ભારતનો પહેલો વર્ટિકલ લિફ્ટ પંબન રેલવે બ્રિજ તૈયાર, વીજળીથી ચાલશે! | Pamban Bridge

  • India
  • April 3, 2025
  • 0 Comments

વીજળીથી પુલને ઉંચો નીચો કરવામાં આવશે

જ્યારે જહાજ પુલ નીચેથી પસાર થવાનું હોય ત્યારે ઉચો થશે

Pamban Railway Bridge: તમિલનાડુમાં વર્ટિકલ લિફ્ટ બ્રિજ બનીને તૈયાર થઈ ગયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 6 એપ્રિલે રામ નવમીના અવસર પર રામેશ્વરમમાં રહેશે. આ પ્રસંગે, તેઓ રેલવેના નવા પંબન બ્રિજનું ખૂલ્લો મૂકશે. જૂનો પંબન પુલ 1914માં અંગ્રેજો દ્વારા બનાવવામાં આવ્યો હતો. કાટ લાગવાને કારણે તેને 2022માં બંધ કરી દેવામાં આવ્યો હતો.

પંબન બ્રિજ ભારતના તમિલનાડુ રાજ્યમાં આવેલો એક ઐતિહાસિક અને પ્રખ્યાત પુલ છે. આ પુલ રામેશ્વરમ ટાપુને ભારતના મુખ્ય ભૂમિ સાથે જોડે છે અને પાક સ્ટ્રેટ ઉપર બાંધવામાં આવ્યો છે, જે ખાડી ઓફ મન્નાર અને બંગાળની ખાડીને અલગ કરે છે. આ પુલ બે ભાગમાં વહેંચાયેલો છે: રેલવે પુલ અને રોડ બ્રિજ.

હવે જૂના પંબન પુલની જગ્યાએ એક નવો પંબન પુલ બનાવવામાં આવ્યો છે. આ પુલ 2.5 કિલોમીટરથી વધુ લાંબો છે. તેનું નિર્માણ રેલ વિકાસ નિગમ લિમિટેડ (RVNL) દ્વારા 535 કરોડ રૂપિયાના ખર્ચે કરવામાં આવ્યું છે. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, “તે (પંબન બ્રિજ) હાઇ-સ્પીડ ટ્રેનો અને વધુ ટ્રાફિકને હેન્ડલ કરવા માટે બનાવવામાં આવ્યો છે. નવો પંબન બ્રિજ ફક્ત ઉપયોગી નથી, તે પ્રગતિનું પ્રતીક છે. તે લોકો અને સ્થળોને આધુનિક એન્જિનિયરિંગ સાથે જોડે છે.”

ઇલેક્ટ્રોમિકેનિકલ સિસ્ટમ પર ચાલે છે

નવો પુલ ઇલેક્ટ્રોમિકેનિકલ સિસ્ટમ દ્વારા સંચાલિત થશે. આનાથી દરિયામાં જહાજોની અવરજવર સરળ બનશે. જ્યારે વહાણ આવવાનો સમય થશે, ત્યારે પુલ ઊંચો કરવામાં આવશે. પુલ ઉપાડવામાં 5 મિનિટ લાગશે અને ફક્ત એક જ માણસ તે કરી શકશે. મતલબ કે, પુલ ઉપાડવા માટે ઘણા લોકોની જરૂર નહીં પડે. જોકે, પવનની ગતિની પણ સમસ્યા છે. જ્યારે દરિયામાં પવનની ગતિ ૫૮ કિમી પ્રતિ કલાક કે તેથી વધુ થાય છે, ત્યારે બ્રિજ લિફ્ટિંગ સિસ્ટમ કામ કરશે નહીં. આ ઘણીવાર ઓક્ટોબર અને ફેબ્રુઆરી વચ્ચે થાય છે. આ મહિનાઓ દરમિયાન ભારે પવન ફૂંકાય છે.

રામેશ્વરમ અને ધનુષકોડીને જોડતો એકમાત્ર રસ્તો

રેલ્વેનો પંબન બ્રિજ પહેલા રામેશ્વરમ અને ધનુષકોડી જવાનો એકમાત્ર રસ્તો હતો. આ પુલ 1914માં બનાવવામાં આવ્યો હતો. બાદમાં, 1988માં, તેની બાજુમાં એક રોડ પુલ બનાવવામાં આવ્યો. ત્યારે જ લોકોને બીજો રસ્તો મળ્યો. 1988 સુધી, મંડપમ અને રામેશ્વરમ ટાપુ વચ્ચે પરિવહનનું એકમાત્ર સાધન ટ્રેન હતું.

વર્ટિકલ બ્રિજ એટેલે શું?

આ નવો પંબન પુલનો મધ્ય ભાગ (લિફ્ટ સ્પાન) ઊભી રીતે ઉપર ઉઠી શકે છે, જેથી નીચેથી મોટા જહાજો અને બોટ્સ પસાર થઈ શકે. જૂના પંબન બ્રિજમાં ડબલ-લીફ બેસ્ક્યુલ ડિઝાઇન હતી, જેમાં બે ભાગ આડા ખુલતા હતા, પરંતુ નવા પુલમાં આ આધુનિક વર્ટિકલ લિફ્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ડિઝાઇનને કારણે તે વધુ કાર્યક્ષમ છે અને સમુદ્રમાં વધુ ઊંચાઈ સુધી ઉંચો થઈ શકે છે. જેથી  જહાજોને પસાર થવામાં સરળતાં રહે છે.

આ પણ વાંચોઃ ભારતની ફટાકડાની ફેક્ટરીઓ જીવલેણ બની રહી છે? | Fireworks factories

આ પણ વાંચોઃ Jamnagar: એરફોર્સનું જેગુઆર ફાઈટર પ્લેન તૂટી પડ્યુ, પાયલોટનું મોત

આ પણ વાંચોઃ Surat: તક્ષશિલા કાંડમાં મોતને ભેટલા બાળકોના પરિવારો 6 વર્ષથી ન્યાય લડે છે!

આ પણ વાંચોઃ Rajkot Bali: માતાજીના મઢે પોલીસની રેડ, ભૂવો મુઠ્ઠી વાળીને ભાગ્યો(VIDEO)

Related Posts

 SIR: આવતીકાલથી ગુજરાત સહિત 12 રાજ્યોમાં મતદારોની વધઘટ કરવાનું શરુ!
  • October 27, 2025

SIR: ચૂંટણી પંચે હવે બિહારની જેમ ગુજરાત સહિત 12 રાજ્યોમાં SIR કરવાની જાહેરાત કરી છે. દાવો છે કે નકલી મતદાર યાદીઓ અટકાવવા અને નકલી મતદારોને દૂર કરવા માટે ચૂંટણી પંચે…

Continue reading
BJP Minister Blames Victims in Indore Harassment: ઑસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટર્સ સાથે છેડતી મામલે ભાજપ નેતાએ કહ્યું- ‘આમાં તેમની પણ ભૂલ છે,સૂચના વિના બહાર ન જવાય’
  • October 27, 2025

BJP Minister Blames Victims in Indore Harassment: મહિલા વર્લ્ડ કપ મેચ માટે ભારત આવેલી ઑસ્ટ્રેલિયન ટીમના ક્રિકેટર્સ સાથે મધ્ય પ્રદેશના ઈન્દોરમાં થયેલી અપમાનજનક છેડતીની વાત વિશ્વમાં ચર્ચામાં છે. આ ઘટનાએ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ahmedabad: સરકારી નોકરીના બહાને છેતરપિંડી કરનારી ગેંગના મુખ્ય આરોપીની ધરપકડ, 9 લાખથી વધુની ઠગાઈનો પર્દાફાશ

  • October 27, 2025
  • 9 views
Ahmedabad: સરકારી નોકરીના બહાને છેતરપિંડી કરનારી ગેંગના મુખ્ય આરોપીની ધરપકડ,  9 લાખથી વધુની ઠગાઈનો પર્દાફાશ

Gujarat Cyclone Forecast: ગુજરાત પર ચક્રવાતી સંકટને લઈ ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા અપાયું ‘રેડ એલર્ટ’

  • October 27, 2025
  • 8 views
Gujarat Cyclone Forecast: ગુજરાત પર ચક્રવાતી સંકટને લઈ ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા અપાયું ‘રેડ એલર્ટ’

LIC Exposure to Adani: અદાણીના’નસીબ’ કે સરકારી છત્રછાયા? 68 વર્ષ પહેલાં રાજીનામાં અને આજે?

  • October 27, 2025
  • 20 views
LIC Exposure to Adani:  અદાણીના’નસીબ’ કે સરકારી છત્રછાયા?  68 વર્ષ પહેલાં રાજીનામાં અને આજે?

 SIR: આવતીકાલથી ગુજરાત સહિત 12 રાજ્યોમાં મતદારોની વધઘટ કરવાનું શરુ!

  • October 27, 2025
  • 14 views
 SIR: આવતીકાલથી ગુજરાત સહિત 12 રાજ્યોમાં મતદારોની વધઘટ કરવાનું શરુ!

BJP Minister Blames Victims in Indore Harassment: ઑસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટર્સ સાથે છેડતી મામલે ભાજપ નેતાએ કહ્યું- ‘આમાં તેમની પણ ભૂલ છે,સૂચના વિના બહાર ન જવાય’

  • October 27, 2025
  • 3 views
BJP Minister Blames Victims in Indore Harassment: ઑસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટર્સ સાથે છેડતી મામલે ભાજપ નેતાએ કહ્યું- ‘આમાં તેમની પણ ભૂલ છે,સૂચના વિના બહાર ન જવાય’

Bhavnagar: ભાવનગર જીલ્લામાં કમોસમી વરસાદથી જળબંબાકારની સ્થિતિ, ઘરોમાં પાણી ઘૂસી ગયા

  • October 27, 2025
  • 20 views
Bhavnagar: ભાવનગર જીલ્લામાં કમોસમી વરસાદથી જળબંબાકારની સ્થિતિ, ઘરોમાં પાણી ઘૂસી ગયા