Iran GPS: ઇરાન GPSથી દૂર, અમેરિકામાં સંવેદનશીલ માહિતી માટે વૉટ્સએપના ઉપયોગ ઉપર પ્રતિબંધ આવશે?

અહેવાલ : ડૉ. જયનારાયણ વ્યાસ

Iran GPS:  છેલ્લા કેટલાંક વર્ષોમાં દુનિયાભરની સરકારો યુક્રેન તેમજ મધ્યપૂર્વમાં ચાલતા યુદ્ધોને અત્યંત બારીકાઈપૂર્વક જોઈ રહી છે. આ પરિસ્થિતિનો આપણે અભ્યાસ કરીએ તો આવનાર સમયના યુદ્ધો કેવા હશે તે અંગે પ્રમાણમાં વધુ નક્કર ધારણાઓ મૂકી શકાય તેમ છે. આ ધારણાઓમાં માત્ર આવનાર સમયમાં યુદ્ધોમાં વપરાનારા શસ્ત્રસરંજામ નહીં પણ કઈ નવી વ્યૂહરચનાઓ તેમજ ટેક્નોલૉજી ઉપયોગમાં લેવાશે તે બાબતે પણ ઘણા બધા તારણો તરફ જવાનું શક્ય બનશે.

જીપીએસને અલવિદા કહી બેઇદાઉ અપનાવવાની ઇરાનની વ્યૂહરચના

તાજેત૨માં અમેરિકા તેમજ ઇઝરાયલે ઇરાન ઉપર કરેલા હુમલા દરમિયાન બંકર બસ્ટર બૉમ્બથી માંડીને ડ્રોન અને મિસાઇલ જેવી ટેક્નોલૉજી ઉપરાંત આ પ્રકારની પરિસ્થિતિ અથવા વ્યૂહરચનાની ખામીઓ પણ સપાટી પર આવી છે. આમાંની એક ઇરાન તેમજ ખાડીના અખાતમાં કાર્યરત જહાજો દ્વારા વારંવાર અનુભવાયેલ જીપીએસ સેવાઓનું ભંગાણ છે. આનાથી ચિંતિત થઈને ઇરાન બીજા વિકલ્પોની શોધમાં છે. ઇરાનના નાયબ કોમ્યૂનિકેશન મિનિસ્ટર અહેસાન ચિત્તસાઝના શબ્દો મુજબ ઘણી વખત જીપીએસ સિગ્નલમાં ભંગાણ આંતરિક પરિબળોને કારણે પણ ઊભું થાય છે. આ બધામાંથી બહાર નીકળવા ઇરાન દ્વારા નવો વિકલ્પ ‘બેઈદાઉ (BeiDou)’ ગણવામાં આવે છે. ઇરાનની સરકારના મંત્રી અહેસાન ચિત્તસાઝના કહેવા મુજબ પરિવહન, કૃષિ અને ઇન્ટરનેટને જીપીએસ આધારિત નહીં રાખતા બેઈદાઉ ઉપર લઈ જવા માગે છે. ચીનના નેવીગેશન સેટેલાઇટ સિસ્ટમને સ્વીકારવાનો ઇરાનનો નિર્ણય પ્રથમ દૃષ્ટિએ માત્ર વ્યૂહરચનાનો એક ભાગ દેખાય છે. આમ છતાંય એના પરિણામો ઘણા વ્યાપક આવી શકે. જીપીએસને અલવિદા કહી બેઇદાઉ અપનાવવાની ઇરાનની આ વ્યૂહરચના મોટા વૈશ્વિક રી-એલાઇન્મેન્ટ (પુનઃ ગોઠવણ) તરફ દોરી જનાર લાગે છે.

અમેરિકાએ વિશ્વના ટેક્નોલૉજિકલ ઇન્ફ્રાસ્ટક્ચર ઉપર પ્રભુત્વ ભોગવ્યું

દાયકાઓ સુધી પશ્ચિમ અને ખાસ કરીને અમેરિકાએ વિશ્વના ટેક્નોલૉજિકલ ઇન્ફ્રાસ્ટક્ચર ઉપર પ્રભુત્વ ભોગવ્યું છે. આમાં કોમ્પ્યૂટર ઑપરેટિંગ સિસ્ટમ, ઇન્ટરનેટ, ટેલિકૉમ્યુનિકેશન અને સેટેલાઇટ નેટવર્ક્સનો સમાવેશ થાય છે. આને કારણે મોટા ભાગની દુનિયાને પશ્ચિમી દેશો અથવા અમેરિકાના આ ટેક્નોલૉજી આધારિત ઇન્ફ્રાસ્ટક્ચર ઉપર ભરોસો રાખવો પડે છે, જેની બરોબરી કરી શકવાનું અથવા પડકારી શકવાનું દુનિયાના મોટા ભાગના દેશોનું ગજું નથી. 2013 બાદ ઘણી વખત મીડિયા તેમજ વ્હીસલ બ્લોઅર્સ દ્વારા પશ્ચિમી ટેક્નોલૉજી અને આયોજનો કઈ રીતે ગેરકાયદે જાસૂસી તેમજ વૈશ્વિક ધોરણે માહિતી ભેગી કરવાનું કામ કરે છે તે બાબતે કહ્યું છે અને આ સમાચારો હંમેશાં દુનિયાભરની સરકારો માટે ચિંતાનો વિષય રહ્યા છે.

જીપીએસ છોડીને બેઇદાઉ અપનાવવાની ઈરાનની શું છે વ્યૂહરચના ?

ઇરાન જીપીએસ છોડીને બેઇદાઉ અપનાવી રહ્યું છે તે આત્મસંરક્ષણ તેમજ વ્યૂહરચનાની દૃષ્ટિએ દુનિયાના અન્ય દેશોને પણ વિચારતા કરી મૂકે તેવું પગલું છે. અત્યાર સુધીનો યુગ અમેરિકા દ્વારા નિયંત્રિત આંતરમાળખાકીય સવલતો ઉપર આંધળો વિશ્વાસ મૂકીને ચાલ્યો તેનો હવે ઝડપથી અંત આવશે એવું લાગે છે. કોઈ પણ દેશને પોતાની મિલિટરી ક્ષમતા તેમજ ખૂબ જ અગત્યની એવી ડિજિટલ આત્મનિર્ભરતાને મહાસત્તાની સેટેલાઇટ ગ્રીડ, જેની વિશ્વસનીયતા શંકાસ્પદ છે, એની સાથે જોડવાનું પોસાય તેમ નથી. ઇરાનના નિર્ણય પાછળ મહદ્ અંશે આ ગણતરી કારણભૂત હોય તેવું લાગે છે. અમેરિકા અને ઇઝરાયલ દ્વારા કરવામાં આવેલ હુમલાઓ સમયે જીપીએસ ઉપર આધારિત પોતાની વ્યવસ્થાઓનું જોખમ ઇરાને અનુભવ્યું છે અને તેને કારણે થયેલ નુકસાન વેઠ્યું છે પણ ખરું. આવા કારણોસર રિઝિયોનલ સેટેલાઇટ નેવીગેશન સિસ્ટમ જેવી કે, યુરોપની ‘ગેલીલિયો’થી માંડીને રશિયાની ‘બ્રોનાસ’ અસ્તિત્વમાં આવી છે જે વપરાશ કરતા દેશને સંપૂર્ણ ગુપ્તતા તેમજ આધારભૂત સેવાઓ પૂરી પાડવાનું વચન આપે છે. આપણે જાણીએ છે તેમ ઇઝરાયલ દ્વારા ઘણી મોટી સંખ્યામાં ઇરાનના ટોચના અણુવૈજ્ઞાનિકો તેમજ સિનિયર કમાન્ડર્સની ઇરાનની સિક્યોરિટીને ભેદીને હત્યા કરવામાં આવી તેની પાછળ જીપીએસ દ્વારા થયેલ જાસૂસી મુખ્ય કારણ હતું એવું ઇરાન માને છે.

વૉટ્સઅપ થકી માહિતી ભેગી કરીને ઇઝરાયલને મોકલાતી હતી

ઇઝરાયલ દ્વારા જેમની હત્યા કરવામાં આવી તે અણુવૈજ્ઞાનિકો અને સિનિયર કમાન્ડર્સની કાર્યવાહીને કારણે એવો ભય ઊભો થયો છે કે ઇઝરાયલ ઇરાનના ટેલિકોમ્યુનિકેશન નેટવર્કમાં ઘૂસીને આ લોકો જે ફોન વાપરતા હતા તે થકી એમના સુધી પહોંચ્યું હતું. 17 જૂન, 2025 ના રોજ ઇરાનના સત્તાવાળાઓએ આ સંદર્ભમાં તેના નાગરિકોને વૉટ્સએપ મેસેજિંગ એપ નહીં વાપરવા અને પોતાના ફોનમાંથી એ ડીલીટ કરી નાખવાનું કહ્યું હતું. ઇરાનનું માનવું એવું હતું કે, વૉટ્સઅપ થકી માહિતી ભેગી કરીને ઇઝરાયલને મોકલાતી હતી.

વૉટ્સઅપના ઉપયોગ ઉપર પ્રતિબંધ મૂકવાની માગણી

જોકે સીધી રીતે આ સલાહને ઇરાનના સિનિયર ઑફિસર્સની હત્યાઓ સાથે જોડી શકાય કે કેમ તે હજુ સ્પષ્ટ થતું નથી પણ ઇરાનને અમેરિકામાંથી ‘મેટા કોર્પોરેશન’ દ્વારા ઑપરેટ કરવામાં આવતી એપ પર જે શંકા પડી છે તે સાવ પાયાવિહોણી તો નથી જ. સાઇબર સિક્યોરિટીના નિષ્ણાતો લાંબા સમયથી આ એપની બાબતે ચિંતા કરતા રહ્યા છે. બીજું એવું પણ કહેવાય છે કે, ઇઝરાયલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ગાઝા માટે ઉપયોગ કરતું હતું તે માટેનો ડેટા પણ સોશિયલ મીડિયામાંથી લેવામાં આવ્યો હતો. આથી આગળ વધીને કહીએ તો ઇરાન ઉપરના હુમલાઓ પૂરા થયા બાદ અમેરિકન હાઉસ ઑફ રીપ્રેઝન્ટેટિવે અધિકૃત ઑફિશિયલ ડીવાઈસમાંથી વૉટ્સઅપના ઉપયોગ ઉપર પ્રતિબંધ મૂકવાની માગણી મૂકી હતી.

ઈરાન પોતાની ખુદની ઇન્ટરનેટ સિસ્ટમ વિકસાવી રહ્યું છે

ઇરાન તેમજ દુનિયાના બીજા દેશો માટે આ હકીકત બહુ ગંભીર અને સ્પષ્ટ ચેતવણી આપે છે. પશ્ચિમી પ્લેટફોર્મ્સ ઉપર કોઈ પણ પ્રકારનો વિશ્વાસ મૂકી શકાય તેમ નથી. આ બધા જ પ્લેટફોર્મ્સ આજે ડિજિટલ જાસૂસીના મહત્ત્વના પ્લેટફોર્મ બન્યા છે. આધારભૂત સમાચારોમાંથી જાણવા મળ્યા મુજબ ઈરાન પોતાની ખુદની ઇન્ટરનેટ સિસ્ટમ વિકસાવી રહ્યું છે. તહેરાનનું નેશનલ ઇન્ફોર્મેશન નેટવર્ક એને ઇન્ટરનેટના ઉપયોગ ઉપર વધુ આધારભૂત અધિકાર આપે છે. ઇરાન આ પદ્ધતિને વધુ વિસ્તારીને ચીનની ‘ગ્રેટ ફાયર વૉલ’નો રસ્તો પસંદ કરી પશ્ચિમી દેશો અને અમેરિકાનું જેના પર પ્રભુત્વ છે તેનાથી દૂર જઈ રહ્યું છે અને ચીન પાસેથી જેની જાસૂસી ન થઈ શકે તેવું આત્મનિર્ભર ડિજિટલ એક્ષચેન્જ ટેક્નોલૉજી મેળવી પોતાના ઉપર થતી માહિતીની જાસૂસી રોકવા માગે છે. ચીનનો મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ ‘બેલ્ડ એન્ડ રોડ ઈનીસીએટીવ’ જે રસ્તાઓ અને બંદરોથી અનેક ગણો વિશેષ છે, તેમાં આ બધી બાબતોનો પણ સમાવેશ થાય છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ થકી પણ યુદ્ધો લડાશે

ટૂંકમાં, ઇરાને જે માર ખાધો અને ત્યાર બાદ તે પશ્ચિમી તેમજ અમેરિકન સેટેલાઇટ નેટવર્ક અને ડિજિટલ પ્લેટફોર્મ્સથી અલગ પોતાની આગવી સિસ્ટમ ઊભી કરવા માગે છે તે સ્પષ્ટ કરે છે કે આવતીકાલના યુદ્ધો માત્ર શસ્ત્રોથી જ નહીં લડાય પણ સેટેલાઇટ તથા માહિતી નેટવર્ક અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ થકી જાસૂસી થકી પણ લડાશે. આ પ્રદ્ધતિથી મોટા પાયે ચોક્કસ લક્ષ્યાંકોને ખતમ કરી સમગ્ર ડિજિટલ અને સંદેશા વ્યવહાર સિસ્ટમને ખોરવી ન નખાય એ દિશામાં ઇરાન એક નિર્ણાયક કદમ ભરી રહ્યું છે. ભારત જેવા દેશ માટે પણ આ શક્યતાઓ બૅન્કિંગથી માંડીને સંદેશાવ્યવહાર સુધીનું ડિજિટલ માળખું તોડી પાડીને આખા દેશને અરાજકતામાં ધકેલી દઈ શકાય તે શક્યતાઓ સામે ભારત પણ પોતાનું આગવું નેટવર્ક ઊભું કરે અને તે પણ વહેલામાં વહેલી તકે તો જ આપણે સલામત છીએ, નહીંતર વૈશ્વિક સ્તરે ચાલતી સાઇબર જાસૂસી આપણી શાંતિ, અસ્તિત્વ અને સાર્વભૌમત્વ સામે મોટો ખતરો ઊભો કરી ચૂકી છે.

આ પણ વાંચો:

LPG Price Cut: ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો, જાણો શું છે નવી કિંમત 

Rajkot: ગોપાલે કહ્યું- “ ભાજપ 5000 આપીને લોકોને સભામાં પ્રશ્નો પૂછવા મોકલે છે”, ઉદય કાનગડે કહ્યું- એ લોકો રીલ બનાવવામાં માસ્ટર…

Gir Somanath: સુત્રાપાડાની GHCL કંપનીમાં જ કર્મચારીએ ઝેરી દવા પી લીધી, અધિકારીઓનો ત્રાસ!

EVM હટાવી મતદાર કાર્ડ ફરજિયાત કરવા ટ્રમ્પની કવાયત, છેતરપીંડીનો અહેસાસ કેમ?

LPG Price Cut: ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો, જાણો શું છે નવી કિંમત

Related Posts

ગુજરાતને 112થી સલામતી આપવામાં અમિત શાહે 6 વર્ષ મોડું કર્યું, કેવી રીતે! | Gujarat | 112
  • September 2, 2025

દિલીપ પટેલ Gujarat Dial 112 Service: હાલમાં જ ભાજપ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જાહેરાત કરી  અલગ અલગ અપદા નંબર હવે બંધ કરી માત્ર એક નંબર રાખ્યો છે. કોઈપણ સમસ્યા હોય માત્ર…

Continue reading
Gujarat education: મોદીના રાજમાં અભણ ગુજરાત, 80 ટકા વિદ્યાર્થીઓ શાળા છોડી કેમ જાય છે?
  • September 1, 2025

Gujarat education : તાજેતરમાં કેન્દ્ર સરકારે એક અહેવાલ જાહેર કર્યો હતો જેમાં આખા દેશના તમામ રાજ્યોની શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષણની કેવી પરિસ્થિતિ છે તેનો રિપોર્ટ જાહેર થયો છે તેમાં ગુજરાતમાં એક…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Viral Video: ગર્લફ્રેન્ડનો ફોન વ્યસ્ત આવતાં બોયફ્રેન્ડે વીજ તાર કાપ્યા

  • September 2, 2025
  • 10 views
Viral Video: ગર્લફ્રેન્ડનો ફોન વ્યસ્ત આવતાં બોયફ્રેન્ડે વીજ તાર કાપ્યા

MLA Umesh Makwana: આપના સસ્પેન્ડેડ ધારાસભ્ય મુખ્યમંત્રીને મળ્યા, ઉમેશ મકવાણાએ કેમ આપી ધરણાની ચીમકી?

  • September 2, 2025
  • 5 views
MLA Umesh Makwana: આપના સસ્પેન્ડેડ ધારાસભ્ય મુખ્યમંત્રીને મળ્યા, ઉમેશ મકવાણાએ કેમ આપી ધરણાની ચીમકી?

Vote Scam: વોટ ચોરી મામલે ગોલી માર ઠાકુર બાદ “ઉર્જાવીર” ભંડારીએ ભાજપને ભેખડે ભેરવ્યું

  • September 2, 2025
  • 15 views
Vote Scam: વોટ ચોરી મામલે ગોલી માર ઠાકુર બાદ “ઉર્જાવીર” ભંડારીએ ભાજપને ભેખડે ભેરવ્યું

Indore News: હોસ્પિટલમાં ઉંદરોએ બે નવજાતના હાથ કરડી ખાધા, પરિવારજનોને ખબર પડતા જ…

  • September 2, 2025
  • 9 views
Indore News: હોસ્પિટલમાં ઉંદરોએ બે નવજાતના હાથ કરડી ખાધા, પરિવારજનોને ખબર પડતા જ…

Punjab: AAP ધારાસભ્ય પોલીસ કસ્ટડીમાંથી ફરાર, પોલીસકર્મીને સ્કોર્પિયોની અડફેટે લીધો

  • September 2, 2025
  • 13 views
Punjab: AAP ધારાસભ્ય પોલીસ કસ્ટડીમાંથી ફરાર,  પોલીસકર્મીને સ્કોર્પિયોની અડફેટે લીધો

PM Modi: મોદીએ કહ્યું વિપક્ષે મારી માતાને ગોળો બોલી, કોંગ્રેસે પૂછ્યું તો તમે શું કરો છો?, જુઓ

  • September 2, 2025
  • 24 views
PM Modi: મોદીએ કહ્યું વિપક્ષે મારી માતાને ગોળો બોલી, કોંગ્રેસે પૂછ્યું તો તમે શું કરો છો?, જુઓ