Iran War: શુ ઈરાન દુનિયાને વધુ એક મોટો ઝટકો આપશે? જો એવું થયુંતો દુનિયા 20મી સદીમાં ધકેલાઈ જશે!! ટ્રમ્પ ફફડ્યા!

  • World
  • March 11, 2026
  • 0 Comments

Iran War: જગત જમાદાર ટ્રમ્પ અને ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ ઈરાન ઉપર હુમલો કરી મોટી ભૂલ કરી હોવાનું સમગ્ર વિશ્વમાં ઉભી થયેલી આર્થિક કટોકટી પરથી સમજી શકાય છે અને સમગ્ર વિશ્વમાં સર્જાયેલી ભયાનક મંદી માટે સીધું અમેરિકા જવાબદાર માનવામાં આવી રહ્યું છે.

ઈઝરાયેલ અને અમેરિકાએ પોતાના સ્વાર્થ માટે ઈરાન ઉપર હુમલા કરી સળગાવ્યું પણ એજ સળગતા ઇરાને હવે દુનિયાને પણ આજ આગમાં હોમી દઈ ખતરનાક મંદીની આગ વિશ્વભરમાં ફેલાવી દીધી છે.ઈરાને એવી રણનીતી અપનાવી કે સમગ્ર વિશ્વ માત્ર 10 દિવસમાં જ આર્થિક રીતે તૂટવા લાગ્યું,લાખ્ખો લોકો કામ ધંધા વગરના થઈ ગયા, ગેસ-તેલ સહિત દવાઓ અને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓની આયાત-નિકાસ અટકી પડતા કામકાજ ઠપ્પ થઈ જવા સાથે રોજગાર-ભૂખમરો ફેલાવાનો ભય ઉભો થયો છે.

આ બધું માત્ર 10 દિવસમાં થયું તે ઇરાને માત્ર સ્ટ્રેટ ઓફ હોર્મુઝનો માર્ગ બંધ કરીને જ કરી બતાવ્યું છે હવે જો ઈરાન ધારે તો આખી દુનિયાને સંપર્ક વિહોણું કરી બ્લેક આઉટ સર્જી શકે છે જેનાથી દુનિયાના કામકાજો અટકી શકે છે અને અરબોનું નુકશાન થઈ શકે છે. આ માર્ગ ઉપર દુનિયાના વિવિધ દેશોના તેલ જહાજો અટકાવી દેવાયા છે ઉપરાંત અન્ય સામગ્રીની આયાત-નિકાસ અટકી પડી છે, માત્ર 10 દિવસમાં ભયાનક મંદીનો માહોલ સર્જાયો છે ત્યારે હવે આજ માર્ગ પરથી પસાર થતી વિશ્વની મહત્વની ઇન્ટરનેટની લાઇફ લાઇન પણ ઇરાનના હાથમાં છે. જો આ કેબલ કપાઈ જાયતો વિશ્વભરમાં તેની વ્યાપક અસરો ઉભી થઇ શકે છે અને ઇન્ટરનેટ બંધ થતાં બ્લેકઆઉટ ની સ્થિતિ ઉભી થઇ શકે છે એટલેજ ઇન્ટરનેટ માટે પણ આ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ લાઇફ લાઇન ગણાય છે જેની ઉપર ઇરાનનું પ્રભુત્વ છે.
મિડલ ઇસ્ટમાં છેલ્લા થોડા વર્ષથી ટેક કંપનીઓએ ખૂબ જ મોટાપાયે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે. Amazon, Google અને Microsoft જેવી કંપનીઓ ડેટા સેન્ટરની સાથે AI ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવી રહી છે. જોકે આ ડેટા સેન્ટરને દુનિયા સાથે કનેક્ટ કરનાર કેબલ સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી જ પસાર થાય છે. આથી આ જગ્યાએ યુદ્ધ વધ્યું તો ઓઇલ સહિત અન્ય વસ્તુઓની આયાત-નિકાસ અટકી પડી છે તેમ હવે ઇન્ટરનેટ વાળું નવું ટેંશન ઈરાન ઉભું કરી શકે છે અને તેમાં અમેરિકા કઈ કરી શકે તેમ નથી.જે રીતે હાલમાં અમેરિકા સ્ટ્રેટ ઓફ હોર્મુઝનો બંધ રસ્તો ખોલાવી શકતું નથી તેજ રીતે ઈન્ટરનેટમાં પણ વામણુ સાબિત થઈ જશે.અત્રે ઉલ્લેખનીય છે કે વિશ્વના 95થી 99 ટકા ઇન્ટરનેશનલ ડેટા ટ્રાફિક અહીંના દરિયાની નીચે આવેલા કેબલની મદદથી ચાલે છે જેમાં ઇમેલ, બેંકિંગ, ટ્રાન્ઝેક્શન, ક્લાઉડ ડેટા અને સરકારી કમ્યુનિકેશન જેવી તમામ માહિતીનો સમાવેશ થાય છે.

Gulf Bridge International, Falcon, Europe India Gateway અને I-Me-We જેવા ઘણાં નેટવર્ક સમગ્ર એશિયા, આફ્રિકા અને યુરોપ સાથે કનેક્ટેડ છે જે સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી પસાર થાય છે. એનો અર્થ એ છે કે આ સ્ટ્રેટ ઓફ હોર્મુઝને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટેનું ચેકપોઇન્ટ પણ છે જેની ચાવી ઇરાનના હાથમાં છે જે ઘણું બધું નુકશાન પહોંચાડી શકે તેમ છે.આ બધુ હોમવર્ક કર્યા વગર જ યુદ્ધનું બ્યુગલ ફૂંકી દેનાર ઈઝરાયેલ અને અમેરિકાએ વિશ્વના અન્ય દેશોને પણ મુસીબતમાં મૂકી દીધા છે.

હવે આજ સમય દરમ્યાન અમેરિકી ગુપ્તચર એજન્સીઓએ છેલ્લા એક અઠવાડિયા દરમિયાન અનેક ખાનગી ચેતવણીઓ જારી કરી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે ઈરાન સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે સાયબર હુમલાનો ખતરો વધી શકે છે.સૂત્રોના જણાવ્યા અનુસાર, અમેરિકી કંપનીઓ, સરકારી એજન્સીઓ અને મહત્વપૂર્ણ માળખાગત સુવિધાઓ સાથે સંબંધિત સંગઠનોને તેમની સિસ્ટમ અને નેટવર્કની સુરક્ષા વધારવા ચેતવણી અપાઈ છે.આમ,ઈરાને એક તરફ મિસાઇલ અને ડ્રોન હુમલા પણ ચાલુ રાખ્યા છે અને દુનિયાભરમાં આર્થિક બૉમ્બ ફોડી દીધો છે અને હવે આગામી રણનીતિમાં ઈન્ટરનેટ ક્રાંતિને એક જ ઝાટકે 20મી સદીમાં ધકેલી દેવાની યોજના દુનિયાભરમાં મોટાપાયે આર્થિક કટોકટી ઉભી કરી શકે છે.

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

  • N R Zala

    પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

    Related Posts

    Trump: “સાપે છછૂંદર ગળ્યા જેવો ઘાટ” અમેરિકા બરાબરનું ભેરવાયું! સમગ્ર વિશ્વમાં મંદીનો માહોલ! ઈરાનની રણનીતિની મોટી જીત!
    • March 11, 2026

    Trump: અમેરિકા-ઇઝરાયલ અને ઈરાન યુદ્ધના આજે 12મા દિવસે ઇરાનમાં અત્યાર સુધીમાં 1300થી વધુ લોકોના મોત થયા છે અને 8000 જેટલા ઘરોને નુકસાન થયું છે, UNમાં ઇરાનના રાજદૂત અમીર સઈદ ઇરાવાનીએ…

    Continue reading
    Nuclear testing: ઈરાન પરમાણુ બોમ્બ બનાવવા માટે સક્ષમ છે! IAEA ચીફના દાવાથી ખળભળાટ! શુ ઇરાને ભૂગર્ભ પરીક્ષણ કર્યું?
    • March 11, 2026

    Nuclear testing: અમેરિકાએ ઇઝરાયલ સાથે મળીને ઇરાન પર હુમલો કર્યો તેનું મુખ્ય કારણ ઇરાન પાસે પરમાણુ શસ્ત્રો બનાવવા માટે શુદ્ધ યુરેનિયમ છે જેનો નાશ કરી પરમાણુ બૉમ્બ બનાવતા અટકાવવાનું કહેવાતું…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Iran War: શુ ઈરાન દુનિયાને વધુ એક મોટો ઝટકો આપશે? જો એવું થયુંતો દુનિયા 20મી સદીમાં ધકેલાઈ જશે!! ટ્રમ્પ ફફડ્યા!

    • March 11, 2026
    • 1 views
    Iran War: શુ ઈરાન દુનિયાને વધુ એક મોટો ઝટકો આપશે? જો એવું થયુંતો દુનિયા 20મી સદીમાં ધકેલાઈ જશે!! ટ્રમ્પ ફફડ્યા!

    Farmer: ભાવનગરના મહુવામાં નિરમા લિમિટેડ વિરુદ્ધ ખેડૂત આંદોલનમાં ખેડૂતોએ ગજબની એકતા બતાવી હતી! જાણો, આજથી 15 વર્ષ પહેલાં શુ બન્યું હતું?

    • March 11, 2026
    • 3 views
    Farmer: ભાવનગરના મહુવામાં નિરમા લિમિટેડ વિરુદ્ધ ખેડૂત આંદોલનમાં ખેડૂતોએ ગજબની એકતા બતાવી હતી! જાણો, આજથી 15 વર્ષ પહેલાં શુ બન્યું હતું?

    PM Modi: ‘સીંદરી બળે પણ વળ ન જાય’ ‘તાનાશાહો’ ઈરાનની ‘રણનીતિ’ સામે ફેઈલ! છતાં તંગડી ઊંચી રાખી રહ્યા છે! જુઓ ખાસ વિશ્લેષણ

    • March 11, 2026
    • 5 views
    PM Modi: ‘સીંદરી બળે પણ વળ ન જાય’ ‘તાનાશાહો’ ઈરાનની ‘રણનીતિ’ સામે ફેઈલ! છતાં તંગડી ઊંચી રાખી રહ્યા છે! જુઓ ખાસ વિશ્લેષણ

    Trump: “સાપે છછૂંદર ગળ્યા જેવો ઘાટ” અમેરિકા બરાબરનું ભેરવાયું! સમગ્ર વિશ્વમાં મંદીનો માહોલ! ઈરાનની રણનીતિની મોટી જીત!

    • March 11, 2026
    • 10 views
    Trump: “સાપે છછૂંદર ગળ્યા જેવો ઘાટ” અમેરિકા બરાબરનું ભેરવાયું! સમગ્ર વિશ્વમાં મંદીનો માહોલ! ઈરાનની રણનીતિની મોટી જીત!

    Nuclear testing: ઈરાન પરમાણુ બોમ્બ બનાવવા માટે સક્ષમ છે! IAEA ચીફના દાવાથી ખળભળાટ! શુ ઇરાને ભૂગર્ભ પરીક્ષણ કર્યું?

    • March 11, 2026
    • 20 views
    Nuclear testing: ઈરાન પરમાણુ બોમ્બ બનાવવા માટે સક્ષમ છે! IAEA ચીફના દાવાથી ખળભળાટ! શુ ઇરાને ભૂગર્ભ પરીક્ષણ કર્યું?

    Donald Trump: અમેરિકામાં રિલાયન્સ 300 અબજ ડોલરના રોકાણ સાથે તેલ રિફાઇનરી ખોલશે!ટ્રમ્પની જાહેરાત

    • March 11, 2026
    • 12 views
    Donald Trump: અમેરિકામાં રિલાયન્સ 300 અબજ ડોલરના રોકાણ સાથે તેલ રિફાઇનરી ખોલશે!ટ્રમ્પની જાહેરાત