CPIએ વિશ્વના સૌથી ભ્રષ્ટ દેશોની યાદી કરી જાહેર; જાણો ભારતનું રેન્કિંગ

  • India
  • February 13, 2025
  • 1 Comments
  • CPIએ વિશ્વના સૌથી ભ્રષ્ટ દેશોની યાદી કરી જાહેર; જાણો ભારતનું રેન્કિંગ

ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલે ભ્રષ્ટાચાર ધારણા સૂચકાંક 2024 ની રેન્કિંગ જાહેર કરી છે. રેન્કિંગ બનાવવા માટે CPI જાહેર ક્ષેત્રમાં ભ્રષ્ટાચારના કથિત સ્તરના આધારે 180 દેશો અને પ્રદેશોનું લિસ્ટ બહાર પાડ્યં છે. જેમાં દેશોને 0 અને 100 ની વચ્ચેનો સ્કોર આપવામાં આવ્યો છે. રેન્કિંગમાં સૌથી વધુ માર્ક્સ મેળવનારા દેશો સ્વચ્છ છે, જ્યારે શૂન્ય ગુણ મેળવનારા દેશો સૌથી વધુ ભ્રષ્ટ છે.

મંગળવારે જાહેર કરાયેલા CPI રિપોર્ટ મુજબ, 2024 માટે ભ્રષ્ટાચાર ધારણા સૂચકાંક (CPI)માં ભારત 180 દેશોમાંથી 96મા ક્રમે છે. જોકે, 2023ની સરખામણીમાં આ સૂચકાંકમાં ભારતનો ક્રમ ઘટ્યો છે. જેના કારણે ભારતનો ક્રમાંક 3નો સુધર્યો છે. ભારતને 100 માંથી 38 ગુણ મળ્યા છે. જ્યારે 2023માં તે 39 અને 2022માં 40 હતું. 2023માં ભારતનો ક્રમ 93મો હતો.

ભારતના પડોશી દેશોમાં, પાકિસ્તાન (135) અને શ્રીલંકા (121) પોતપોતાના નીચા રેન્કિંગ સાથે સંઘર્ષ કરી રહ્યા છે, જ્યારે બાંગ્લાદેશ 149મા ક્રમે છે. જ્યારે ચીન આ રેન્કિંગમાં 76મા સ્થાને છે. CPI રેન્કિંગમાં ડેનમાર્ક ટોચ પર છે. તે પછી ફિનલેન્ડ અને સિંગાપોર આવે છે.

આ પણ વાંચો-Sunita Williams: અંતરિક્ષમાં ફસાયેલી સુનિતા વિલિયમ્સને કેવી રીતે ધરતી પર લવાશે? જુઓ શું છે પ્લાન

‘મોટાભાગના દેશોમાં 50 થી ઓછા ગુણ છે’

રિપોર્ટ અનુસાર, વિશ્વભરમાં ભ્રષ્ટાચારના ગંભીર કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. 43ની વૈશ્વિક સરેરાશ વર્ષોથી યથાવત છે, બે તૃતીયાંશથી વધુ દેશો 100માંથી 50થી ઓછા સ્કોર કરે છે અને અબજો લોકો આ દેશોમાં રહે છે જ્યાં ભ્રષ્ટાચાર લોકોના જીવનને અસર કરે છે અને માનવ અધિકારોનું સતત ક્ષતિગ્રસ્ત થવું ચાલુ રહે છે.

2024 ના CPI એ દર્શાવ્યું હતું કે ભ્રષ્ટાચાર વિશ્વના દરેક ભાગમાં એક ખતરનાક સમસ્યા છે, પરંતુ ઘણા દેશો સારા માટે બદલાઈ રહ્યા છે. જ્યારે 2012થી 32 દેશોએ તેમના ભ્રષ્ટાચારના સ્તરમાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે. પરંતુ હજુ ઘણું કામ કરવાનું બાકી છે, કારણ કે તે જ સમયગાળા દરમિયાન 148 દેશો કાં તો સ્થિર રહ્યા અથવા વધુ ખરાબ થયા.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વિશ્વભરમાં મોટી સંખ્યામાં લોકો ગ્લોબલ હીટિંગના ભયંકર પરિણામો ભોગવી રહ્યા છે કારણ કે ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન ઘટાડવા અને સંવેદનશીલ વસ્તીને સુરક્ષિત રાખવા માટે દેશોને આપવામાં આવેલા ભંડોળની ચોરી થાય છે અથવા તેનો દુરુપયોગ થાય છે.

આ પણ વાંચો-લોકસભામાં નવુ ઈન્કમટેક્સ બિલ 2025 રજૂ: 60 વર્ષ જૂના ટેક્સ એક્ટનું લેશે સ્થાન

Related Posts

ભારતમાં જાતિ આધારિત વસ્તી ગણતરી કરવા સરકાર તૈયાર
  • April 30, 2025

પહેલગામ હુમલા બાદ મોદી સરકાર જાતિ આધારિત વસ્તી ગણતરી (Caste-Based Census) કરવા તૈયારી થઈ છે. 

Continue reading
સીમા હૈદર પાકિસ્તાનનો કચરો, પાછી મોકલવી જોઈએ, મિથિલેશ ભાટી ગુસ્સે ભરાઈ
  • April 30, 2025

Mithilesh Bhati React On Seema Haider: જે દિવસોમાં સચિન મીણા અને સીમા હૈદરની પ્રેમકહાની ચર્ચામાં હતી, તે દિવસોમાં બીજા એક પાત્રની ખૂબ ચર્ચા થઈ હતી. આ પાત્રનું નામ મિથિલેશ ભાટી…

Continue reading

One thought on “CPIએ વિશ્વના સૌથી ભ્રષ્ટ દેશોની યાદી કરી જાહેર; જાણો ભારતનું રેન્કિંગ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

ભારતમાં જાતિ આધારિત વસ્તી ગણતરી કરવા સરકાર તૈયાર

  • April 30, 2025
  • 1 views
ભારતમાં જાતિ આધારિત વસ્તી ગણતરી કરવા સરકાર તૈયાર

સીમા હૈદર પાકિસ્તાનનો કચરો, પાછી મોકલવી જોઈએ, મિથિલેશ ભાટી ગુસ્સે ભરાઈ

  • April 30, 2025
  • 12 views
સીમા હૈદર પાકિસ્તાનનો કચરો, પાછી મોકલવી જોઈએ, મિથિલેશ ભાટી ગુસ્સે ભરાઈ

Junagadh: અમદાવાદની જેમ જૂનાગઢમાં મોટું દબાણ હટાવવાનું કામ, આ બેઘરોને છત કોણ આપશે?

  • April 30, 2025
  • 16 views
Junagadh: અમદાવાદની જેમ જૂનાગઢમાં મોટું દબાણ હટાવવાનું કામ, આ બેઘરોને છત કોણ આપશે?

Char Dham Yatra: ગંગોત્રી-યમુનોત્રીના દ્વાર ખૂલ્યા, CMએ પહેલી પૂજા મોદીના નામે કરી

  • April 30, 2025
  • 15 views
Char Dham Yatra: ગંગોત્રી-યમુનોત્રીના દ્વાર ખૂલ્યા, CMએ પહેલી પૂજા મોદીના નામે કરી

Ahmedabad: 3 વર્ષમાં 70 લાખ વૃક્ષારોપણ, 24 લાખ મરી ગયા, મોદી વૃક્ષોના નામે જુઠ્ઠુ બોલ્યા!  

  • April 30, 2025
  • 32 views
Ahmedabad: 3 વર્ષમાં 70 લાખ વૃક્ષારોપણ, 24 લાખ મરી ગયા, મોદી વૃક્ષોના નામે જુઠ્ઠુ બોલ્યા!  

Amreli: બાબરા-અમરેલી રોડ પર ડીઝલ ટેન્કર પલટી જતાં બ્લાસ્ટ, ડ્રાઈવર ભડથું

  • April 30, 2025
  • 34 views
Amreli: બાબરા-અમરેલી રોડ પર ડીઝલ ટેન્કર પલટી જતાં બ્લાસ્ટ, ડ્રાઈવર ભડથું