
China: ઈરાન હાલમાં એકલા હાથે અમેરિકા અને ઈઝરાયલનો સામનો કરી રહ્યું છે. તેણે સાઉદી અરેબિયા, કતાર અને બહેરીન જેવા અનેક ખાડી દેશોને પણ નિશાન બનાવ્યા છે. જોકે, યુદ્ધની પદ્ધતિઓ બદલાઈ રહી છે અને શસ્ત્રો કરતાં યુક્તિની રણનીતિ વધુ મહત્વપૂર્ણ બની રહી છે ત્યારે એક ચીની પ્રોફેસરે ઈરાનને એક અનોખો પ્લાન સમજાવ્યો છે. પ્રોફેસરનો દાવો છે કે ઈરાનને અમેરિકા કે તેના સાથીઓને હરાવવા માટે એક પણ ગોળી ચલાવવાની જરૂર નથી, ઈરાન માત્ર એક ચાલથી તબાહી મચાવી શકે છે. આ વ્યૂહરચના કોઈપણ મિસાઈલ હુમલા કરતાં ઘણી વધુ ઘાતક સાબિત થઈ શકે છે.
■શું ગલ્ફ દેશોની સૌથી મોટી નબળાઈ પીવાનું પાણી બનશે?
ચીની પ્રોફેસરે જણાવ્યું હતું કે ગલ્ફ દેશો સામે સૌથી મોટી સમસ્યા કુદરતી મીઠા પાણીના સ્ત્રોતોનો અભાવ છે. પ્રોફેસરના મતે, આ દેશોમાં પીવાલાયક પાણીનો 60 ટકા હિસ્સો ડિસેલિનેશન (ખારા પાણીને મીઠું બનાવવા) ની પ્રક્રિયામાંથી આવે છે.આ આખો પ્રદેશ તેની પાણીની જરૂરિયાતો માટે વિશાળ મશીનરી અને પ્લાન્ટ્સ પર આધાર રાખે છે. જો આ પ્લાન્ટ્સ કામ કરવાનું બંધ કરી દે, તો કલાકોમાં પાણી માટે રમખાણો ફાટી શકે છે,આ એક એવી નબળાઈ છે જેને અત્યાર સુધી અવગણવામાં આવી છે.
Chinese Professor says Iran doesn’t need to fire a single bullet at a US soldier.
It just needs to destroy 1 water factory.
The Gulf has no natural fresh water
60% comes from desalination
80% of food is imported
1 drone
1 plant
Millions without water. pic.twitter.com/5xsKmAuKRO— Radar 𝘸 Archie🚨 (@RadarHits) March 4, 2026
ચીની પ્રોફેસરનું વિશ્લેષણ અત્યંત ભયાનક છે. તેઓ જણાવે છે કે ઈરાનને મોટી સેનાની જરૂર નથી. ફક્ત એક આત્મઘાતી ડ્રોન એક મોટા પાણીના પ્લાન્ટને નિશાન બનાવી શકે છે. જો કોઈ મોટો પ્લાન્ટ નાશ પામે છે તો પીવાના પાણીની કટોકટી ઉભી થઇ શકે અને લાખો લોકો પાણી વિના રહી જાયતો મોટી અફરા તફરી મચી શકે છે.
બીજું ગલ્ફ દેશોમાં 80 ટકા ખોરાક વિદેશથી આવે છે, જેને અટકાવી દેવાથી મોટા પાયે અરાજકતા ઉભી થઇ શકે આ વિસ્તાર સંપૂર્ણપણે પાણી અને પુરવઠા શૃંખલાઓ પર નિર્ભર છે. પાણી વિના, ન તો ખોરાક રાંધી શકાય છે અને ન તો લોકો ટકી શકશે. આ યુક્તિ કોઈપણ પરંપરાગત યુદ્ધ વિના જીતી શકાય છે,કારણ કે અમેરિકા કે ઈઝરાયેલ ઘૂંટણીયે પડવા મજબુર થઈ જાય.
■ અમેરિકા આ ’જળ યુદ્ધ’થી પોતાના સૈનિકોનું રક્ષણ કેવી રીતે કરી શકશે?
યુદ્ધ ઘણીવાર સૈનિકોની બહાદુરીની યાદ અપાવે છે, પરંતુ કોઈ પણ સૈન્ય પાણી વિના લડી શકતું નથી. મધ્ય પૂર્વમાં તૈનાત અમેરિકન સૈનિકો માટે પાણીનો પુરવઠો પણ આ સ્થાનિક સ્ત્રોતોમાંથી આવે છે. પ્રોફેસર દલીલ કરે છે કે જ્યારે જનતા તરસ્યા હશે અને અરાજકતા હોય ત્યારે યુએસ સૈન્યનું સંચાલન સંપૂર્ણપણે નિષ્ફળ જશે. તેઓ પોતાની સુરક્ષા કરતાં તેમના લોકોને પાણી પૂરું પાડવાની વધુ ચિંતા કરશે. આ પરિસ્થિતિ કોઈપણ દેશને ઘૂંટણિયે પાડવા માટે પૂરતી છે.
■ઈરાન માટે ડિસેલિનેશન પ્લાન્ટ્સ કેમ સરળ લક્ષ્ય છે?જાણો.
ઈરાન પાસે અદ્યતન ડ્રોન ટેકનોલોજી છે, જે રડારથી બચી શકે છે અને તેમને સચોટ રીતે નિશાન બનાવી શકે છે. ડિસેલિનેશન પ્લાન્ટ્સ દરિયા કિનારે સ્થિત છે, જે તેમની સુરક્ષાને અત્યંત પડકારજનક બનાવે છે. એક નાનો વિસ્ફોટ પણ આ પ્લાન્ટ્સમાં કિંમતી મશીનરીને નુકસાન પહોંચાડી શકે છે. આ પ્લાન્ટ્સના સમારકામમાં મહિનાઓ લાગી જાય છે, તેથી હુમલો થયા પછી પુનઃપ્રાપ્તિ માટે બહુ ઓછો અવકાશ રહે છે. આ ગલ્ફ દેશો માટે એક પડકાર સાબિત થઈ શકે છે.આ ઈરાન માટે એકદમ સરળ છે જે તે સહેલાઇથી કરી શકે છે.ચીની પ્રોફેસરે બતાવેલી આ યુક્તિ વાયરલ થઈ રહી છે જોકે,ઇરાનની કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી.







