ‘બચત’નું નામ?”
બચત ઉત્સવનું ‘પ્રચારી’ જોડાણ: નવરાત્રી સાથે જોડીને ‘ઉત્સવ’ બનાવ્યો. કોંગ્રેસના રાષ્ટ્રિય પ્રવક્તા સુપ્રિયા શ્રીનિતે વ્યંગ્ય કસ્યું, “ઉત્સવ નહીં, આ તો ‘પ્રચાર ઉત્સવ’ છે. પહેલેથી જાહેરાત કરાઈ, તો સંબોધન કેમ? માત્ર તમારા ચહેરાને ચમકાવવા?”
આર્થિક વૃદ્ધિનો ‘ખોખલો’ વાયદો: ‘એક નેશન, વન ટેક્સ’થી વૃદ્ધિ. વિપક્ષ કહે છે, “2017ની નોટબંધી અને GSTથી અર્થતંત્રને આઘાત લાગ્યો, હવે તેને વૃદ્ધિ કહો છો?”
સુપ્રિયા શ્રીનિતે મોદીની આકરી ટીકા કરી. “નાણામંત્રાલયે પહેલેથી જાહેરાત કરી, લાલ કિલ્લાથી પણ કહ્યું. તો સંબોધન કેમ? કોઈ નવો મુદ્દો નથી માત્ર તમારા ચહેરાને ચમકાવવા. મોદી તમે જૂના GSTને ‘ગબ્બરસિંહ ટેક્સ’ કહેતા હતા, પણ તમારી જ સરકારે 1 જુલાઈ 2017માં લાગુ કર્યો હતો. 2017-18માં 11 લાખ કરોડ વસૂલ્યા, પણ ગરીબ-મધ્યમ વર્ગની કમર તોડી નાખી. ગુજરાતના મુખ્યમંત્રી ત્યારે તમે GST વિરોધ કરતા હતા, હવે તેના ગુણગાન કરો છો – આ તો રાજકીય દંભ છે!”
સ્વદેશી પર વ્યંગ્ય કસતાં તેમણે કહ્યું, “વિદેશી વસ્તુઓથી સંસ્કૃતિને જોખમ? પણ તમારું વિમાન, ગાડી, ઘડિયાળ, જૂતા, પેન, ચશ્મા બધું વિદેશી છે. સ્વદેશી વાત કરતા પહેલા ત્યાગ કરો, નહીં તો આ ઉપદેશ ખોટો લાગે!” વિપક્ષે આને ‘વોટ ચોરી’ અને ‘ગદ્દી છોડ’ નારાઓથી ભયભીત થઈને કરાયેલો પ્રયાસ કહ્યો, જેમાં મોદીનું મોં વીલું દેખાતું હતુ.
આ પણ વાંચો:
Ahmedabad: ‘રસ્તા તૂટેલા, નેતા સૂતેલા’, BJP ધારાસભ્ય અલ્પેશ ઠાકોર સહિત સાંસદનો ભારે વિરોધ
Kheda: ગાયોએ યુવતીનો પગ છૂટો પાડી દીધો છતાં ના છોડી, વીડિયો જોઈ તમે પણ હચમચી જશો








