
Jimisa Alwani arrested Video viral: વિદેશમાં તમારું વર્તન તમારા દેશની ઓળખ છે. પરંતુ એક મહિલાએ આ ઓળખને બગાડી છે. જેનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં મહિલા પર એક દુકાનમાં ઘૂસીને 7 કલાક સુધી ખરીદી કરવાનો અને હજારો ડોલરના સામાનથી બાસ્કેટમાં ભરી ચોરી કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. આ પછી મહિલા તે સામાન લઈને ભાગવાનો પ્રયાસ કરી રહી હતી. પરંતુ તે દુકાનમાંથી ભાગી શકે તે પહેલાં દુકાનમાં કામ કરતા એક કર્મચારીએ તેને રંગે હાથે પકડી લીધી અને તરત જ પોલીસને ફોન કર્યો. પોલીસ આવ્યા પછી મહિલા ચોરીનો ઇનકાર કરવા લાગી અને તે સામાન માટે ચૂકવણી કરવાની વાત કરવા લાગી. પરંતુ પોલીસે કહ્યું કે હવે આ માટે ઘણું મોડું થઈ ગયું છે અને તમારે અમારી સાથે પોલીસ સ્ટેશન આવવું પડશે. ઉલ્લેખનીય છે કે આ ચોરી કરનારી મહિલા મૂળ ભારતીય હોવાનું કહેવાય છે.
મહિલા પોલીસના હાથે ઝડપાઈ ગઈ
Anaya Avlani spent 7 hours inside Target in Illinoi to steal thousands in merchandise. Later, on passport, cops find out her name is Jimisha Avlani. She says she will pay up. Cop says, you are too late for it.
The female cop sounds like no nonsense cop. pic.twitter.com/oGINeZF10m
— Karthik Reddy (@bykarthikreddy) July 16, 2025
મહિલા અને પોલીસ વચ્ચેની વાતચીતનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં મહિલા પોલીસકર્મીઓ સામે વિનંતી કરતી અને વારંવાર ચોરીનો ઇનકાર કરતી જોવા મળે છે, પરંતુ પોલીસ મહિલાની વાત સાંભળી રહી નથી. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે પોલીસ મહિલા પાસેથી ઓળખ માટે તેનો પાસપોર્ટ માંગી રહી છે, જેના પર મહિલા કહે છે કે તેનો પાસપોર્ટ બેગમાં હોતો નથી. જેથી પોલીસ કહે છે કે તેને તેમની સાથે પોલીસ સ્ટેશન આવવું પડશે, ત્યારબાદ મહિલા પોતાનો આઈડી પ્રૂફ બતાવે છે, જેમાં મહિલાનું નામ જીમિશા અલવાની(Jimisha Alwani) લખેલું હતું.
મહિલા 1300 ડોલરનો સામાન લઈને ભાગી જતી હતી
મિડિયા રિપોર્ટ્સ અનુસાર આ ઘટના 1 મે, 2025 ના રોજ અમેરિકાના ઇલિનોઇસમાં એક ટાર્ગેટ સ્ટોરમાં બની છે, જેનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વીડિયો અંગે આંતરરાષ્ટ્રીય સમાચાર અહેવાલો પણ સામે આવ્યા છે, જેમાં કહેવામાં આવ્યું છે કે જીમિશા અલવાની સવારે 10 વાગ્યાની આસપાસ મેકહેમરી કાઉન્ટી સ્ટોરમાં પ્રવેશી હતી. સ્ટોરના કર્મચારીઓને શરૂઆતમાં કંઈ જ ખબર ન પડી. છેવટે લોકો કલાકો સુધી ખરીદી કરતા હતા, પરંતુ 7 કલાક પછી, જ્યારે જીમિશાએ સ્ટોરમાં તેની “ખરીદી” પૂર્ણ કરી, ત્યારે નુકસાન નિવારણ ટીમને કંઈક ખોટું હોવાની શંકા ગઈ. જ્યારે તે જોવામાં આવ્યું, ત્યારે જાણવા મળ્યું કે જીમિશાની ગાડી $1,300 થી વધુ કિંમતના માલથી ભરેલી હતી અને તે પણ ચુકવણી વિના.
મહિલા પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો
જિમિશા સ્ટોરમાં ફરતી રહી, વસ્તુઓ ચોરતી રહી, અને કદાચ એવું વિચારતી રહી કે કોઈને ખબર નહીં પડે. પરંતુ ટાર્ગેટની હાઇ-ટેક સર્વેલન્સ સિસ્ટમ અને સતર્ક કર્મચારીઓ તેના પર નજર રાખી રહ્યા હતા. તેણે સામાન ચોરીને જવાનો પ્રયાસ કરતા જ કર્મચારીઓએ લોસ પ્રિવેન્શનએ પોલીસને ફોન કર્યો. થોડીવારમાં જ એક મહિલા પોલીસ અધિકારી અને બે પુરુષ અધિકારીઓ સ્ટોર પર પહોંચ્યા. જિમિશાએ વારંવાર પોલીસને વિનંતી કરી, દાવો કર્યો કે તેની પાસે વસ્તુઓ માટે ચૂકવણી કરવા માટે પૈસા છે. જિમિશાએ કહ્યું, “હું સામાનના રુપિયા આપી દવ છુ!” છતાં પોલીસ માની નહીં. એક અધિકારીએ તો પૂછ્યું, “શું તમે તમારા દેશમાં પણ આવી ચોરી કરો છો?”
જુઓ ચર્ચા વધુ વીડિયોમાં
આ પણ વાંચો
Vadodara: માંજલપુરમાં ડિવાઇડરની અધૂરી કામગીરી, ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે નાગરિકોનું આંદોલનનું એલાન?
Gujarat Roads Corruption: માર્ગો પર ભ્રષ્ટાચારના ખાડા પુરતો ભાજપ, ગુજરાતના રસ્તા મોતનો માર્ગ બની ગયા