
ACB પોલીસે ગુજરાતમાં સપાટો બોલાવ્યો છે. રાજ્યભરની કચેરીઓમાંથી લાંચિયા અધિકારીઓને ઝડપ્યા છે. ત્યારે ગઈકાલે 26 ફેબ્રુઆરીએ ACB(Anti Corruption Bureau)ની ટીમે લાંચિયા ASI(Assistant Sub-Inspector)ને ગાંધીનગરમાંથી રંગે હાથ ઝડપી પાડ્યો છે. ફરિયાદી વિરુધ્ધ તપાસ અને ગુનો ન નોંધવા લાંચ માગી હતી.
ઝડપાયેલો ASI પોલીસકર્મી અશોકભાઇ બેચરભાઇ ચૌધરી ગાંધીનગર સેકટર 7 પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. જેથી તેણે સત્તાનો ખોટો ઉપયોગ કરી ગેરકાયદેસર એક વ્યક્તિ પાસે લાંચ માગી હતી.
લાંચિયા પોલીસકર્મીએ અવેજ પેટે રુ. 2 લાખની લાંચની માગણી કરી હતી. જેથી આ રકમ ફરિયાદી આપવા માગતા ન હતા. જેથી સમગ્ર મામલાની જાણ જામગનર ACBને કરી હતી. જેથી સમગ્ર લાંચ પ્રકરણમાં ACBએ છટકું ગોઠવ્યુ હતુ. જેમાં પોલીસકર્મીને ગાંધીનગરના અડાલજના અતીથી ધાબા પાસે સર્વીસ રોડ, કન્ટેનર બ્રીજ પાસે લાંચ લેવા આવ્યો હતો. આ છટકાંમાં ASI પોલીસકર્મી અશોકભાઇ બેચરભાઇ ચૌધરી ફરિયાદ સાથે રુ. 2 લાખની લાંચ લેતાં રંગે હાથ ઝડપાઈ ગયા હતા. ત્યારે હવે તમામ નાણાં જપ્ત કરી આરોપી પોલીકર્મી વિરુધ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ટ્રેપીંગ અધિકારી
આર.એન.વિરાણી, પોલીસ ઇન્સ્પેકટર, જામનગર એ.સી.બી. પો.સ્ટે. તથા એ.સી.બી. સ્ટાફ
સુપર વિઝન અધિકારી
કે.એચ.ગોહિલ, ઇન્ચાર્જ મદદનીશ નિયામક, એ.સી.બી. રાજકોટ એકમ, રાજકોટ
આ પણ વાંચોઃ Waqf Bill 2025: કેબિનેટમાં વક્ફ બિલને મંજૂરી, સરકાર બજેટ સત્રના બીજા તબક્કામાં રજૂ કરી શકે
આ પણ વાંચોઃ Kheda Crime: ખેડા ટાઉન પોલીસ સ્ટેશનના PI એચ.વી. સિસારા સસ્પેન્ડ, તેમના જ વિસ્તારમાંથી દારુ ન ઝડપી શક્યા