ગંગાના બની બેઠેલા “પુત્ર” મોદીની મૈયા સાથે જ છેતરપિડીં?

  • શું PM મોદી પોતાની માતા ગંગા મૈયા સાથે કરી રહ્યા છે છેતરપિંડી?

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે (6 માર્ચ) ઉત્તરાખંડના પ્રવાસે છે. અહીં મુખબા ખાતે મા ગંગાની પૂજા કર્યા બાદ તેમણે હર્ષિલમાં એક રેલીને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે, મને લાગી રહ્યું છે કે, ગંગા મૈયાએ મને ખોળે લઈ લીધો છે. તો હવે આપણે માની લઈએ છીએ કે, પીએમ મોદી ગંગા પુત્ર બની ગયા છે. એક વખત પહેલા તેઓ કહી ચૂક્યા છે કે, હું અહીં આવ્યો નથી પરંતુ મને ગંગા માતા દ્વારા બોલાવવામાં આવ્યો છે. મને માતા ગંગાએ બોલાવ્યો છે. પરંતુ હવે તેઓ સીધા માતા ગંગાના પુત્ર બની બેસ્યા છે.

એક સમયે માતા ગંગાએ તેમને બોલાવ્યા હતા અને હવે તો પુત્ર પણ બનાવી લીધા છે. માતા ગંગાએ તો તેમના સાથે સારો વ્યવહાર કર્યો છે પરંતુ શું પીએમ મોદી પુત્ર તરીકે ગંગા મૈયા સાથે સારો વ્યવહાર કરી શક્યા છે. આ એક મુખ્ય પ્રશ્ન છે. આ વિશે આપણે કેટલાક આંકડાઓ ઉપર નજર કરીશું.

મોદીજી પહેલા પણ કહી ચૂક્યા છે કે, માં ગંગાએ મને બોલાવ્યો છે પરંતુ સત્ય તો તે છે કે, ગંગાની પોતાની સફાઈની ગેરંટી જ મોદી ભૂલી બેસ્યા છે.

લગભગ 11 વર્ષ પહેલા 2014માં નમામિ ગંગે યોજના લોન્ચ કરવામાં આવી હતી.

નનામી ગંગા યોજનામાં માર્ચ 2026 સુધી ₹42,500 કરોડ રૂપિયાના ફંડનો ઉપયોગ કરવાનો હતો, પરંતુ સંસદમાં આપવામાં આવેલા પ્રશ્નથી ખ્યાલ આવે છે કે ડિસેમ્બર 2024 સુધી માત્ર 19,271 કરોડ રૂપિયા જ ખર્ચ કરવામાં આવ્યો છે. એટલે મોદી સરકારે નમામિ ગંગે યોજનાના 55 ટકા ફંડ ખર્ચ કર્યો જ નથી. માં ગંગા પ્રત્યે આટલી નારાજગી કેમ?

2015માં મોદીજીએ આપણા NRI સાથીઓને Clean Ganga Fundમાં યોગદાન આપવાનો આગ્રહ કર્યો હતો. માર્ચ 2024 સુધી આ ફંડમાં ₹876 કરોડ દાન આવ્યું પરંતુ આમાંથી 56.7% ફંડનો અત્યાર સુધી ઉપયોગ કરવામાં આવ્યો નથી. આ ફંડનો 53 ટકા સરકારી ઉપક્રમોમાંથી દાનમાં લીધા હતા.

નવેમ્બર 2024 ના રાજ્યસભાના જવાબમાં જણાવાયું છે કે નમામી ગંગે પ્રોજેક્ટના 38% હજુ પણ પેન્ડિંગ છે. કુલ ફાળવેલ ભંડોળમાંથી 82% સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (Sewage Treatment Plants-STP) બનાવવા માટે ખર્ચ કરવાના હતા, પરંતુ 39% STP હજુ પણ પૂર્ણ થયા નથી, અને જે પૂર્ણ થયા છે તે કાર્યરત પણ નથી.

ઉત્તર પ્રદેશ – જે ગટરો STPમાં જવાના હતા તેમાંથી 75% પાણી સીધું ગંગાજીમાં જઈ રહ્યું છે, 3513.16 MLD ગટર તેમાં નાખવામાં આવી રહી છે. 97% STPમાં નિયમોનું પાલન કરવામાં આવ્યું નથી. (નવેમ્બર 2024).

આ પણ વાંચો- માતા ગંગાએ મને દત્તક લઈ લીધો છે: PM મોદી હવે ગંગા પુત્ર

બિહાર – 46% STP કાર્યરત નથી, બાકીના ફેકલ કોલિફોર્મ સ્તરના ધારાધોરણોને પૂર્ણ કરતા નથી (ઓક્ટોબર 2024).

પશ્ચિમ બંગાળ: 40 STP કાર્યરત નથી; 95% NGTના માપદંડોને પૂર્ણ કરતા નથી; 76.16 MoEFના ધોરણોનું પાલન કરતા નથી (માર્ચ ૨૦૨૪).

નવેમ્બર 2024માં National Green Tribunal (NGT)એ મોદીજીના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં ગંગાની સફાઈ કરવામાં પ્રશાસનની નિષ્ફળતાને લઈને નારાજગી વ્યક્ત કરી હતી. તે દરમિયાન ફટકાર લગાવતા ટ્રિબ્યૂનલે તે સુચનો આપ્યા કે નદીના કિનારે એક બોર્ડ લગાવવામાં આવે અને તેમાં લખવામાં આવે કે શહેરમાં ગંગાનું પાણી ન્હાવા માટે સુરક્ષિત નથી.

ફેબ્રુઆરી 2025માં રજૂ કરેલા સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CBCB)ના રિપોર્ટમાં લેટેસ્ટ faecal coliform level 2,500 units/100 mLની Safe Limitથી વધારે હોવાનું જાણવા મળ્યું હતું. પ્રયાગરાજના શાસ્ત્રી બ્રિજ પાસે 11,000 units/100 mL અને સંગમમાં 7,900 units/100 mL હતી. જે માનવજાત માટે ખતરનાક સાબિત થઈ શકે છે.

અન્ય સંશોધનો અનુસાર, ઘન કચરામાં (Solid Waste) વધારાને કારણે ગંગાના પાણીમાં પારદર્શિતા ઘટીને માત્ર 5% થઈ ગઈ છે, જે ગંભીર પ્રદૂષણનો સંકેત છે. મે અને જૂન 2024 દરમિયાન ગંગામાં પ્લાસ્ટિક પ્રદૂષણમાં 25%નો વધારો થયો, જેનાથી પ્રદૂષણ સંકટ વધુ વકરી ગયું છે.

ગંગા ગ્રામના નામે મોદી સરકારે ફક્ત શૌચાલયોનું નિર્માણ કરાવ્યું છે. 5 રાજ્યોમાં ગંગા નદીના કિનારે 1,34,106 હેક્ટરમાં વનીકરણ 2,294 કરોડ રૂપિયાના ખર્ચે થવાનું હતું. જોકે, 2022 સુધીમાં 78% વનીકરણ થયું ન હતું અને 85% ભંડોળનો ઉપયોગ થયો ન હતો, RTI દ્વારા ખુલાસો થયો છે.

ગંગા જીવન આપનારી છે. ભારત પાસે પોતાની સંસ્કૃતિ અને આધ્યાત્મિક વારસો છે, પરંતુ મોદી સરકારે ગંગા સફાઈના નામે માતા ગંગા સાથે માત્ર છેતરપિંડી કરી છે.

આ પણ વાંચો- ટીમ ઈન્ડિયા માટે કેટલા ખતરનાક કિવી; આંકડા કહે છે થશે રોમાંચક ટક્કર

Related Posts

1 હજાર કરોડના 100 કૌભાંડોના પૈસા ક્યાં ગયા, મોદી? | Kaal Chakra | Part-56
  • August 4, 2025

Kaal Chakra  Part-56: ગુજરાત, એક રાજ્ય જે વિકાસના નામે દેશભરમાં ચર્ચામાં રહે છે, તે આજે ભ્રષ્ટાચારના આક્ષેપોના કેન્દ્રમાં છે. છેલ્લા 15 વર્ષમાં રાજ્યમાં થયેલા અનેક કૌભાંડોની યાદી એટલી લાંબી છે…

Continue reading
AMTSનું મોટું કૌભાંડ: એરો ઈગલને ઉંચા ભાવે 225 બસનો કોન્ટ્રાક્ટ, રૂ. 200 કરોડનું નુકસાન!
  • August 4, 2025

દિલીપ પટેલ AMTS scam: પૂનાની એરો ઈગલ કંપનીને પ્રતિ કિ.મી. રૂ. 94 ના ભાવે કોન્ટ્રાકટ આપશે. ઘણાં રાજ્યોમાં રૂ.57ના ભાવે ઠેકો અપાયો છે. રૂ. 37 ઉંચો ભાવ છે. 65 ટકા…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Aajab Gajab: એક એવું ગામ જ્યાં એક પણ રસ્તો નથી, જાણો કયાં છે આ અનોખું ગામ?

  • August 7, 2025
  • 3 views
Aajab Gajab: એક એવું ગામ જ્યાં એક પણ રસ્તો નથી, જાણો કયાં છે આ અનોખું ગામ?

Kinmemai Premium Rice: દુનિયાના સૌથી મોંઘાં ચોખા, 1 કિલોનો ભાવ જાણી ચોંકી જશો

  • August 7, 2025
  • 4 views
Kinmemai Premium Rice: દુનિયાના સૌથી મોંઘાં ચોખા, 1 કિલોનો ભાવ જાણી ચોંકી જશો

Technology: ચીને સૂર્યપ્રકાશમાંથી કેરોસીન, જર્મનીએ હવામાંથી પાણી બનાવ્યું, જાણો કઈ રીતે?

  • August 7, 2025
  • 9 views
Technology: ચીને સૂર્યપ્રકાશમાંથી કેરોસીન, જર્મનીએ હવામાંથી પાણી બનાવ્યું, જાણો કઈ રીતે?

Vote Theft: ‘રાહુલ ગાંધી સોગંદનામું કરે’, જો આરોપો ખોટા સાબિત થયા તો…

  • August 7, 2025
  • 13 views
Vote Theft: ‘રાહુલ ગાંધી સોગંદનામું કરે’, જો આરોપો ખોટા સાબિત થયા તો…

Surat: ફરસાણની દુકાનોમાં આરોગ્ય વિભાગના દરોડા, 11 દુકાનોમાંથી મીઠાઈના લીધા સેમ્પલ

  • August 7, 2025
  • 19 views
Surat:  ફરસાણની દુકાનોમાં આરોગ્ય વિભાગના દરોડા, 11 દુકાનોમાંથી મીઠાઈના લીધા સેમ્પલ

Bhavnagar: વૃધ્ધની હત્યાનો ભેદ ઉકેલાયો, દારુ પીવા 50 રુપિયા ના આપતાં છરીના ઘા ઝીક્યા, હચમચાવી નાખતી ઘટના

  • August 7, 2025
  • 39 views
Bhavnagar: વૃધ્ધની હત્યાનો ભેદ ઉકેલાયો, દારુ પીવા 50 રુપિયા ના આપતાં  છરીના ઘા ઝીક્યા, હચમચાવી નાખતી ઘટના