
Jamnagar: ગુજરાતમાં ફરી એકવાર કોંગો ફિવર(Congo fever)નો દર્દી નોંધાયો છે. જામનગરમાં એક દર્દીને કોંગો ફિવર થયો હતો. તેનું સારવાર દરમિયાન મોત થયું છે. જેથી આરોગ્ય તંત્રમાં હડકંપ મચી ગયો છે. હાલ જે વિસ્તારમાંથી આ દર્દી નોંધાયો છે, ત્યા આરોગ્યની ટીમ પહોંચી છે.
જામનગર શહેરના પંચેશ્વર ટાવર વિસ્તારમાં રહેતા આધેડે જી.જી.હોસ્પિટલમાં અઠવાડિયાની સારવાર બાદ ગઈકાલે છેલ્લા શ્વાસ લીધા છે. જેથી આરોગ્ય સહિત લોકોમાં ભય ફેલાયો છે. સૂત્રો દ્વારા એવું જાણવા મળ્યું છે કે, આ વ્યક્તિ વિદેશથી જામનગર આવ્યો હતો. જેનું કોંગો ફીવરના કારણે મોત થયું છે.
પ્રથમ કેસ જામનગરમાં વર્ષ 2019માં નોંધાયો હતો
ક્રિમિઅન-કોંગો હેમરેજિક ફીવરનો પ્રથમ કેસ જામનગરમાં વર્ષ 2019માં નોંધાયો હતો. મળતી વિગતો પ્રમાણે સરકારી હોસ્પિટલના રેસીડેન્ટ મહિલા તબીબને કોંગો થયો હતો. પરંતુ હવે ફરી એકવાર કોંગો ફીવરે દેખા દીધા છે. પાંચ વર્ષ બાદ કોંગો વાયરસે દેખાતાં શહેરવાસીઓમાં ભય ફેલાયો છે.
આ રીતે ફેલાઈ છે રોગ?
એવું કહેવાય છે કે કોંગો ફીવર રોગ પશુઓમાં રહેલી ઈતરડીથી માનવમાં ફેલાય છે. આ રોગ મુખ્યત્વે પશુપાલકોમાં જોવા મળે છે, જેમાં ગાય અને ભેંસના શરીર પરની ઈતરડી દ્વારા હનીમોરલ નામનો પરજીવી માનવશરીરમાં પ્રવેશે છે. ઈતરડી એક પ્રકારનો જીવ છે.
આ પણ વાંચોઃ Banaskantha: ભાજપના મહિલા પ્રદેશ મંત્રીના અનામત મુદ્દે ગેનીબેને ભાજપ પર કર્યા પ્રહાર, શું કહ્યું?




