
Israel Hamas War: ઇઝરાયલી સેના ગાઝામાં સતત હુમલા કરી રહી છે. ઇઝરાયલના હુમલાઓએ ગાઝામાં ભારે તબાહીનો માહોલ સર્જી દીધો છે. ઇઝરાયલે ફરી એકવાર ગાઝામાં હવાઈ હુમલા કર્યા છે. ઇઝરાયલી સેનાની આ કાર્યવાહીમાં 3 પત્રકારો સહિત ઓછામાં ઓછા 15 લોકો માર્યા ગયા છે. સ્થાનિક આરોગ્ય અધિકારીઓએ ઇઝરાયલી હુમલાઓ વિશે માહિતી આપી છે. આ હુમલા દક્ષિણ ગાઝામાં એક હોસ્પિટલ પર કરવામાં આવ્યા છે.
ઇઝરાયલની યોજના શું છે?
ગાઝામાં હુમલા એવા સમયે ચાલુ છે જ્યારે ઇઝરાયલની સુરક્ષા કેબિનેટે તાજેતરમાં ગાઝા શહેર કબજે કરવાની યોજનાને મંજૂરી આપી છે. સુરક્ષા કેબિનેટની મંજૂરી મળ્યા બાદ, ઇઝરાયલી પીએમ બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું કે ઇઝરાયલ સમગ્ર વિસ્તાર પર ફરીથી નિયંત્રણ મેળવવા અને તેને હમાસ વિરોધી મૈત્રીપૂર્ણ આરબ દળોને સોંપવાની યોજના ધરાવે છે.
યમન પર ઇઝરાયલના હુમલા
ગાઝા પહેલા ઇઝરાયલે યમનની રાજધાની સનામાં હવાઈ હુમલા કર્યા હતા. ઇઝરાયલી હુમલાઓમાં સનાના પાવર હાઉસ અને ગેસ સ્ટેશન સહિત ઘણા વિસ્તારોને નિશાન બનાવવામાં આવ્યા છે. અહેવાલો અનુસાર રાષ્ટ્રપતિ મહેલની નજીકના ઘણા વિસ્તારોમાં વિસ્ફોટોના જોરદાર અવાજો સંભળાયા છે. ઈરાન સમર્થિત હુથી બળવાખોરોએ ઇઝરાયલ પર મિસાઇલો અને ડ્રોન છોડ્યા છે અને લાલ સમુદ્રમાં જહાજોને પણ નિશાન બનાવ્યા છે. હુથી બળવાખોરોનું કહેવું છે કે તેઓ ગાઝા પટ્ટીમાં યુદ્ધ વચ્ચે પેલેસ્ટિનિયનો સાથે એકતા દર્શાવવા માટે આ હુમલાઓ કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે 7 ઓક્ટોબર, 2023 ના રોજ હમાસના આતંકવાદીઓએ ઇઝરાયલમાં ઘૂસીને હુમલો કર્યો હતો. હમાસના આતંકવાદીઓએ ઇઝરાયલમાં સામાન્ય લોકોને નિશાન બનાવ્યા હતા અને લગભગ 1200 લોકોની ક્રૂરતાથી હત્યા કરી હતી. મહિલાઓ સાથે ક્રૂર વર્તન કરવામાં આવ્યું હતું અને બાળકોને પણ બક્ષવામાં આવ્યા ન હતા. હમાસના આતંકવાદીઓએ 250 થી વધુ લોકોને બંધક પણ બનાવ્યા હતા. હમાસના આ હુમલા બાદ ઇઝરાયલ સંપૂર્ણ તાકાતથી જવાબ આપી રહ્યું છે. ઇઝરાયલી હુમલાઓ આજે પણ ચાલુ છે. હુમલાઓને કારણે ગાઝા ખંડેર બની ગયું છે. લોકો ભૂખમરાના આરે છે.
યુધ્ધનો અંત ક્યારે આવશે?
એક બાજુ ઇઝરાયલ અને હમાસના યુધ્ધ લાવવાની વાત થઈ રહી છે. બીજી તરફ સ્થિતિ વધુ વણસી રહી હોય તેવું લાગી રહ્યું છે. યુધ્ધનો અંત લાવવા માટે તાજેતરમાં ઘણી બેઠકો થઈ છે. જાન્યુઆરી 2025માં અમેરિકા, ઇજિપ્ત અને કતારની મધ્યસ્થીથી ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામ કરાર પર સહમતિ થઈ છે. જોકે તેનો પણ સતત ભંગ થઈ રહ્યો છે. જેને લઈ યુધ્ધ હવે ક્યારે રોકાશે, તે સમય પર આધાર છે.
આ પણ વાંચો:
ઈઝરાયલી સેનાએ જમવાનું લેવા ઉભેલા 25 પેલેસ્ટિનિયનઓને મારી નાખ્યા | Israeli force
Viral video: મુંબઈમાં 30 રુપિયાના ભાડા માટે રિક્ષાચાલકે કિશોરને લાફા માર્યા, જુઓ
મોદીએ માત્રો વાતો જ કરી, ગુજરાતમાં ગાયો અને બળદની સંખ્યામાં મોટો ઘટાડો | Kaal Chakra | Part-73
Nikki Murder Case: પતિ બાદ સાસુ અને હવે જેઠ રોહિત ભાટીની ધરપકડ, મોટી બહેનના મોટા ખૂલાસા
MP: મોદી સરકારને ખેડૂત સાથે મજાક ભારે પડશે!, ‘સહાયને સરકારના મોં પર મારશે’, આ ખેડૂત તૈયાર!