
- ગુજરાતના તમામ વિજગ્રાહકોને સ્માર્ટ મીટર લગાવવું ફરજિયાત; ઊર્જા મંત્રીએ વિધાનસભામાં આપી માહિતી
રાજ્યના ઊર્જા મંત્રી કનુ દેસાઈએ સ્માર્ટમીટર અંગે વિધાનસભામાં મહત્વપૂર્ણ માહિતી આપી છે. તેમણે જણાવ્યું છે કે, ગુજરાતમાં વિજળીનો વપરાશ કરતાં તમામ વીજગ્રાહકોને પ્રી-પ્રેઈડ સ્માર્ટમીટર લગાવવા ફરજિયાત છે. કનુ દેસાઈ દ્વારા વિધાનસભામાં આપેલી માહિતીથી સ્પષ્ટ થઈ ગયું છે કે, આગમી દિવસોમાં રાજ્યભરમાં સ્માર્ટમીટર લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી શકે છે.
ગુજરાતમાં પાછલા કેટલાક સમયથી સ્માર્ટ મીટરને લઈને ખુબ જ વિવાદ સામે આવ્યો હતો. ખાસ કરીને સુરત જેવા શહેરોમાં સ્માર્ટ મીટર લગાવેલા ગ્રાહકોને મસમોટા લાઈટબિલ આવ્યા હોવાની ફરિયાદો કરી હતી. લોકોએ પ્રી-પેઈડ રિચાર્જ સિસ્ટમને લઈને સ્માર્ટ મીટરનો વિરોધ કર્યો હતો. આ દરમિયાન વિધાનસભામાં કિરીટ પટેલના પ્રિ-પેઈડ સ્માર્ટ મીટર અંગેના સવાલનો સરકારે જવાબ આપ્યો છે. જેમાં રાજ્યના ઊર્જા મંત્રી કનુ દેસાઈએ જણાવ્યું હતું કે, ‘હાલના મીટર અને સ્માર્ટ મીટરની કામગીરી સમાન છે તેથી તમામ વિગતો મોબાઈલ પર ગ્રાહકો મેળવી શકશે.’

રાજ્યના ઊર્જા મંત્રી કનુ દેસાઈએ જણાવ્યું હતું કે, ‘પ્રી-પેઈડ સ્માર્ટ મીટર લગાવવું ફરજિયાત છે. પ્રી-પેઈડ સ્માર્ટ મીટરના અનેક પ્રકારના ફાયદા છે. તેના કારણે વીજ વપરાશની જાણકારી મોબાઈલ પર મળી રહેશે. અત્યારે ઉપયોગમાં લેવાતા મીટર અને સ્માર્ટ મીટરની કામગીરી સમાન છે.’
ઊર્જા વિભાગના જણાવ્યાનુસાર, હાલના મેન્યુઅલ રીડિંગ પર આધાર રાખવાને બદલે સ્માર્ટ મીટર જાતે વીજ વપરાશનો ડેટા એકત્રિત કરે છે અને તેને વીજ વિતરણ કંપનીઓને ટ્રાન્સમિટ કરે છે. સ્માર્ટ મીટરમાં જે તે વીજ ગ્રાહકના વીજ વપરાશ અંગેના ડેટા તેમજ અન્ય માહિતી સ્માર્ટ મીટરની અપ્લિકેશન દ્વારા મોબાઇલ પર જ નિયમિત અને તાત્કાલિક ધોરણે વીજ ગ્રાહકને મળી રહે છે.
સ્માર્ટ મીટર ગ્રાહકલક્ષી મૈત્રીપૂર્ણ સુવિધાઓ ઉપલબ્ધ કરાવે છે. જેમાં એડવાન્સ મીટરીંગ સિસ્ટમ હોવાથી તે ગ્રાહકના સ્માર્ટ મીટર એપ્લીકેશન તેમજ ડિસ્ટ્રિબ્યુશન કંપની બંને સાથે કમ્યુનિકેટ કરે છે. સ્માર્ટ મીટરથી વીજ કંપની દરેક વિસ્તારની વીજ માંગ સમજી તેનું સરળતા પૂર્વક આયોજન કરી શકે છે.
આ પણ વાંચો- Gujarat ના પોલીસ બેડામાં 159 PSIને પ્રમોશન? જાણો કોણે મળ્યું પ્રમોશન!







